Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી 2 જૈન ગ્રંથમાળા
દાદાસાહેબ, ભાવનગર,
tetheAe-2૧eo : (કે
૩૦૦૪૮૪૬
ગૂર્જરદેશાધ્યક્ષ
રાજા વિક્રમજીત’ કોણ હતા ?
Cosu.
[ ભારતના ભાગલકાલીન ઇતિહાસને સ્પર્શતી
સંશોધનાત્મક વિચારણા ]
: આમુખ : શ્રી કે. કા. શાસ્ત્રી
: લેખક :શ્રી પાશ્વ };
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
ગૂર્જરદેશાધ્યક્ષ સુંદરદાસ “રાજા વિક્રમજીત” કોણ હતા? | ભારતના મોગલકાલીન ઇતિહાસને સ્પર્શતી
સંશોધનાત્મક વિચારણું ]
: આમુખ : શ્રી કે. કા. શાસ્ત્રી
: લેખક : શ્રી ૮ પાશ્વ ?
*
: પ્રકાશક : શ્રી આર્ય રક્ષિત પ્રાચ્ય વિદ્યા સંશાધન મંદિર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
• વિષય સૂચિ ?
یہ نہ یہ
૯ જ
(૧) અર્પણ પત્રિકા (૨) આમુખ (શ્રી કે. કા. શાસ્ત્રી કૃત) ... (૩) પ્રાકથન ... .. (૪) કુંવરદાસ અને સુંદરદાસ
-રાજકીય તવારીખમાં ... પૃ. ૧૭ (૫) કુરપાલ અને સેનપાલ
–જૈન સાહિત્યમાં . પૃ. ૩૭ (૬) કુંરપાલ અને સેનપાલ એ જ
કુંવરદાસ અને સુંદરદાસ હતા? .... પૃ. ૫૨ (૭) પ્રો. કેશવલાલ હિંમતરામ કામદારના
અભિપ્રાયને અ૫ અંશ .... જેકેટ
સંવત ૨૦૨૮ ]
કિંમત ૨. ૨)
[ સન ૧૯૭૧
: પ્રકાશક :
': મુદ્રક : શ્રી કરમશી ખેતશી ખાના શ્રી બાલાશંકર કાશીરામ ત્રિવેદી શ્રી આર્ય રક્ષિત પ્રાચ્યવિદ્યા હરિહર પ્રિન્ટીંગ પ્રેસ, સંશાધન મંદિર
૨૯સર્વોદય સંસાયટી, પાલિતાણું
પાલિતાણા (સૌરાષ્ટ્ર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
f*l
usersist inspirati
સંઘ પતિ સોનપાલના જયેષ્ઠ પુત્ર રૂપચંદને આરસને કલાત્મક પાળિયો
[ ગુજરાતનું પાટનગર અમદાવાદ' માંથી)
Page #5
--------------------------------------------------------------------------
________________
ભકતકવિ શિવજી દેવસિંહ મઢડાવાલા લેખક સાથે.
Page #6
--------------------------------------------------------------------------
________________
અર્પણ –
–કચ્છમાં કેળવણુંને પ્રકાશ ફેલાવનાર. -સમાજ સુધારણાના આજન્મ ભેખધારી.
–“સદા મગનમેં રહેના’ના મસ્ત ગાયક, ભક્તકવિ શ્રી શિવજી દેવશી મઢડાવાલાની
પવિત્ર સ્મૃતિમાં...
–પા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
આમુખ
ગુજરાતના એક નવલહિયા સંશોધક ભાઈશ્રી પાર્શ્વને હાથે કુંવરદાસ–સુંદરદાસ” અને “કુરપાલ–સોનપાલ” નામના બે ભાઈઓના વિષયમાં અત્યાર સુધીમાં હાથ લાગેલાં સાધનની એક નાની પુસ્તિકા અહીં રજૂ થાય છે. આ નાની પુસ્તિકાને લેખકે ૧. “કુંવરદાસ અને સુંદરદાસઃ રાજકીય તવારીખમાં” (પૃ. ૧૭થી); ૨. “કુરપાલ અને સોનપાલઃ જૈન સાહિત્યમાં” (પૃ. ૩૭ થી ); ૩. “કુરપાલ અને સેનપાલ એ જ કુંવરદાસ અને સુંદરદાસ હતા? ( પૃ પર થી ૬૪) એવાં ત્રણ શીર્ષકો નીચે વિભક્ત કરી પ્રથમના પ્રકરણમાં “જહાંગીરનામાને કેન્દ્રમાં રાખી બીજાં સાધનોની મદદથી અકબરના સમયથી લઈ શાહજહાંના બળવા સુધીમાં કુંવરદાસ અને સુંદરદાસે ઉચ્ચ કક્ષાના યોદ્ધાઓ અને મુત્સદ્દીઓ તરીકે જહાંગીરને ભારતવર્ષમાં ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમના મુલકમાં વિજય પ્રાપ્ત કરી સમ્રાટ બનાવવામાં જે તેજસ્વી ભાગ ભજવ્યો હતો તેનું સંક્ષિપ્ત છતાં સપ્રમાણ આલેખન કર્યું છે. એ યુગના ઉચ્ચ કક્ષાના મુગલ સિપાહસાલેહોની હરોળમાં ઊભા રહીને બંને ભાઈઓએ જે બુદ્ધિ અને શક્તિ બતાવી હતી તેનો આમાં ખ્યાલ મળે છે શાહજહાંએ કરેલા બળવાની નિષ્ફળતા સું દરદાસના અવસાનને કારણે થઈ એ સુંદરદાસની વીર યોદ્ધા અને મુત્સદ્દી તરીકેની કારકિર્દીને દીપાવી આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
