________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા.
૫૩ થઇ કેસરીઆ તિર્થ કરી રતલામ રહી વડોદરા થઇ ઘર તરફ ગયા. અત્રેથી બીકાનેર જવાને માટે કુલેરા જંકશનથી બીકાનેર જોધપુર લાઈનની અંદર મેરતારેડ ગાડી બદલવી પડે છે. બીકાનેરથી પણ જોધપુર આવી લુની જંકશનેથી આબુવાલી લાઈનની અંદર મારવાડ જંકશનેથી અમદાવાદ સીધું આવી શકાય છે. કેસરીઆઇ જવાને માટે બીકાનેરથી મેરતારેડ જંકશનેથી yલેરા થઈ અજમેર આવવું પડે છે, અને અજમેર થઈ કેસરીઆઇ તીર્થ જઈ શકાય છે.
જેપુરની અંદર બીજું જોવા લાયક સાંગાનેરની ધર્મશાળાથી ઘેડે છે. એક બગીચે “રામબાગ” ને નામે ઓળખાય છે. તે ખાસ જોવા જેવો છે. અંદર દરેક ચીજોનું મ્યુઝીઅમ તેમ જીવતા જાનવરોનું સંગ્રહસ્થાન સારા પ્રમાણમાં કરવામાં આવ્યું છે. વલી રેજ સાંજરે રાજા તરફથી બેન્ડ વગાડવામાં આવે છે. બીજું કલ્લે પણ અત્રે જોવા જેવો છે. શહેરની ફરતો કોટ બાંધવામાં આવ્યા છે, તેમ ઠેરઠેર નળ પણ મુકવામાં આવ્યા છે.
બીકાનેર
સ્ટેશન સાધારણ મહયું છે. ગાડી ફકત એક આવ જા કરે છે. સ્ટેશન ઉપર કેરામાલ ઉપર જગાત લેવામાં આવે છે. ધર્મશાળા શેઠ મોતીલાલની સ્ટેશનની સામે છે. જેમાં ચારસો માણસો સમાઈ શકે છે. દરેક હિંદુઓને વાસ્તુ છે. બીજી શ્વેતાંબરી ધર્મશાળા શહેરમાં કચરાના મહલ્લામાં રાય બહાદર મહેતા મહેરચંદની છે, જેમાં લગભગ ૫૦ માણસો સમાઈ શકે છે. સ્ટેશનથી શહેર એક માઇલ છેટું થાય છે. અત્રે દહેરાસર બધા મલી નાના મોટા સાથે ૩૫ ગણાય છે. તેમાં મહેતાં શીખરબંધી આઠ દહેરાસરો છે. બધા દહેરાસરો શહેરમાં નજદીક નજદીકમાં છે. તેમાં કોચરા મેહલ્લામાં પાંચ દહેરાસર તથા નાઈટાની ગલીમાં ચાર દહેરાસર તથા દેધાણી મેહલ્લામાં એક દહેરાસર અને કુંભારાના ચેકમાં ભાંડાસરજીનું કુંથુનાથજીનું દહેરાસર જરા મોટું છે. અને છેટું પણ છે. પરંતુ પુરાણું દહેરાસર ગણાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org