Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા []અભિનિવેશકઃ- અભિનિવેશ એટલે કદાગ્રહ. યથાવસ્થિત તત્વોને જાણવા છતાં અહંકાર આદિના કારણે અસત્ય સિધ્ધાંતને પકડી રાખનાર જીવની તત્વો પ્રત્યે અશ્રધ્ધા એ અભિનિવેશિક મિથ્યાત્વ છે. આમાં અહંકારની પ્રધાનતા છે. અસત્ય સિધ્ધાંત વિશેના કદાગ્રહ મુખ્ય કારણ અહંકાર હોય છે [૪]સાંશયિકઃ-સુદેવ, ગુરુ અને સુધર્મના વિષયમાં કંઈ પણ સંશય હોવોએ સાંશયિક મિથ્યાત્વ છે. અહીં અવિશ્વાસ એ મુખ્ય કારણ છે. [૫]અનાભોગિક - અનાભોગ એટલે અજ્ઞાનતા,અજ્ઞાનતા ના યોગે તત્વો પ્રત્યે અશ્રધ્ધા તે અનાભોગિક મિથ્યાત્વ છે. અહીં સમજણ શકિત નો અભાવ એ મુખ્ય કારણ છે આમિથ્યાત્વ એકેન્દ્રિય આદિને તથા કોઈ એક વિષયમાં અનાભોગના કારણે વિપરીત શ્રધ્ધા ધરાવનારને હોય છે. અનાભોગને કારણે વિપરીત શ્રધ્ધા ધરાવનારને જો કોઈ સમજાવતો તે પોતાની ભૂલ સુધારી લે છે કારણ કે તે આગ્રહ રહિત હોય છે મિથ્યાદર્શન કેઅશ્રધ્ધાનાપૂબેઅર્થોકલ્યા છે(૧)વિપરિત શ્રધ્ધા અને(૨) શ્રધ્ધાનો અભાવ ઉકત પાંચ માંથી પ્રથમના ત્રણ મિથ્યાત્વમાં વિપરીત શ્રધ્ધાન રૂપ મિથ્યાત્વ છે. ચોથામાં વિપરીત શ્રધ્ધાન તથા શ્રધ્ધાનો અભાવ એ બંને મિશ્ર છે જયારે પાંચમાં શ્રધ્ધાના અભાવ રૂપ મિથ્યાત્વ હોય છે. * અવિરતિઃ-૧-નિવૃત્તિ - પાપનો વિરતિપરિણામ-સમાવ: -૨ અવિરતિ એટલે દોષોથી ન વિરમવું તે. -૩ કર્મો રોકવા માટેનો અપ્રયાસ તે અવિરતિ. ઈચ્છાપૂર્વક ત્યાગનો અભાવ, અથવા પચ્ચક્કાણ પૂર્વક પાપથી વિરમવાની પ્રવૃત્તિ નો અભાવ તેને અવિરતિ કહે છે. અહીં જીવ પાપકર્મ આચરે કે ન આચરે પણ તેના ત્યાગ-કે વ્રત રૂપે વિરમણના અભાવે અવિરતિ જન્ય કર્મબંધ ચાલુ જ રહે છે. -૪ પૂર્વે ગ.૭-ગ્ન માંકહ્યા મુજબ “હિંસકૃતસ્તેયાબ્રહ્મપરિપ્રો વિતત્રંત'' આ સૂત્રમાં કહેવાએલ વિતિ કરતા વિપરિત તે વાત તે છે. - વિસ્તારથી કહીએતો –હિંસા,જૂઠ,ચોરી,અબ્રહ્મ અને પરિગ્રહ થી મન-વચનકાયા પૂર્વક કરવા -કરાવવા કે અનુમોદવા થકી અટકવું તે વિરતિ અને તેથી વિપરીત તે અવિરતિ અર્થાત હિંસા આદિને વિશે પ્રવૃત્તિ કે અસંયમ -પ-હિંસા આદિ પાપોથી અનિવૃત્તિ અથવા હિંસાદિ પાંચે દોષોને વિશે પ્રવૃત્તિ તેને અવિરતિ કહી છે. તેમાં યથોકત વિરતિ નો અભાવ વર્તે છે. -શ્રી સ્થાનાગસૂત્રમાંસૂત્ર૪૨૩માં જણાવ્યા મુજબ પાંચ કારણે જીવો કર્મજ એકઠી કરે છે પ્રાણાતિપાત-હિંસા મૃષાવાદ-અસત્ય,અદત્તાદાન-ચોરી,મૈથુન, પરિગ્રહ જ પ્રમાદઃ-१- प्रमादः तु मोक्षमार्गशैथिल्यम् इन्द्रियदोषात् प्रमादः -ર-પ્રમાદ એટલે આત્મ વિસ્મરણ અર્થાત કુશળ કાર્યોમાં આદર ન રાખવો. કર્તવ્યFor Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 154