________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. ૩૩ સ્ટેશન આવે છે, અને જંકશન બખતીઆરપુરનું ગણાય છે, અને ત્યાંથી ચેથું સ્ટેશન પટને આવે છે, ભાડું રૂ. ૧-૧-૦ થાય છે.
પટના.
પટને ” ના ત્રણ સ્ટેશન છે. પટનાસીટી, ગુલઝારબાગ, અને પટના જંકશન (બાંકીપુર). ધર્મશાળા પટના સીટીથી થોડે છેટે લગભગ ૧૦૦ કદમ દુર ગોડાઉનની પાસે સડકની નીચેના ભાગમાં “ જાદરામ મારવાડી ” ની છે, જેમાં લગભગ ૧૦૦ માણસો સમાઈ શકે છે. બહારના ભાગમાં કુવે છે. સીધુ સામાન ડે છે. બજારમાંથી લાવવું પડે છે. શહેર ત્યાંથી જ શરૂ થાય છે, પરંતુ બજાર લગભગ સ્ટેશનથી એક માઈલ થાય છે. વલી બજારમાં “અનંતલાલ અગરવાલા” ની પણ એક મોટી લગભગ ૪૦૦ માણસો સમાઈ શકે એવી ધર્મશાળા છે. “ ગુલઝારબાગ સ્ટેશન ઉપર એકદમ ટેશનની નજદીક દરેક બાબતની સેઇવાલી ૫૦૦ માણસો સમાઈ શકે એવી “ કિશોરીલાલ ચેધરી ” ની ધર્મશાળા છે. વચમાં એક કુંડ છે, અને તેની બાજુમાં દેદીપ્યમાન બંગલે છે, જેની ફરતે બગીચે છે. પાણીના નળે પાયખાના વગેરે દરેક બાબતની જોગવાઈ ઘણી સારી છે. બહાર બાજુમાં જ શાકભાજીની મારકેટ છે, જેમાં સીધુ વગેરે બધું મળે છે. સ્ટેશન ઉપર ગાડી લગભગ પાંચ મીનીટ ઉભી રહે છે, પરંતુ જાત્રાળુઓને બને ત્યાં સુધી ગુલઝરબાગજ ઉતરવું. દહેરાસરની વિગતઃ
(૧) પટના સીટીમાં લગભગ સ્ટેશનથી એક માઈલ છેટે બારેકી ગલીમાં ચંદ્રપ્રભુનું દહેરાસર છે. જ્યાં આગળ ન્હાવાની સંઈ પણ રાખી છે. ફક્ત પુજાના કપડાં નથી. (૨) ધર્મશાળાથી થોડે છેટે રેલની પેલી બાજુ દાદા વાડીમાં એક શિખરબંધી નાનું દહેઠાસર છે, જેમાં દાદાજીના પગલાં છે. - સીટીની મારવાડીની ધર્મશાળાથી “ગુલજાર બાગ” નું દહેરાસર લગભગ બે માઈલ થાય છે. એટલે ગુજરબાગ સ્ટેશનની નજદીકજ છે. ટમટમ મલે છે. વીગતઃ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org