________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. (૧) રેલની આ બાજુએ એટલે સ્ટેશન તરફ એક દીગમ્બરનું દહેરાસર છે. (૨) રેલની સામેની બાજુએ એક દહેરાસર છે જેમાં થુલીભદ્રજી તથા સુદર્શન શેઠના ચણે છે અહીંઆ કહેવાય છે કે કોઈ ગુન્હાને લીધે સુદર્શન શેઠને સુડીએ ચડાવવામાં આવ્યા હતા, પરંતુ નવકારમંત્રના પરિબળે, સુડી સિંહાસનના રૂપમાં ફેરવાઈ ગઈ હતી. વલી અહીં સુદર્શન શેડે વેશ્યાના ઘરમાં ચોમાસુ કર્યું હતું. દહેરાસર નાનું છે, પરંતુ દેખાવ એક સિંહાસન જેવો છે. વલી બાજુમાં એક તળાવ છે, જેના ઉપર એટલી બધી સેવાળ ચઢી ગઈ છે કે પાણી બીલકુલ દેખાતું નથી. પટના શહેર અસલ પાટલીપુરના નામથી મશહુર હતુ. અને કહેવાય છે કે, જે વખતે રાજ્ય કર્તા અશોક રાજા હતા, તે વખતે શહેરનો ઘેરાવો બાર કાશનો હતો, હાલમાં પણ વસ્તીનું પ્રમાણ વધારે છે, પરંતુ મકાન જુની ઢબના અને ખડી એર થઇ ગએલા છે. રસ્તાઓ ઘણી જગ્યાએ પત્થરના બાંધેલા છે.
તા. ૨૪-૧-૨૧ ને દીવસે અમારામાંથી ૧ર જણ “ ગયાજી” ગયા. ગયાજી જવાને માટે પટના જંકશન (બાંકીપુરી) બ્રેડગેજ બ્રાંચ નીકલી છે, તે ઠેઠ ગયાજી સુધી જાય છે. બાંકીપુરથી ગયાજીનું ભાડું રૂા. ૦-૧૫-૦ થાય છે.
ગયા છે. સ્ટેશન મોટું છે અને મેન લાઈનનું જંકશન હોવાથી રીફ્રેશમેન્ટ વિગેરે દરેક રીતનું સ્ટેશન ઉપર સાધન છે. ધર્મશાળા સ્ટેશનની નજદીકજ છે. જેમાં લગભગ એક હજાર ઉપર માણશે સમાઈ શકે છે, પણ પબ્લીક છે. શહેર મોટું અને છેલ્લે હોવાથી, મ્યુનીસીપાલીટીનું કામ ઘણું સારું રહે છે. નળે વીગેરે ઠેરઠેર પબ્લીક રસ્તાઓ ઉપર પણ છે, તેમ આખા શહેરની નીચેના ભાગમાં ગટર રાખી છે. મકાન મેટા અને દરેક મકાનોની બાંધણી એવી રાખવામાં આવી છે, કે દરેક ઘરમાંથી શહેરને નાકે નીકલી શકાય છે. જેમ ગલીઓના રસ્તા પત્થરથી ચણી લેવામાં આવ્યાં છે. વસ્તી ઘણે ભાગે પંડીઆઓની છે. શહેર “ ફલગુન ગંગા નદીને કિનારે આવેલું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org