આમુખ
* બીજા પ્રકરણમાં અત્યાર સુધી જેઓનો ઉપયોગ નથી થયો તેવી જેન પઢાવલીઓ (સંશોધકને સ્પષ્ટ મતે નવી રચાયેલી લાગતી) અને જૂના સમેતશિખર રાસ વગેરે કૃતિઓની મદદથી કુરપાલસેનપાલ એ બે ભાઈઓનું જૈન શ્રેષ્ઠીઓ તરીકેનું, એ કરતાં આદર્શ શ્રાવક તરીકેનું ચરિત તારવી આપવાનો પ્રયત્ન થયો છે. સંશોધકને છાજે તે રીતે શ્રી પાક રાસાદિ સાહિત્યના પ્રત્યેક શબ્દને પ્રમાણભૂત માનવા સામે મીઠી ચેતવણી આપી છે એ એમની તટસ્થ બુદ્ધિને યશ અપાવનારી છે. સં. ૧૬૭૧ પછી એ ભાઈઓ વિશે જૈન સાહિત્યમાં કશું નથી મળતું એ સૂચવી શ્રી પાર્વે એ પછીના વર્ષે રાજકારણમાં વિતાવ્યાં હોવાની સંભાવના કરી છે એ અસંગત નથી લાગતું.
“કુંવરદાસ સુંદરદાસ” અને “કુરપાલ-સેનપાલ એક હતા કે અન્ય એ પ્રશ્ન લેખકે વિવેકપૂર્ણ રીતે ચર્ચો છે. મારા સદ્દગત મિત્ર શ્રી રત્નમણિરાવ ભીમરાવે આ વિષયમાં જૂના સમયથી સંશોધન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને છેલ્લે “અમદાવાદઃ ગુજરાતનું પાટનગર” એ એમના યશોદાયક ગ્રન્થમાં પણ ચર્ચા કરી બંનેની એકતા સામે વાંધા પણ રજૂ કર્યા હતા એની પણ શ્રી પાર્વે સવિવેક મીમાંસા કરી તોડ કાઢવાનો પ્રયત્ન કર્યો છે, અને છતાં વકીલની પેઠે પોતાને મુકદ્દમે સિદ્ધ કરવાના મેહમાં ન પડતાં ભવિષ્યમાં સાધને વિશેષ મળે અને આ કોયડાના ઉકેલની દિશામાં વધુ સંગત માર્ગ લેવાય એ ભાવને શ્રી રત્નમણિરાવના શબ્દોને ઉલ્લેખ કરી પુસ્તિકાને પૂર્ણ કરી છે.
શ્રી પાર્વે મૂંગી રીતે સંશોધન-ક્ષેત્રે પ્રવેશ કર્યો છે અને આ પૂર્વે “અંચલગચ્છ-દિગ્દર્શન” અને “અંચલગચ્છીય પ્રતિકાલેખ” એ નામના ગ્રન્થ આપી એમની સંશોધન-શક્તિને પરિ
ચય આપે છે સંશોધકને છાજે તેવી અનાગ્રહિતા એમનામાં છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
દિ ]
આમુખ
એ એમના ભવિષ્યના સંશોધન-ક્ષેત્રના એમના માર્ગગ્રહણનું ઊજળું પાસું છે. એમનામાં આંધળી સાંપ્રદાયિકતા નથી એ ગુણ પક્ષે છે, એ માટે એમને અભિનંદન ઘટે છે. આપણા ઈતિહાસમાં ખૂણે ખૂણે હજી કેટલાયે અણઊકલ્યા કેયડા પડ્યા છે. શ્રી પાર્શ્વ આ દિશામાં આગળ વધી ગુજરાતના ઇતિહાસ-સંશોધકોમાં ગ્ય સ્થાન પ્રાપ્ત કરવા શક્તિમાન થાય એવી આકાંક્ષા.
|
અમદાવાદ તા. ૧૨-૧૦-૭૧
–કરાવરામ કા. શાસ્ત્રી
નેધ :
આ પુસ્તકમાં મૂકેલી પાળિયાની ફેટ-લેઈટ શ્રી રત્નમણિરાવના પુસ્તકને આધારે છે આ પાળિયો હાલમાં કયાં છે તે વિશે મને કાંઈ જાણવા મળ્યું નથી. કેઈ વિદ્વાન કે જાણકાર તેના અસ્તિત્વ વિશે મને જાણકારી આપશે તે તેમને હું ખાસ ઋણ થઈશ.
પા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રાકથન
ભારતના મેગલકાલીન ઇતિહાસમાં અપૂર્વ કાતિ પામેલા કુંવરદાસ અને સુંદરદાસ નામના બન્ને ભાઈઓ એજ જૈન-સાહિત્યમાં વણુયેલા સંઘપતિ બાંધવો કુરપાલ અને સેનપાલ હતા કે કેમ ? એ મહત્ત્વપૂર્ણ બાબતની સપ્રમાણ વિચારણા કરવાને મેં અહીં અલ્પ પ્રયાસ કર્યો છે.
