Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 8
________________ અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧ રહેવામાં આવે છે. ત્યારે વિચારદશા હોવાછતાં અતત્વના પક્ષપાતને લીધે એ દૃષ્ટિ મિથ્યાદર્શન કહેવાય છે. આ મિથ્યાદર્શન ઉપદેશજન્ય હોવાથી શાસ્ત્રીય પરિભાષામાં તેને અભિગૃહીત મિથ્યાત્વ કહે છે -જયારે વિચારદશા જાગી ન હોય, ત્યારે અનાદિકાલીન આવરણના ભારને લીધે માત્ર મૂઢતા હોય છે. તે વખતે જેમ તત્વનું શ્રધ્ધાન નથી તેમ અતત્વનું પણ શ્રધ્ધાન નથી. એ વખતે મૂઢતા હોવાથી તત્વનું અશ્રધ્ધાન હોય છે. તે નૈસર્ગિક ઉપદેશ નિરપેક્ષ હોવાથી અનભિગૃહીત કહેવાય છે. -દ્રષ્ટિ કે પંથના ઐકાંતિક બધા જ કદાગ્રહો અભિગૃહીત મિથ્યાદર્શન છે તે મનુષ્ય જેવી વિકસિત જાતિમાં હોઇ શકે છે -અનભિગૃહીત મિથ્યાદર્શન કીટ, પતંગ આદિ જેવી મૂર્છિત ચૈતન્યવાળી જાતિઓમાં સભવે છે. -૩- મોક્ષ,મોક્ષમાર્ગ,મોક્ષનાસાધક,મોક્ષમાર્ગના સાધનો વગેરે તરફ અસદ્ભાવ, વિરોધ,દુર્ભાવ,તેનું ઓછું વત્તુ અજ્ઞાન વગેરે મિથ્યાદર્શન છે -૪- મિથ્યા એટલે ખોટું અથવા અયથાર્થ દર્શન એટલે દ્રષ્ટિ અથવા ઉપલબ્ધિ અથવા સમ્યગ્દર્શન થી વિપરીત તે મિથ્યાદર્શન પૂર્વે અમૂ. ૨-તત્ત્વાર્થશ્રદ્ધાનં સમ્યદર્શનમ્ માં સમ્યગ્દર્શનની વ્યાખ્યા થયેલી છે. તેનાથી ઉલટું -એટલે કે તત્વ ને વિશે અશ્રધ્ધા અથવા અતત્વ ને વિશે શ્રધ્ધા તે મિથ્યાદર્શન આ મિથ્યાદર્શનના સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકારે બે ભેદ કહ્યા અનભિગૃહીત અભિગૃહીત × અભિગૃહીતઃ- ૩૬૩ કુવાદિ કે મિથ્યાદ્રષ્ટિઓ પાસેથી અતત્વ ઉપદેશ સાંભળીને જે અસમ્યગ્દર્શનનું ગ્રહણ થાય છે, તેને અભિગૃહીત મિથ્યાત્વ અર્થાત્ બીજાનો ઉપદેશ સાંભળી અને ગ્રહણ કરવાથી જે અતત્વનુ શ્રધ્ધાન થાય છે તેને અભિગૃહીત મિથ્યાદર્શન કહ્યું છે TM અનભિગૃહીતઃ-જેપરોપદેશથી પ્રાપ્ત થતું નથી અથવા જે અનાદિકાળથી જીવોને લાગેલું છે એવું તત્વાર્થ-અશ્રધ્ધાન તે અનભિગૃહીત મિથ્યાત્વ છે. -૫- મિથ્યાદર્શન,મિથ્યાત્વ, અશ્રધ્ધા વગેરે શબ્દો એકાર્થક છે તેના ગ્રન્થાન્તર થી પાંચભેદોપણ વ્યવહારમાં પ્રસિધ્ધ છે. [૧]આભિગ્રાહિકઃ- અભિગ્રહ એટલે પકડ, વિપરીત સમજણ થી અતાત્વિક બૌધ્ધ આદિ કોઇ એક દર્શન ઉપર આ જ સત્ય છે એવા અભિગ્રહથી-પકડથી યુકત જીવની તત્વો પ્રત્યે અશ્રધ્ધા તે આભિગ્રાહિક મિથ્યાત્વ. આમાં વિપરીત સમજણ તથા અભિગ્રહ- પકડ મુખ્ય ભાગ ભજવે છે. [૨]અનાભિગ્રાહિકઃ-અનાભિગ્રાહિક એટલે અભિગ્રહ અર્થાત્ પકડથી રહિત. અમુક જ દર્શન સત્ય છે તેવીપકડનેબદલે સર્વ દર્શનો સત્ય છે, એમ સર્વદર્શનો ઉપર શ્રધ્ધા રાખનાર જીવની તત્વો પ્રત્યે અશ્રધ્ધા તે અનાભિગ્રાહિક મિથ્યાત્વ. આમાં યથાર્થ સમજણનો અભાવ તથા સરળતા મુખ્ય કારણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 154