________________
શ્રી તી વ ન ભક્તિમાળા.
૨૩
જગ્યા લે છે. સ્ટેશનથી પાંચ મીનીટ જેટલા રસ્તા છે. લખેસરાઈથી પાસેનું સ્ટેશન કયુલ મ્હાટું જંકશન છે. અને ધર્મશાળા પણ છે. અહીંથી અડધા આનાની ટીકીટ થાય છે અને વચમાં ફક્ત કીચુલનદીજ આવે છે. ધણાખરા જાત્રીએ ત્યાંથી પણ પચતીર્થ કરી શકે છે. અહીંઆ ગાડાએ પણ કીયુલથી જ આવે છે. અહીં સીધુ સામાન તેમ દૂધ વીગેરેની સવડ જોઇએ તેવી મલી શકતી નથી. અને મલે છે તે છેટું જવું પડે છે. અત્રેથી પંચતીર્થી કરનાર જાત્રીએએ કયુલ ઉતરી જવું એવી અમારી ભલામણ છે. તા. ૧૦ ને દીવસ અત્રે રહી તા. ૧૧ ને દીવસે ગાડાએ ભાડે કરી સવારમાં નીકલી કાકડી બપોરે બે વાગ્યે આવી પહોંચ્યા. અહીં ગાડાઓના બળદ સારા હેાતા નથી.
કાકડી.
લખેસરથી ૧૨ માઇલ થાય છે, સીધુ સામાન મળતુ નથી. ગાડાએ લગભગ સાત કલાકમાં જઇ શકે છે. ધર્મશાળામાં આસરે ૧૫૦ માણસા સમાઈ શકે છે. ગાડાએ છેક ધર્મશાળા સુધી જઇ શકતા નથી. ત્યાંથી પાંચ સાત ખેતરવા છેટે રહે છે, કારણકે વચમાં ખેતરે આવ્યાં છે. ધર્મશાળાની મધ્યમાં શ્રીસુવિધિનાથનુ દહેરાસર છે, તથા શ્રીસુવિધિનાથનાં ચાર કલ્યાણુક ચવન, જન્મ, દીક્ષા, અને કેવળજ્ઞાનનાં પગલાં છે. અહીંના દહેરાસરને વહીવટ લવાડકાર ખાતે ચાલે છે.
લવાડ અહીંથી ૨૦ માઈલ થાય છે. લખેસરાઇથી નીકલતી વખતે જાત્રાળુઓએ બેથી ત્રણ દીવસ્રનું સીધુ સામાન સાથે લેવુ. કાકદીથી લછવાડ જતા વચમાં જબુગામ કરીને ગામ આવે છે, ત્યાં આગળ નાનુ સરખું બજાર છે.
લઠવાડ,
ગામ નાનુ છે અને બહુઆ નદીને કીનારે આવેલુ છે. ધર્મશાળા એકદમ નદીને કીનારે છે તેમ અદરશ્રીમહાવીર સ્વામીનું દહેરાસર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org