________________
२७
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, - ૩ રાય બુદ્ધિસીંગ બહાદુરનું બંધાવેલું શ્રી મહાવીર સ્વામીનું દહેરાસર છે. ઉપર શિખરની અંદર ચામુપ પ્રતિમાજી છે. દહેરાસરની ફરતે બગીચો છે.
૪ “ગામ મંદીર” નું દહેરાસર, અંદર મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાજી છે, તેમ અંદર ચારે ખુણે દહેરીઓમાં પગલાં છે, તેમ મહાવીર સ્વામીના મેક્ષ કલ્યાણકના પગલાં છે. દહેરાસર ધર્મશાળાની વચમાં બગીચામાં છે.
જાત્રાળુઓ ઘણે ભાગે અહીંની જ ધર્મશાળામાં ઉતરે છે. બધી જગ્યા પુરાયા પછી બીજી ધર્મશાળા ખેલવામાં આવે છે. વલી કારખાનું પણ અહીં જ છે, જેમાં બુદ્ધીસીંગજીના દહેરાસર શીવાય બધા દહેરાસરનો હિસાબ એ જ કારખાને રહે છે, તેમ અહીંઆના ભંડાર હસ્તક ત્રણ ગામે છે, જેની ઉપજ વાર્ષિક રૂ. ૨૫૦૦) ની આવે છે.
તા. ૧૭ને દિવસે પાવાપુરી રહી તા. ૧૮ ને દિવસે સવારે ૬ વાગે નીકલી બપોરે ૧૧ વાગે બહાર આવી પહોંચ્યા. પાવાપુરીમાં સંધ તરફથી ગરીબને અનાજ વહેંચવામાં આવ્યું હતું. શા. પદમાજી નાથાજી સરભણવાલા તરફથી ટેળી કરવામાં આવી હતી. અને શા. મંછુ ઝવેર મહુવાવાલા તરફથી પંચકલ્યાણકની પૂજા ભણાવવામાં આવી હતી.
બીહાદ (વિશાલા નગરી). પાવાપુરીથી બીહર ૮ માઈલ થાય છે, અત્રે ધર્મશાળા એક છે, જેમાં આસરે ૧૫૦ માણસે સમાઇ શકે છે. ગામ સાધારણ છે તેમ બજાર પણ છે. અસલ બહાર એક મોટું શહેર ગણાતું પણ હાલમાં ફક્ત ખંડીએરેજ જોવામાં આવે છે, વસ્તીમાં હાલ મુસલમાનોની વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. અત્રે દહેરાસરો ત્રણ છે. વીગત
૧ ધર્મશાળાની વચમાં શ્રી મહાવીર સ્વામીનું દહેરાસર છે. ઉપર શિખરજીની અંદર બે ગભારા છે. એક ગભારામાં વિમલનાથ તથા બીજામાં શ્રીશાન્તિનાથની પ્રતિમાજી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org