સુંદરદાસની રાજકીય કારકિર્દી તો એ સમયે પુર બહાર ખોલી હતી, અને ખુદ સમ્રાટ જહાંગીરે તેના આત્મવૃત્તાંતમાં એ સંબંધમાં ઘણું ઘણું વિવરણ કર્યું છે. તેની વફાદારી ઉપર પ્રશંસાનાં પુષ્પો વેર્યા છે, અને તેના વિદ્રોહથી છંછેડાઈને તેને ખૂબ આકરા શબ્દોમાં ભાંડ્યો પણ છે. તે દ્વારા આ વિષયની ગંભીરતા અને મહત્તા પ્રતીત થઈ શકશે. પરંતુ ખેદની બાબત એ છે કે ઇતિહાસનું ધ્યાન આ પ્રશ્ન આકૃષ્ટ થયું હોવા છતાં આ સંબંધમાં અન્વેષણ કરવાની કેઈએ તસ્દી લીધી જણાતી નથી.
જૈન સાહિત્યમાં પણ કુરપાલ અને સોનપાલના ઉન્નત રાજકીય સ્થાનને સૂચિત કરતાં પર્યાપ્ત પ્રમાણે ઉપલબ્ધ થતાં હોવા છતાં જૈનસંઘ પણ પોતાની આવી વિરલ પ્રતિભાના ભારતવ્યાપી રાજકીય સ્થાનને પીબનવાનું ગૌરવ સમજી શક્યો નહિ એ શું એ આશ્ચર્યની વાત છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
૮ ]
પ્રાકથન
મોગલ તવારીખના ઉ૯લેખો અને જૈન પ્રમાણેને આધારે મેં આ આખા વિષયને અનુક્રમે ઉપસાવ્યો છે, અને એટલે તેની તુલનાત્મક સમીક્ષા કરીને તેમાંથી નીકળતું તારતમ્ય તટસ્થતાથી રજૂ કર્યું છે. કઈ સીધું પ્રમાણ સાંપડતું નથી, પરંતુ બન્ને વર્ણનના રસપ્રદ સામ્યને આધારે માત્ર સંભાવના કરી શકાય છે. કુંવરદાસ અને કંરપાલ તથા સુંદરદાસ અને સેનપાલનને અનુક્રમે અભિન્નતા સિદ્ધ કરતા પહેલાં વિશેષ સબળ પ્રમાણોની આવશ્યકતા તે રહે જ છે.
આ પ્રશ્ન છેટલાં પચાસ વર્ષોથી ઐતિહાસિક કેયડા રૂપે લટકતો રહ્યો છે. તે કેમ ઉદ્ભવ્ય, કેમ ચર્ચા ઈત્યાદિ વિશે જાણવું પણ એટલું જ રસપ્રદ છે.
આજથી બરાબર પચાસ વર્ષ પહેલાં આગરાના જિનાલયની પથ્થરોથી ભરેલી ઓરડીમાંથી પથ્થરે બહાર કાઢતાં તેમાંથી એક વિસ્તૃત શિલા-પ્રશસ્તિ નીકળી આવી. પં. સુખલાલજી દ્વારા તેની સૌ પ્રથમ માહિતી મળતાં છે. બનારસીદાસ જૈન તે જોવા ગયેલા, પરંતુ સંજોગવશાત્ તેની પ્રતિલિપિ કરી શક્યા નહોતા. પાશ્મ ળિથી પૂરણચંદ્રજી નાહર દ્વારા પ્રતિલિપિ પ્રાપ્ત થતાં તે આધારે છે બનારસીદાસે “કુરપાલ–સોનપાલ પ્રશસ્તિ ” નામક એક અભ્યસનીય લેખ “જૈન સાહિત્ય સંશોધક” (ખંડ ૨, અંક ૧) માં રજૂ કરીને તેનાં જ્ઞાતવ્યો ઉપર ઘણે ઉહાપોહ કર્યો. એ પ્રશસ્તિમાં કુરપાલ સોનપાલને જહાંગીરના “અમાત્યો' કહ્યા હોવાથી તેઓ જહાંગીરના રાજ્ય સંબંધી ફારસી ગ્રંથે જોઈ ગયા, પરંતુ તેમનાં નામ ઉપલબ્ધ થયા નહિ. આથી લેખના અંતિમ વક્તવ્યમાં તેમણે કુરપાલ સેનપાલ કે તેમના પિતા ઋષભદાસનાં નામ તત્કાલીન ઇતિહાસમાંથી શોધી કાઢવાનું સૂચન કરેલું.
