________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા.
૧૯ અંદર “બાબુ બહાદુરસીંગજી ” ની માતૃભુમી એજ છે, અને એવણ સાહેબનું રહેઠાણ પણ અહીંયાજ છે. ખરેખર એ ભૂમીને ખર ધન્યવાદ ઘટે છે. બાબુ બહાદુરસીંગજી ગંગા નદીને સામે કીનારે “બાહુચર” (જીગંજ) માં રહે છે. બંગલે ઘણો સારો અને કીંમતી ફર્નીચરેથી શણગારેલો છે. વલી બગીચે પણ જોવા જેવે છે. તેમ “ બાબુજી ” ને દર્શનનો પણ લાભ લઈ શકાય છે.
મહેમાપુર. મહેમાપુર, અજીમગજથી ત્રણ માઈલ છેટે ગંગા નદીને કિનારે આવેલું છે; પગ રસ્તે બાલેચર થઈ જઈ શકાય છે તેમ અજીમગંજથી હુંડીમાં પણ જઈ શકાથ છે. દહેરાસર એક છે. વીગતઃ–મેટા કંપાઉન્ડની અંદર જગત શેઠનું બંધાવેલું ચિંતામણી પાર્શ્વનાથનું છે. મુળનાયકજીની પ્રતિમા તેમ ગર્ભ દ્વારની બોર્ડરે, થંભા, અને મંડપની આજુબાજુની ભીતિ કટીના પત્થરની કરવામાં આવી છે. વલી અને એક રત્નની પણ પ્રતિમાજી છે. પાછળ દાદાજીના પગલાં છે. બગીચામાં એક બંગલે પણ છે.
કટગેલા. અજીમગંજથી મહેમાપુર જઈ પાછા વળતી વખતે કટગેલા નામનું ન્હાનું ગામ આવે છે, ત્યાં પણ એક શીખરબંધી દહેરાસર છે જેની વિગત બાબુ ધર્મપતીનું બંધાવેલું, ઝાડે ફુવારા વગેરેથી ભરપૂર એવા એક બગીચામાં, આદેશ્વર ભગવાનનું દહેરાસર છે. અંદર ત્રણ રત્નની પ્રતિમાજી ઉપરાંત એક પાનાની પણ પ્રતિમા છે. વળી અંદરનું કોતરકામ ઘણું સારું કરવામાં આવ્યું છે.
બોલચર (જીઆગંજ ) કેટલાથી પાછુ તેજ નાવમા “ બોલેચર ” આવવું. ઇસ્ટર્ન બેંગલ રેલ્વેમાં, અહીંઆથી બે માઈલ આગજનું સ્ટેશન લાગે છે. બજાર પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org