________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, પણ ધુળ પુષ્કળ છે. તા. ૩, ૪ ભલી દીન બે અત્રે રહી તા. ૫ ને દીવસે સવારે નીકલી તા. ૬ ને દીવસે સાંજરે ચાર વાગે ઉદેપુર આવી પહોચ્યા. તા. ૭ નો દીવસ ઉદેપુર રહી તા. ૮ ને દીવસે સાંજરે ચારની ગાડીમાં કરડા પાર્શ્વનાથ જવાને માટે નીકલ્યા.
કરડા પાર્શ્વનાથ.
ઉદેપુરથી પાંચમું સ્ટેશન કરડા પાર્શ્વનાથનું આવે છે. ભાડુ રૂ. ૦૧-૧૦-૦ થાય છે. સ્ટેશન નાનું છે પણ જાત્રાળુઓ વાતે કારખાના તરફથી ગાડું થા એક માણસ (પિલીસ) સ્ટેશન ઉપર રાખવામાં આવે છે. ધર્મશાળા સ્ટેશનથી બે માઈલ છેટી થાય છે. જણસ ભાવ મળે છે. સામળીઆ પાર્શ્વનાથનું દહેરાસર ધર્મશાળાની અંદરજ છે. દહેરાસર પ્રાચીન અને મુક્તિ ચમત્કારીક કહેવાય છે. ધર્મશાળામાં લગભગ ૩૦૦ માણસો સમઈ શકે છે. વસ્તી બિલકુલ નથી. ગામ છેટું છે.
તા. ૮-૩-૨૧, ને દીવસે રાત્રે સાત વાગ્યે અત્રે આવી પહોંચ્યા. વળી હમારા સંધમાથી, જેઓ અયોધ્યાથી છુટા પડયા હતા, તેઓ ઉદેપુરમાં ભેળાઈ ગયા હતા. અત્રેથી મેળે વીખરાય જવાનો હતો. સંધમાથી થોડે ભાગ એટલે ૧૫ ટીકીટો જેપુરથી છુટી થઈ હતી. તેઓનો મેળાપ પણ ઉદેપુરમાં થયો હતે પણ એક દિવસ આગળ નીકળી ગયા હતા. બાકી ફકત ૬ ટીકીટ શિવાયના માણસે આજે છુટા પડતા હતા છુટા પડતી વખતે સંધની અંદર તીર્થો ફરતી વખતને આનંદ સાલી આવતો હતો, અને તે ફકત છુટા પડનારાઓને જ અનુભવાતા હતા. અત્રેથી ૬ ટીકીટ શિવાયના માણસો ચીતડ થઈ રતલામ રહી વડોદરા થઈ ઘર તરફ ગયા, જ્યારે બાકી રહેલા અજમેર રહી આબુ તરફ ગયા. તા. ૮ ને દીવસે ચીતડ રહેવું પડયું કારણ કે તે વખતે અજમેરમાં મુસલમાનેને મેળે હતા એટલે ગાડીમાં જગ્યા મલતી ન હતી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org