એ પછી થોડા દિવસ બાદ ગુજરાતના સમર્થ ઇતિહાસવિદ્દ રત્નમણિરાવ ભીમરાવ જોટે તેમના મિત્રો સાથે દૂધેશ્વર નદી કિનારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રાકથન
ઉજાણી કરવા ગયેલા ત્યારે ત્યાં કૂવાના થાળામાં જડેલે આરસના એક પાળિયે તેમના જેવામાં આવ્યો સોનપાલના જ્યેષ્ઠ પુત્ર રૂપચંદની પાછળ તેની ત્રણે પત્નીઓ સતી થયેલી તેના સ્મારક રૂપે એ પાળિયા નિર્માણ પામ્યા હતા. તેની વચ્ચે ચારેયની કલાત્મક મૂર્તિઓ છે, અને કરતે હાંસિયામાં ઉત્કીર્ણ લેખ છે. “કુરપાલ સેનપાલ સંબંધી કેટલીક હકીકત અને અમદાવાદમાં દૂધેશ્વર આગળથી જડેલે લેખ” નામે વિદ્વત્તાપૂર્ણ લેખ “જૈન સાહિત્ય સંશોધક” (ખંડ ૩, અંક ૪,)માં પ્રકાશિત કરીને રત્નમણિરાવે આનુષંગિક અનેક જાણકારીઓ રજૂ કરી. કુરપાલ સોનપાલ એ જ કુંવરદાસ સુંદરદાસ હતા એવી સંભાવના પણ તેમણે સૌ પ્રથમ વ્યક્ત કરી. તેના સમર્થનમાં કેટલીક તર્કબદ્ધ દલીલ કરી અને સાથે સાથે વાંધાઓ પણ રજૂ કર્યા, જે અત્યંત રસપ્રદ છે. એ પછી વર્ષો બાદ પ્રકટ થયેલા “ગૂજરાતનું પાટનગરઃ અમદાવાદ” નામક ગ્રન્થમાં પણ તેમણે પોતાના એ મતને દેહરાવ્યા.
ગૂજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ” (ખંડ ૪ થો)માં રત્નમણિરાવ પ્રસ્તુત વિષયમાં પોતાનો આખરી નિર્ણય જણાવશે એ આપેક્ષિત હતું. પરંતુ દુર્ભાગ્યે જહાંગીરના રાજયકાળ ઉપર તેઓ લખવાનું હાથ ધરે એ અરસામાં જ તેમનું નિધન થઈ ગયું અને તેમના દ્વારા વિશેષ પ્રકાશ પાડવાનું કાર્ય બાકી રહી ગયું. તેમના અવશિષ્ટ કાર્ય અંગે ગુજરાતના સમર્થ વિદ્વાન શ્રી કે. કાશાસ્ત્રીએ ઉક્ત અપૂર્ણ ખંડને અંતે સેંધ્યું કે “કઈ સમાનધર્મા જાગે ને આ પૂર્ણ કરે એ ભાવના.” પરંતુ તે સાકાર ન થાય ત્યાં સુધી તો આ સમગ્ર બાબત જેમની તેમ રહે છે.
પ્રસ્તુત સંદર્ભમાં જે કાંઈ ઉપયોગી હતું તે મેં અહીં રજૂ કરી દીધું છે. આ વિષયને હું ન્યાય આપી શક્યો છું કે નહિ તેને નિર્ણય વાચકે ઉપર છોડું છું. પરંતુ એટલું તે જણાવી દઉં કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
પ્રાકૂકથન
રત્નમણિરાવની દલીલને ઘેર લંબાવવા સિવાય મેં અહીં કશું જ વિશેષ કયું નથી. અમારે મત સ્વીકારાય જ એવો આગ્રહ પણ નથી સે.
આ પુસ્તકને શ્રી કે. કા. શાસ્ત્રી જેવા વિદ્વાનનું આમુખ સાંપડ્યું છે તેને હું મારું સદ્ભાગ્ય સમજુ છું. ગુજરાતના વડીલ ઇતિહાસકાર શ્રી કેશવલાલ હિંમતરામ કામદારે પણ તેમના વિસ્તૃત વકતવ્યમાં મારા પ્રયાસની મુક્તકંઠે પ્રશંસા કરીને મને ઘણે પ્રોત્સાહિત કર્યો છે. આ બન્ને સાક્ષરે હું જેટલું આભાર માનું તેટલે ઓછો છે. મારા મિત્ર શ્રી કરમશી જે. લેડાયા અને શ્રી વિરચંદ કે. ધરમશીએ મને ઉપયોગી સામગ્રી પાઠવીને આ પુસ્તકને પ્રમાણભૂત કરવા માટે જે સહાય કરી છે તે માટે તેમનો આભાર ન માનું તે હું નગુણે જ કહેવાઉં.
અંતમાં કોઈ ઇતિહાસજ્ઞ આ બહુચર્ચિત વિષય સંબંધમાં વિશેષ સબળ પ્રમાણે શોધી કાઢવા અથવા તે કઈ સર્વગ્રાહી ઉકેલ સૂચવવા જે પ્રેરાશે તો હું મારો બધે શ્રમ સાર્થક થયો ગણીશ.
રાજકોટ તા. ૨૬-૧૦-૭૧
– પાઈ છે.
