________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ધર્મશાળા બે છે. જુની ધર્મશાળામાં લગભગ ૨૦૦ માણસો સમાઈ શકે એટલી જગ્યા છે, તેમ મધ્યમાં એક કુવે છે. જેમાંથી એક નાની કેલીમાં પાણી એકઠું કરી લે છે. અને કેડીએ નળ મુકવામાં આવ્યા છે. બાજુમાં બીજી એક નવી ધર્મશાળા બાંધવામાં આવી છે, જેમાં પણ લગભગ ૧૫ થી ૨૦૦ માણસો સમાઇ શકે છે. મુનીમની ઓફીસ પણ એજ ધર્મશાળામાં છે, વાસણ બીછાના વિગેરે પણ સારા પ્રમાણમાં રહે છે. ધોબી પણ આવે છે. ધર્મશાળાની બાજુમાંજ “ગામ મંદીર” છે. જેની વિગતઃ" દહેરાસર એક છે, મૂળનાયકજીની પ્રતિમા શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે, એક બાજુએ એક નાની દહેરીમાં દાદાજીના પગલાં છે, અને બીજી બાજુમાં દીગમ્બરને ગભારે છે. સામેના ભાગમાં બીજા ગભારામાં મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા છે. ઉપરના ભાગમાં શિખરજીની અંદર ગભારામાં રાખવદેવ ભગવાન છે અને બાજુમાં દીગમ્બરનું દહેરાસર છે.
અત્રેથી પાંચ પહાડ ચઢવાને વાસ્તે બે માઈલ જવું પડે છે. રસ્તા ભુલભુલામણને છે, માટે સાથે માણસ લે, જેને વાસ્તે કારખાના તરફથી સવડ કરી આપવામાં આવે છે, ડેલી મલે છે. જેના રૂા. ૩-૭-૦ લે છે. પહાડનું વર્ણન
(૧) વિમલાચલ. આ પહાડને ચઢાવ સુગમ છે. એક કેસ એટલે બે માઈલને ચઢાવ અને બે માઈલને ઉતાર, રસ્તા બાંઘેલ નથી, પરંતુ પત્થરે સારી રીતે ગોઠવ્યા છે. નીચેથી ચઢતા પ્રથમ એવંતામુનિની દહેરી આવે છે, જ્યાં આગળ મહાવીર પ્રભુએ ચોમાસુ કર્યું હતું. ઠેઠ ઉપર જતા ચાર દહેરીઓ આવે છે. (૧) શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમા છે. (૨) શ્રી મહાવીર સ્વામીના પગલાં છે. (૩) શ્રીમુનિસુવ્રતસ્વામીના ચાર કલ્યાણક (ચ્યવન, જન્મ, દીક્ષા, કિંધળજ્ઞાન ) ના પગલાં છે. (૪) શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચણે છે, તથા નેમનાથ અને શાંન્તિનાથ મહારાજના પણ પઘલાં છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org