________________
३२
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા અને ચસવ શરૂ થાય છે. ડાળી વગેરે પહેલે રસ્તે જઈ શકતી નથી, કારણ કે પત્થરો એકદમ સીધા અને મોટા ચઢવાના આવે છે. રસ્તે ઘણે અડચણ ભરેલા છે, પણ સીધા રસ્તા કરતાં ઘણે ટુંકો છે, એટલે ચઢાવ લગભગ એક માઇલને અવર અને એક માઈલને સાધારણ આવે છે. ટુંકે રસ્તે ઉપર જતાં, (૧) દહેરીમાં ધનાશા તથા શાલીભદ્રની પ્રતિમા છે, (૨) ચોવીશ ભગવાનના દર્શન તથા મુળનાયકજીની પ્રતિમા નેમનાથ ભગવાનની છે તથા ચણે છે, અને પાર્શ્વનાથના ચણે તથા સુમતિનાથની પ્રતિમાજી છે, (૩) દહેરીમાં મહાવીરસ્વામીની પ્રતિમાજી છે, તથા પાર્શ્વનાથ, નેમિનાથજીની પણ પ્રતિમાજી છે, તથા તેમનાથ ભગવાનના ચણો તથા ભમતીમાં દાદાજીના ચણે છે. (૪) નેમનાથ, શાંતિનાથ, તથા કુંથુનાથજીની પ્રતિમાજી છે. (૫) આદિનાથ, પાર્શ્વનાથ, તથા કેસરીઆજી મહારાજને ચણે છે. (૬) ચંદ્રપ્રભુજી તથા દાદાજીના ચણે છે. અહીંથી એક માઈલને ઉપર ચઢાવ છે, જ્યાં આગળ દહેરીમાં શ્રી શાંન્તિનાથજીની પ્રતિમાજી છે, તથા ઐતમસ્વામી તથા ગણધરના પગલાં છે. અહીંથી નીચે ઉતરવાને રસ્તે લગભગ બે માઈલના આસરાને છે.
પાંચે પહાડ ફરી આવતાં ૨૪ માઇલની મુસાફરી થાય છે. પાંચ પહાડ ઉતરી આવતાં નીચે ગરમ પાણીના ૧૭ કુડે છે અને ત્યાં અધીક મહીને એટલે ત્રણ ત્રણ વરસે મેળો ભરાય છે. રાજગૃહી નગરીને કહેવાય છે કે અસલ ૪૮ ગાઉને ઘેરાવો હતા, જ્યાં આગળ શ્રેણક મહારાજ રાજ્ય કર્તા હતા. હાલ જોતાં જ્યાં ત્યાં ખડે અને ઇ માલમ પડે છે. વળી અહીંઆ આગળ મહાવીર પ્રભુએ ૧૪ ચોમાસા કર્યા હતા.
તા. ૨૦, ૨૧, અને ૨૨ મલી ત્રણ દીવસ અને રહી તા. ૨૩ મીની સાંજે પાંચ વાગે રાજગીરી સ્ટેશનેથી બેસી બખતીઆરપુર રાત્રે અગીઆર વાગ્યાની ગાડીમાં બેસી રાત્રે બાર વાગે પટના-સીટી ઉતર્યા. બી. બી. એલ. રેલ્વે (બખતીઆરપુર બહાર લાઈટ રેલ્વે ) માં રાજગીરીનું છેલ્લું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org