|
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
પૂરવણું
લેટા-વંશવૃક્ષ પ્રાચીન ગ્રન્થોમાંથી લેઢા-વંશ સંબંધક ઘણી માહિતી ઉપલબ્ધ થાય છે. લેઢાઓને અરબસ્તાનના રાજાએ “રાવરાજા'નું બિરુદ આપેલું. તેઓ ઘણું પરાક્રમી હતા અને જ્યારે મહમ્મદ-બિનકાસિમે ભારત ઉપર આક્રમણ કર્યું હતું ત્યારે તેમને ભગાડવામાં
ઢાઓએ મુખ્યપણે ભાગ ભજવે પહેલેથી જ તેઓ અજમેરના રાજ્યાધ્યક્ષ તરીકે ફરજ બજાવતા હતા અને અજમેરનગર પણ તેમણે જ વસાવેલું મૂળ તેઓ મઢાણ-નાગોરના રાજવી હતા, ઇત્યાદિ બાબતો પ્રસ્તુત સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ હેઇને અહીં સંક્ષેપમાં રજૂ કરી છે * લેઢા સેભાગ્યચંદ્ર જૌહરી, યપુરના સૌજન્યથી આ વંશ-વૃક્ષ પ્રાપ્ત થયું છે. તેમાં કેટલાક સ્થાને ખલના થઈ હોય એમ પણ જણાય છે. ઉત્કીર્ણ લેત નામે તથા ભટ્ટગ્રન્થ આધારિત ઉપર્યુક્ત નામમાં પણ કેટલાક સ્થાને ફેર પડે છે. લેઢા વંશજો અને તેમનાં કાર્યો ઉપર કઈ વિદ્વાન વિશેષ પ્રકાશ પાડે એવી આશા છે. સુપ્રસિદ્ધ લેઢાઓનાં મહદ્ કાર્યો ભારતના રાજકીય તેમ જ સાંસ્કૃતિક ઈતિહાસમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરે એવા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
પૂરવણી ૧ પ્રથવી પહાડી ૨૩ જિનપાલ ૪૫ ટીકુમલ ૨ લાખણસિંહ ૨૪ જગસિંહ ૪૬ રતનપાલ ૩ રામદેવ
૨૫ મધદેવ ૪૭ મોતીરામ ૪ શ્યામદેવ ૨૬ જાદેદેવ ૪૮ ચંદજી ૫ કેવલચંદ્ર ૨૭ પ્રતાપસિંહ ૪૯ લાલચંદ ૬ ગણેશમલ ૨૮ પૂરણપાલ . ૫૦ શૃંગ ૭ પીરચંદ્ર
૨૯ અમરસિંહ ૫૧ ધનરાજ ૮ રાજમલ
૩૦ લેવટસિંહ પર વસરાજ ૯ ધીરદેવ ૩૧ ઉઠસા
૫૩ શ્રીરંગ ૧૦ કલ્યાણદેવ ૩૨ વદનસા
૫૪ રાજપાલ ૧૧ કરશુપાલ ૩૩ હરખસા
૫૫ ઋષભદાસ ૧૨ અભયપાલ ૩૪ ગંગાસા પક સોનપાલ ૧૩ નીરદેવ
૩૫ જવરીદેવ પ૭ ચતુર્ભુજ ૧૪ જાખણુપાલ ૩૬ નીરદેવ ૫૮ સુંદરદાસ ૧૫ નૈનપાલ
૩૭ ખીમંધર ૫૯ સંઘપતિદાસ ૧૬ ચીમનપાલ ૩૮ વિજયરાજ ૬૦ ભવાનીદાસ ૧૭ સૂરજપાલ ૩૯ ભીમરાજ ૬૧ દીપચંદ ૧૮ જવારપાલ ૪૦ પારસા
૬૨ કીરતસિંહ ૧૦ ભીમરાજ
૪૧ વડસા
૬૩ વસંતરાય ૨૦ મેહનસિંહ ૪૨ મદરસા ૬૪ અગરમલ ૨૧ અમીપાલ ૪૩ રામસિંહ ૬૫ મુન્નાલાલ ૨૨ અભયપાલ ૪૪ શ્રીપાલ ૬૬ કૂલચંદજી
નોંધ:–સંઘપતિ સોનપાલના સીધા વંશજો હાલમાં આગરામાં વસે છે. અહીં એ બધાને ઉલ્લેખ કર્યો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
ઉક્ત વંશ-ક્રમાંક સંબંધિત ટિપ્પણ:
ઉપર્યુક્ત વંશજોએ વિવિધ ક્ષેત્રે નામના મેળવી છે, પરંતુ તેમના વિશે સંક્ષિપ્ત નિર્દેશ કરીને જ અહીં સંતોષ લે ઘટે છે. રાજકીય ક્ષેત્રે તેમણે કેવી ઉન્નત સેવા બજાવી છે તે પ્રસ્તુત સંદર્ભમાં ખાસ ઉપયોગી બને છે – (૧) તેઓ મૂળ દેવડા-ચૌહાણ-વંશીય, મહા–નાગોરના રાજવી
હતા એમ ભગ્રન્થોમાંથી ઉલ્લેખ મળે છે. (૨) તેમની શુરવીરતાના ઉપલક્ષમાં અરબસ્તાનના રાજાએ “રાવ
રાજા'નું બિરુદ આપીને તેમને અજમેર(અજમેર)ની સૂબેદારી આપી. તેમણે અજમેર શહેર વસાવ્યું. વિ. સં. ૭૧૦ માં રૂપલ્લીગચ્છના આચાર્ય શ્રી રવિપ્રભસૂરિના ઉપદેશથી તેઓ જિનધર્માનુયાયી થયા એ વિશે પુસ્તકમાં ઉલ્લેખ થઈ
