________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. બાજુમાં શ્રી ચંદ્રપ્રભુને અને શ્રી શાંતીનાથને એમ મળી બે ગભારા છે. (૩) સદર બજારમાં શ્રી ચંદ્રપ્રભુનું દહેરાસર છે. અહીં આથી ગીરીડી જવાને વાસ્તે આસનસોલથી ઈસ્ટ ઈન્ડીઆ ગાડી બદલવી પડે છે,
ગીરીડી.
ધર્મશાળા (શ્વેતામ્બર ) સ્ટેશનની સામે જ ત્રણ મીનીટ જેટલે રસ્તે છે જેમાં લગભગ ૫૦૦ માણસે સમાઈ શકે છે કારખાનું અંદરજ છે; વાસણ બીછાના વગેરેની સોઈ ઘણી સારી છે, અને ધર્મશાળામાં એરડાઓ છે. શહેર સાધારણ છે, જે સામાન શહેરમાં મળી આવે છે. દુકાને છુટક છુટક છે; એક જગ્યાએ બજારના રૂપમાં નથી. દર સ્વીવારે મેળો ભરાય છે. જેમાં ખાંડના હથીઆર વગેરે સામાન સારે મળે છે. વલી અહીંથી
ડે છે. કેયલાની ખાણે છે, હરડે પણ અહીં સારી ઉત્તમ મળે છે. ધર્મશાળાની બાજુમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર છે. અહીંઆથી મધુબન ( રાખરજી ) જવા માટે ગાડાઓ તથા હાલમાં મેટર પણ મલે છે, જેની સવડ કારખાનાવાલા તરફથી કરી આપવામાં આવે છે. મેટરનું ભાડું પ્રત્યેક માણસ દીઠ રૂા. ૨-૦-૦ નું ફીકસ છે.
હમોએ તા. ૧૮-૧૨-૨૦ ને દીવસે ઉધડ મેટર ભાડે કરી તા. ૧૮મી ની સાંજ સુધી મધુવનમાં આવી પહોંચ્યા.
મધુબન
અહીંઆ ધર્મશાળા ત્રણ છે. ગીરીડીથી આવતાં પહેલાં તેરાપંથી દિગઅરની, વચમાં શ્વેતામ્બરની, અને પછીથી ઉપલે ભાગે વિશાપથી. દિગમ્બરમાં બે ભાગ રાખવામાં આવ્યા છે, જેઓ કેસર, ફૂલની પૂજા કરે તે વિશાપથી અને જેઓ ફકત નૈવેધ પૂજા કરે છે તે તેરાપંથી દિગમ્બર કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org