________________
શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, ધર્મશાળા શ્વેતામ્બરી એક છે અને તે પસરી મોહલ્લામાં બાબુ સંતકચંદના દહેરાસરની બાજુમાં છે, જેમાં લગભગ ૫૦ માણસે સમાઇ શકે છે. વાસણ વગેરે સાધારણ મલે છે. !: ચાવી પુજારી પાસે રહે છે. નહાવાની છે ઘણું સારી છે, નળો આખો દીવસ ખુલ્લા રહે છે. બીજી ધર્મશાળા ત્યાંથી ડે છેટે પીળી કેફીમાં મારવાડી અનંતરામ વિષણુની છે, જેમાં અઢીથી ત્રણસો માણસો સમાઈ શકે છે. બીજી ધર્મશાળા બાજુમાં દિગમ્બરની પણ છે.
બાબુ સતૈકચંદનું બંધાવેલું શ્વેતામ્બરી દહેરાસર એક છે. તદન કાચનું વૈકુઠ સમાન બાંધણીનું આંખને અંજાવે એવું ઉતમ બાંધણીનું છે, બહાર એકને દેખાવ પણ તેજ છે, દહેરાસર અંદરના હાંડી, ઝમર તથા બહાર શકના ઝાડપાન તથા ફુવારા ઇલેકટ્રીસીટીથી શણગારવામાં આવે છે. ચોકમાં પુતળાને પણ સંગ્રહસ્થાન સારે કી છે. દહેરાસરજીમાં મુળનાયકની પ્રતિમાજી ધર્મનાથસ્વામીની છે. બાજુમાં નીચે રસીંહાસનમાં સુપાર્શ્વનાથ સ્વિામીની પ્રતિમાજી છે. ગભારાની બહાર જમણી બાજુના ગોખમાં માતા ચકેશ્વરી અને જગદંબાની મુર્તિ છે, તેથી ડાબી બાજુએ માનભદ્રને ગેખ છે. મંડપની પાછળ ભૈરવજીને ગોખલે છે, વળી ડાબી બાજુના ખુણામાં એક કાચના ગેખલામાં શિખરજી પહાડની રચના કીધેલી છે. અને મુળ માયકજીનાં બાજુના ગભારામાં દાદાજીના પગલાં છે. , તા. ૧૧, ૧૨, ૧૩, મલી ત્રણ દિવસ અમે રહી તા. ૧૪ ને દીવસે સી. બી. એન્ડ સી. આઈ. (નેગેજ) રેલ્વેમાં રાત્રે સાડાસાતની ગાડીમાં ડિકલ તા. ૧૫ ને દિવસે સાડા અગ્યાર વાગે મથુરા કેન્ટલમેન્ટ સ્ટેશને તર્યા. ત. ૧રમીને દીવસે બાબુ સંતિકચંદજીના દહેરાસરમાં પુજા તથા સગાવાલા શા. અમીચંદ ભગવાનજી તરફથી સંઘ કરવામાં આવ્યો હતો,
કાયમગજ તથા કપીલાપુરી. કાયમગજ સ્ટેશન થઈ કપીલાપુરી જવા માટે કાનપુરથી આર. એમ. લાઈનવાળા અનવારગંજ સ્ટેશનેથી બેસવું પડે છે. કાયમગજથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org