ગયો છે. (૩) તેમનાથી લઢાવંશ ચાલ્યું. મહમ્મદ-બિન-કાસિમના આક
મણને તેમણે શૂરવીરતાપૂર્વક મારી હઠાવ્યું. તેમને પણ અજમેરની સૂબેદારી મળી. એમનાં પરાક્રમે વિશે પ્રાચીન
પ્રમાણે દ્વારા અનેક બાબતે જાણી શકાય છે. (૧૨) તેમણે દિલ્હને રાજા-કિલ્લો બંધાવ્યો. (૨૯) તેમણે બીકાનેર પાસે લઢવટ વસાવીને ત્યાં શ્રી આદિનાથ
જિનાલય બંધાવ્યું. (૪૩) તેમના બંધુ રિખવદાસના પુત્ર ધજમલ દ્વારા નિર્મિત ધજ
મહેલ આજે પણ નાગોમાં વિદ્યમાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૪]
પૂરવણી (૫૨) તેમના બંધુ માણેકચંદ દિલ્લીમાં શાહી ઝવેરી તરીકે નિયુક્ત
થયા લેઢાઓ ઝવેરી તરીકે ઘણું જ પ્રતિષ્ઠા પામેલા એ
પણ અહીં નોંધનીય છે (૫૪) તેમણે મેગલ-દરબારમાં ઘણી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી. (૫૫) તેમણે અચલગચ્છાધિપતિ શ્રી ધર્મમૂર્તિસૂરિજીને ઉપદેશથી
ધર્મોલ્લોતનાં અનેક કાર્યો કર્યા જુઓ “અંચલગચ્છદિગ્દર્શન” સં. ૧૬૫૭ માં શત્રુંજયનો વિશાળ તીર્થસંધ આગરાથી કાવ્યો-સૂરિજીની નિશ્રામાં શત્રુંજયગિરિ ઉપર
તેમણે શ્રી પદ્મપ્રભુ-જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. (પ) કુરપાલ–સોનપાલે અચલગચ્છાધિપતિ શ્રી કલ્યાણસાગરસૂરિ
જીના ઉપદેશથી અનેકાનેક ધર્મકાર્યો કર્યા જુઓ “અંચ
લગ૭-દિગ્દર્શન.” (૬૩) તેમને શાહી જમાનાની પદવીઓ રહી-આગરાના શુક વિભા
ગના તેઓ વરિષ્ઠ અધિકારી હતા. (૬૬) તેમણે સં. ૧૯૪૪ આષાઢ સુદિ ૧૦ ના દિને આગરાની
દાદાવાડીમાં શ્રી મહાવીરસ્વામી-જિનાલય બંધાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી.
ઢાવંશજોએ વિક્રમના ૧૬ અને ૧૭ મા શતકમાં આગરામાં અનેક જિનાલય બંધાવ્યાં અને યાદગાર પ્રતિષ્ઠા કરાવી છે. એમના પ્રતિકા–લેખે હજારોની સંખ્યામાં ઉપલબ્ધ થાય છે તે દ્વારા જ એમની ધર્મનિષા પ્રતીત થાય છે. મોગલ સમ્રાટોએ તેમને માન અકરામો આપ્યાં ઇત્યાદિ વિષયક ફારસી દસ્તાવેજો થોડાં વર્ષો પહેલાં જ નાશ પામ્યા. જો એમ ન થયું હોત તો આ વિષયમાં અનેક જાણકારી પ્રાપ્ત થઈ શકત એમાં શંકા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
ગૂર્જરદેશાધ્યક્ષ સુંદરદાસ “રાજા વિક્રમાજીત” કેણ હતું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
ગૂર્જરદેશાધ્યક્ષ સુંદરદાસ રાજા વિક્રમાજીત” કોણ હતા ?
[૧] કુંવરદાસ અને સુંદરદાસ : રાજકીય તવારીખમાં
સામાન્ય રાજદરબારીમાંથી ક્રમે ક્રમે, એક જ દસકામાં ગુજરાતના સર્વેસર્વા બનેલા કુંવરદાસ અને સુંદરદાસ એ બેઉ બંધુએનાં પરાક્રમની કીર્તિગાથા મેગલ–સામ્રાજ્યની તવારીખમાં ભરી પડી છે. સુંદરદાસની રાજકીય કારકિર્દી તો તેથી પણ આગળ વધીને શાહજાદા ખુર્રમ-શાહજહાંના વિશ્વાસુ સાથીદાર, અંગત સલાહકાર, તેમ જ ખાસ સેનાપતિ તરીકે વિકસે છે; કાંગરાના અજેય દુર્ગના વિજેતા તરીકે તેમાં યશકલગી ઉમેરાય છે; અને શાહજહાંએ તેના પિતા જહાંગીર વિરુદ્ધ બળવો કરેલો ત્યારે વિદ્રોહી સેનાના પ્રમુખ સંચાલક તરીકે પરાકાષ્ટાએ પહોંચે છે.
