________________
૫૧
શ્રી તી વ ન ભક્તિમાળા
છે. તેમાં ભમતીમાં મેાટી પ્રતિમા ત્થા બાજુમાં ગભારા છે. ( ૪ ) હીંગમંડીમાં લાભવિજયજી રણધીર વિજયજીનું મેડા ઉપર શ્રીનેમનાથ ભગવાનનુ દહેરાસર છે. મેાતી કટલામાં—(૫) ચંદ્રપાલ હંસરાજનું શ્રીંગાડીપાર્શ્વનાથનું દહેરાસર છે, તેમાં જમણી બાજુના ગભારામાં શ્રીમંદીરસ્વામી, ડાબી બાજુના ગભારામાં શ્રીમદ્ગાવીરસ્વામી તથા ભમતીમાં પણ પ્રતિમાં અને તેના ઉપર શ્રીદેધર ભગવાનની પ્રતિમાં અને તેના ઉપર શીખરમાં શ્રીઅનંતનાથ ભગવાનની પ્રતિમા છે, ત્યાંથી આખા ગામને દેખાવ જોવાય છે, ( ૬ ) પુનમચંદ ભગવાનીદાસનુ શ્રીવાસુપુજ્યનું દહેરાસર છે. (૭) ઉપલા દહેરાસરની જોડે શ્રીકેસરીઆછ દહેરાસર છે. ( ૮ )ગલીમાં અગરલાલ દેવીદાસનું શ્રીસુવિધિનાથનું દહેરાસર છે. ( ૯ ) બેલગજમાં શ્રીપાર્શ્વનાથનુ દહેરાસર છે. ગામથી બે માઈલ છે. દાદાવાડીના બગીયામાં શ્રીમહાવીરસ્વામીનુ દહેરાસર છે, તેમાં ભમતીમાં પગલાં તેમજ દહેરાની પાછળ ભોંયરામાં પ્રતિમાં તથા આગમાં શ્રીહીરવિજયસુરી મહારાજનાં પગલાં છે.
તા, ૨૧ દિવસ અત્રે રહી તા. ૨૨ ને દિવસે ચાર વાગ્યાની ગાડીમાં આગ્રા ફ્રાના સ્ટેશનથી બેસી તા. ૨૨ ને દિવસે રાત્રે ત્રણ વાગ્યે જેપુરના સ્ટેશને ઉતર્યા. રાામડીથી આગ્રા કોર્ટનું સ્ટેશન એ માઇલ થાય છે.
જેપુર
જેપુર દેશીરાજ છે, તેમ રાજધાનીનું શહેર છે. શહેરેની બાંધણી ઘણી સારી છે, સ્ટેશનથી શહેર એક માઇલ થય છે. ધર્મશાળા શહેરમાં સાંગાનેર દરવાજાની પાસે, શેઠ નથમલજીની છે, જેમાં લગભગ ૫૦૦ માણસા સમાઈ શકે છે. અંદર કાઈ કાઇ એરડીએનુ ભાંડુ લેછે. અંદર પાણીને હેાજ છે. બીજી શ્વેતામ્બરી ધર્મશાળા ઘીવાલાને રસ્તે શ્રીમાળીની છે, જેમાં લગભગ ૫૦ થી ૭૫ માણસા સમાઇ શકે છે. બજાર સીધા એક લાઈનમાં છે. તેમ એજ ચેકમાં દરેક વસ્તુ મલી શકે છે. અત્રે ઝવેરીઓની પણ ઘણી દુકાને છે. ઘણા ખરા માલ ઈમીટેશન મધે છે. અત્રેના દહેરાસરની વીગતઃ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org