Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 7
________________ આમુખ ગુજરાતના એક નવલહિયા સંશોધક ભાઈશ્રી પાર્શ્વને હાથે કુંવરદાસ–સુંદરદાસ” અને “કુરપાલ–સોનપાલ” નામના બે ભાઈઓના વિષયમાં અત્યાર સુધીમાં હાથ લાગેલાં સાધનની એક નાની પુસ્તિકા અહીં રજૂ થાય છે. આ નાની પુસ્તિકાને લેખકે ૧. “કુંવરદાસ અને સુંદરદાસઃ રાજકીય તવારીખમાં” (પૃ. ૧૭થી); ૨. “કુરપાલ અને સોનપાલઃ જૈન સાહિત્યમાં” (પૃ. ૩૭ થી ); ૩. “કુરપાલ અને સેનપાલ એ જ કુંવરદાસ અને સુંદરદાસ હતા? ( પૃ પર થી ૬૪) એવાં ત્રણ શીર્ષકો નીચે વિભક્ત કરી પ્રથમના પ્રકરણમાં “જહાંગીરનામાને કેન્દ્રમાં રાખી બીજાં સાધનોની મદદથી અકબરના સમયથી લઈ શાહજહાંના બળવા સુધીમાં કુંવરદાસ અને સુંદરદાસે ઉચ્ચ કક્ષાના યોદ્ધાઓ અને મુત્સદ્દીઓ તરીકે જહાંગીરને ભારતવર્ષમાં ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમના મુલકમાં વિજય પ્રાપ્ત કરી સમ્રાટ બનાવવામાં જે તેજસ્વી ભાગ ભજવ્યો હતો તેનું સંક્ષિપ્ત છતાં સપ્રમાણ આલેખન કર્યું છે. એ યુગના ઉચ્ચ કક્ષાના મુગલ સિપાહસાલેહોની હરોળમાં ઊભા રહીને બંને ભાઈઓએ જે બુદ્ધિ અને શક્તિ બતાવી હતી તેનો આમાં ખ્યાલ મળે છે શાહજહાંએ કરેલા બળવાની નિષ્ફળતા સું દરદાસના અવસાનને કારણે થઈ એ સુંદરદાસની વીર યોદ્ધા અને મુત્સદ્દી તરીકેની કારકિર્દીને દીપાવી આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68