સુંદરદાસની વિષ્ટિકાર તેમ જ સેનાપતિ તરીકેની સફળતાની પ્રશંસાત્મક નેધ જહાંગીર તેના આત્મવૃત્તાન્તમાં પ્રસંગોપાત આપે છે. તે જણાવે છે કે શાહજહાંના વકીલ તરીકે સારું કાર્ય કરવાથી સુંદરદાસને “રાયરાયાં ને ઈલકાબ, તથા “રાજા વિક્રમજીતીને ઇલકાબ પણ આપ્યું. જહાંગીર વિશેષમાં નોંધે છે કે રાજા વિક્રમજીત (વિક્રમાદિત્ય) હિન્દુઓમાં મેટો રાજા થઈ ગયા છે, તેથી હિન્દુઓમાં તે બહુ માનવાળો ઇલકાબ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૮ ]
કુવરદાસ અને સુંદરદાસ પોતાની વફાદારી, રાજનીતિ-કૌશલ્ય અને યુદ્ધ-પટુતાથી સુંદરદાસ જહાંગીરને કૃપાપાત્ર અમીર બન્યો અને પાંચ હજારી સવારનો ઉચ્ચ મનસબ પામ્યા. શાહજહાંના હાથ નીચેના રાજપુરુષમાં તે વખતે તેનાથી વરિષ્ઠ કઈ પણ નહોતો. સમાન બિરુદધારક અન્ય વ્યક્તિઓ
ફારસી તવારીખકારે વ્યક્તિને તેના બિરુદથી ઉલ્લેખતા હોઈને સમાન બિરુદધારક વ્યક્તિઓ વિષે ગોટાળાઓ પણ થાય. “રાજા વિક્રમાજીત” બિરુદ અંગે પણ એવું જ થયું છે, કેમ કે સુંદરદાસ સિવાય એ બિરુદધારક ત્રણ વ્યક્તિઓ એકી સમયે વિદ્યમાન હતીઃ (૧) પવદાસ (૨) બાંધુને રાજા (૩) માંડપુરનો વાઘેલે રાજા.
પત્રદાસને અકબરે “રાયરાયને, અને જહાંગીરે “રાજા વિક ભાછત”નો ઇલકાબ આપેલે ગુજરાતમાં બહાદુરશાહે બંડ કરેલું ત્યારે તેને તેણે દાબી દીધેલું. એ પછી તેને ગુજરાતને સૂબો નીમવામાં આવેલ. જહાંગીરે તેને ખત્રી કહ્યો છે. ઈ. સ ૧૬૧૫ માં જહાંગીરની આજ્ઞા લઈ તે પિતાની જાગીરમાં ગયો અને ત્યાં નિવૃત્ત જીવન ગાળ્યું.
બાંધુનો રાજા પણ “રાજા વિક્રમજીત’ને ઇલકાબ ધરાવતો હતો. ઇ. સ. ૧૬૧૦ માં તેણે વિદ્રોહ કરતાં જહાંગીરે તેને પદભ્રષ્ટ કરીને તેના રાજ્યને વહીવટ રાજા માનસિંહના પૌત્ર મહાસિંહને સોંપેલ. પાછળથી શાહજહાંની ભલામણથી જહાંગીરે તેને ક્ષમા આપેલી. x “At the time of his death, he had attained the rank of mansabdar of 5,000 and “there was no greater officer than he in the Prince's Service.” (A History of Gujarat, by M. S. Commissariat, P. 85.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
રાજકીય તવારીખમાં
[ ૧૯
માંડપુરના દુતા રાજા, જેતે જહાંગીર વાધેલા કહે છે, તે પણ રાજા વિક્રમાત કહેવાતા. તેણે જહાંગીરને હાથી તથા હીરાજડિત કલગી નજરાણામાં ધરીને તેની આધીનતા સ્વીકારેલી.
આમ છતાં સુંદરદાસની કારકિર્દી અન્ય ત્રણથી જુદી તરી આવે છે. પત્રદાસની કારકિર્દીના ઉત્તરાની સાથે જ સુંદરદાસની ભારતવ્યાપી રાજકીય કારકિર્દીના ઉદય થાય છે. અન્ય બેઉ રાજાએની કારકિર્દી બહુધા એમના રાજ્ય પૂરતી જ મર્યાદિત હતી, બીજી રીતે વિચારીએ તે સુંદરદાસનાં પરાક્રમે। અન્ય ત્રણેય સમાન બિરુદધારક વ્યક્તિએથી ચડિયાતાં છે. મેવાડ વિજય
મેવાડ વિજ્યના વિટ્ટકાર તરીકે સુંદરદાસ મેગલ તવારીખમાં સૌ પ્રથમ પ્રવેશ પામે છે. ઈ સ ૧૬૧૪ માં માત્ર ત્રેવીસ વર્ષની કુમળી વયે શાહજહાં સેનાધ્યક્ષ તરીકે મેવાડ તરફ કૂચ કરે છે ત્યારે સુંદરદાસ તેના મુખ્ય સલાહકારાની મંડળીમાં સ્થાન પામી ચૂકયો હાય છે.
