________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, આવ્યા છે. અંદર ઠેરઠેર રસ્તાઓ નળ ઉપરાંત, સીંહ, વાઘ, હરણ, વાંદરા, વિગેરે જીવતા જાનવરોનું સંગ્રહસ્થાન છે. વલી અહી આ આગલ કાપડની માલ પણ જોવા લાયક છે, શહેરની અંદર “મેટર પલાઈ કુ. ” તરફથી ત્રણ મેટરે રાખવામાં આવી છે, જેની અંદર દરેક જગ્યાએ જઈ શકાય છે. મેટામાં મોટી મેટર લેરી ૪૦ પેસેન્જર લઈ ફરે છે.
તા. ૧૪–૧૨–૨૦ ને દિવસ પહેરમાં કરી હરી તા. ૧૫ ને દીવસે મધુપુર ( ગીદીડી ) જવાને વાતે સાંજે ૬ વાગ્યાની ગાડીએ નીકલ્યા. અખંડ બે દીવસની મુસાફરી કરી તા. ૧૭ મીની રાત્રે મધુપુર થઈ ગીરીડી ૮ વાગ્યે આવી પહેંચ્યા. ગાડીઓ ચાર જગ્યાએ બદલવી પડે છે; નાગપુરથી ચકરધરપુર, અને ત્યાંથી આસનસોલ જંકશન, અને અહીંઆથી મધુપુર થઈ ગીરડી. દરેક જગ્યાએ કલાક દેઢ કલાકને આંતરે તુરત ગાડીઓ મલે છે. ગીરદી સખત થાય છે, પણ ગાડીઓ દરેક જંકશનેથીજ ઉપડતી હોવાથી અગાઉથી સવડ કરવી પડતી હતી. ચકરધરપુરથી આસાનલ જંકશન સુધીમાં વચમાં “ નરેલીઆ ” કરી સ્ટેશન આવે છે, જ્યાં આગલ લોખંડના હથીઆરે ઘણું સારા મલે છે. નાગપુરથી ચકરારપુર થઈ જતાં વચમાં “ રાયપુર” આવે છે, હો ત્યાં ઉતર્યા ન હતાં.
રાયપુર.
નાગપુરથી રાયપુર ૧૮૮ માઈલ છે. અત્રેથીજ “બેંગાલ નાગપુર ” રેલવેની લાઈન શરૂ થાય છે. ધર્મશાળા સ્ટેશનની સામે છે, અને સરકારી છે, જેમાં ૫૦૦ માણસો સમાય એવી સવડ છે. સ્ટેશનથી ગામ બે માઈલ છે, અને ત્યાં ત્રણ દહેરાસર છે જેની વિગતઃ–
(૧) દાદાવાડીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર છે, જેડે મટી ધર્મશાળા છે. (૨) સદર બજારમાં શ્રી રીખવવસ્વામીનું મોટું દહેરાસર છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org