________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, શિરપુરજીમાં શ્વેતામ્બર તેમ દિગમ્બરે વાસ્તે ફક્ત એકજ પણ જબરી ધર્મશાળા છે. વાસણ બીછાના વિગેરે ઘણું સારા પ્રમાણમાં રહે છે. પાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર ધર્મશાલાની બાજુમાં જ આવેલું છે. જેની અંદર ભગવાનની પ્રતિમાજી અંતરીક્ષ છે; ફકત જમણા ઢીંચણને અડધા ઈંચ જેટલો ભાગ જમીને અડે છે, અને પાછળ પીઠ આગળ એટલેજ ભાગ ભીતે અડેલો છે, પરંતુ તેને વાસ્તે લોકવાયકા એવી છે કે ભગવાન ઉપરના ફણીધર ઍટાડવા વાસ્તે લેપ મારવામાં આવ્યો છે તે ભીતે લાગે છે. વલી એને વાસ્તે એવું કહેવાય છે કે “ પ્રથમ એ મુર્તિની નીચેના ભાગમાંથી એક ઘોડેસ્વાર ભાલા સાથે પસાર થતો હતો. દહેરાસરજીની અંદર જવા માટે બારણું નથી, પરંતુ એક નાની બારી છે. ભગવાન ભૈયરાની અંદર બીરાજમાન છે. દહેરાસરની અંદર પેસતાં, પ્રથમ તામ્બરની ઓફીસ, બાજુમાં દિગમ્બરની ઓફીસ, અને સામે નાની બારી ઓળંગી સાંકડી સીડીથી ઉતરી ભોંયરાના ગર્ભધારમાં જઈ શકાય છે.
અહીંઆ ભગવાનની પખાલપુજા વાસ્તે ત્રણ ત્રણ કલાકના વારા કરવામાં આવ્યા છે; એટલે એક દીવસ સવારે ૬ વાગ્યાથી ૮ સુધી દિગમ્બર અને ૮ થી ૧૨ સુધી શ્વેતામ્બર, બીજે દિવસે પ્રથમ ૬ થી ૮ શ્વેતામ્બર તો ૮થી ૧૨ દીગમ્બર એમ છેક સાંજ સુધી ત્રણ ત્રણ કલાકે દર્શન પૂજાનો લાભ લઈ શકાય છે. દિગમ્બરની પૂજા વખતે ચક્ષુઓ કાઢી નાંખવામાં આવે છે; કેડેથી કંદરે પ્રથમથી કાઢી નાંખવામાં આવ્યો છે. વળી તે ઉપરાંત નવાઇની બાબત એ છે કે શ્વેતામ્બર અને દિગમ્બર વચ્ચે ધર્મ સંબંધી
મડે ચાલે છે; કેસ કેરટે ચઢયાને બાર વરસ થઈ ગયા અને હજી કેટલો ટાઈમ જાય તેમ કેટલા પૈસાની ખરાબી થાય તે કહી શકાય નહીં. ગામની અંદર દુકાનો તેમ સીધુ સામાન સારી રીતે મળી શકે છે. વસતી માં પ૦). ઘરે દીગમ્બરના, ઘેડા શ્વેતામ્બરના અને બાકીની અવર ન્યાત વસે છે. ગામને નાકે એક નાનો સરખો બગીચ છે જેમાં પાર્શ્વનાથ ભગવાનના ચણેનું એક દહેરાસરજી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org