Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 11
________________ ૮ ] પ્રાકથન મોગલ તવારીખના ઉ૯લેખો અને જૈન પ્રમાણેને આધારે મેં આ આખા વિષયને અનુક્રમે ઉપસાવ્યો છે, અને એટલે તેની તુલનાત્મક સમીક્ષા કરીને તેમાંથી નીકળતું તારતમ્ય તટસ્થતાથી રજૂ કર્યું છે. કઈ સીધું પ્રમાણ સાંપડતું નથી, પરંતુ બન્ને વર્ણનના રસપ્રદ સામ્યને આધારે માત્ર સંભાવના કરી શકાય છે. કુંવરદાસ અને કંરપાલ તથા સુંદરદાસ અને સેનપાલનને અનુક્રમે અભિન્નતા સિદ્ધ કરતા પહેલાં વિશેષ સબળ પ્રમાણોની આવશ્યકતા તે રહે જ છે. આ પ્રશ્ન છેટલાં પચાસ વર્ષોથી ઐતિહાસિક કેયડા રૂપે લટકતો રહ્યો છે. તે કેમ ઉદ્ભવ્ય, કેમ ચર્ચા ઈત્યાદિ વિશે જાણવું પણ એટલું જ રસપ્રદ છે. આજથી બરાબર પચાસ વર્ષ પહેલાં આગરાના જિનાલયની પથ્થરોથી ભરેલી ઓરડીમાંથી પથ્થરે બહાર કાઢતાં તેમાંથી એક વિસ્તૃત શિલા-પ્રશસ્તિ નીકળી આવી. પં. સુખલાલજી દ્વારા તેની સૌ પ્રથમ માહિતી મળતાં છે. બનારસીદાસ જૈન તે જોવા ગયેલા, પરંતુ સંજોગવશાત્ તેની પ્રતિલિપિ કરી શક્યા નહોતા. પાશ્મ ળિથી પૂરણચંદ્રજી નાહર દ્વારા પ્રતિલિપિ પ્રાપ્ત થતાં તે આધારે છે બનારસીદાસે “કુરપાલ–સોનપાલ પ્રશસ્તિ ” નામક એક અભ્યસનીય લેખ “જૈન સાહિત્ય સંશોધક” (ખંડ ૨, અંક ૧) માં રજૂ કરીને તેનાં જ્ઞાતવ્યો ઉપર ઘણે ઉહાપોહ કર્યો. એ પ્રશસ્તિમાં કુરપાલ સોનપાલને જહાંગીરના “અમાત્યો' કહ્યા હોવાથી તેઓ જહાંગીરના રાજ્ય સંબંધી ફારસી ગ્રંથે જોઈ ગયા, પરંતુ તેમનાં નામ ઉપલબ્ધ થયા નહિ. આથી લેખના અંતિમ વક્તવ્યમાં તેમણે કુરપાલ સેનપાલ કે તેમના પિતા ઋષભદાસનાં નામ તત્કાલીન ઇતિહાસમાંથી શોધી કાઢવાનું સૂચન કરેલું. એ પછી થોડા દિવસ બાદ ગુજરાતના સમર્થ ઇતિહાસવિદ્દ રત્નમણિરાવ ભીમરાવ જોટે તેમના મિત્રો સાથે દૂધેશ્વર નદી કિનારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68