મોગલ સામ્રાજ્યના સંસ્થાપક બાબર તથા રાણા સાંગા, તેમ જ સમ્રાટ અકબર તથા મહારાણા પ્રતાપ વચ્ચે અનેક યુદ્ધો ખેલાયાં, પરંતુ મેવાડ અણુનમ રહેલું. તેનું સ્વાતંત્ર્ય હિન્દુએાના સ્વાતંત્ર્યનુ દ્યોતક હેઈને મેગલ સમ્રાટેાની આંખમાં કણાની જેમ ખૂંચતું હતું, અંતે મહારાણા અમરસિંહે તે ગુમાવ્યું અને મેાગલેાની આણુ સ્વીકારી. ×આઇને અક્બરીના ગ્લેડવીનના તરજુમામાં મનસબદારામાં છેલ્લુ નામ સુંદરનું છે. જો આ સત્ય હોય તે સુંદરદાસ અકબરના સમયને અમીર ગણાય. બ્લેકમેનના ભાષાંત્તર પૃ. પર૬ માં ૪૧૪ મું નામ સુંદરનું છે પણ તેને એરિસ્સાના જમીનદાર કહ્યો છે. એટલે આ અંગે ચોકસાઇ કરવી ઘટે છે, કેમ કે બદાયુની કૃત ‘મનતુખેમુત્તવારીખ’માં પત્રદાસ વિક્રમાજીતનું નામ છે, પણ સુંદરદાસનું નામ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૦ ]
કુંવરદાસ અને સુંદરદાસ શાહીપક્ષે શાહજહાંના દીવાન મુલ્લા શુક્લા અને તેના મુખ્ય મદદનીશ સુંદરદાસે સંધિની વાટાઘાટો ચલાવી. સુંદરદાસ તે વખતે “મીર સામાન”ને હોદ્દો ધરાવતો હતો દીવાન પછી એ હોદ્દો ગણાતો. આ હેદ્દાથી તેની કારકિદીને પ્રારંભ થયે.
કોઈ પ્રકારનો દંડ, કર કે ભૂમિ ન આપવાં, મેગલ દરબારમાં સ્વયં મહારાણાને ઉપસ્થિત રહેવામાંથી મુક્તિ, કિન્તુ પાટવી કુંવર કર્ણને ત્યાં મોકલાવો ઈત્યાદિ શરતો સ્વીકારી મહારાણાએ આધીનતા
સ્વીકારી. ખુદ મહારાણાએ સામે ચાલીને શાહજહાંની મુલાકાત લીધી અને કુંવર કર્ણ દરબારમાં ગયે. ચિત્તોડને ગઢ જીર્ણોદ્ધાર ન કરવાની શરતે મહારાણાને પરત કરવામાં આવ્યો. આ પ્રમાણે મેવાડ વિજય થયું. જહાંગીરે એ પ્રસંગે એવી પ્રસન્નતા માણી જાણે કે તેણે ભારત ઉપર સંપૂર્ણ વિજય પ્રાપ્ત ન કર્યો હોય!
આ વિજય શાહજહાંની કારકિર્દીનું પ્રથમ સોપાન હોઈને તેનું મહત્વ ઘણું વધી ગયું, વિષ્ટિકાર તરીકે સારું કામ કરવાથી તેના દીવાન અને સુંદરદાસને અનુક્રમે “અફઝલખાન” તથા
રાયરામાં’ના ખિતાબ પ્રાપ્ત થયા, તથા તેમના મનસબમાં પણ વૃદ્ધિ થઈ.* *“......Diwan Mulla Shukrulla, whom after the conclusion of this business I dignified with the title of Afzal Khan, and Sundar Das, his major-domo, who after this matter was settled, was honoured with the title of Ray Rayan, to the exalted Court, and represented the circumstances.” (“Memoirs of Jahangir”, Vol I, P. 273, Translated by Rogers, Edited by
Beveridge). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
રાજકીય તવારીખમાં
દક્ષિણ ભારત ઉપર અધિકાર
મેવાડના વિજય પછી આદિલશાહી, નિઝામશાહી તથા કુતુબશાહી સત્તાઓને નમાવવાનું વિકટ કાર્ય પણ જહાંગીરે શાહજહાંને સોંપ્યું. સામ્રાજ્યના નામાંક્તિ સરદારને તેણે દક્ષિણ ઉપર અધિકાર જમાવવા મોકલાવેલા, પરંતુ ત્યાંના સુપ્રસિદ્ધ સેનાધ્યક્ષ મલિક અંબરે સૌને નિષ્ફળતા આપી. ઈ. સ. ૧૬૧૭ માં દક્ષિણ ભારતમાં મેગલધ્વજ લહેરાવવાનું માન પણ શાહજહાં ખાટી ગયે.
દીવાન મુલ્લા શુક્લા તથા સુંદરદાસે સંધિની વાટાઘાટો ચલાવી, જે અન્વયે આદિલશાહ સ્વયં શાહજહાંને મળવા આવ્યો તેણે પદર લાખ રૂપિઆના મૂલ્યનું ઝવેરાત, પચાસ હાથી વગેરે આપીને આધીનતા સ્વીકારી. કુતુબશાહે એટલા જ મૂલ્યની ભેટ આપીને સંધિ કરી. મલિક અંબરે અહમદનગર તથા અન્ય દુર્ગા સેંપી દીધા તથા બાલાઘાટને છતે પ્રદેશ પણ પરત કર્યો આ પ્રમાણે દક્ષિણમાં શાંતિ સ્થાપીને શાહજહાં પાછા ફર્યો.
આ વિજયથી શાહજહાંનું સ્થાન સામ્રાજ્યમાં ઘણું વધ્યું. રાજસિહાસન પાસે ખુરશી ઉપર બેસવાનો તેને અધિકાર મળ્યો, જે તૈમૂરી વંશ-પરંપરામાં કોઈને પણ મળ્યો નહોતો. તેની સાથેના અમીરે ઉપર પણ ઘણી કૃપાઓ કરવામાં આવી. સુંદરદાસની વિષ્ટિકાર તરીકેની કામગીરીની ઘણી પ્રશંસા થઈ અને તેને “રાજા વિક્રમાછત”ને ગૌરવપ્રદ ઈલકાબ પ્રદાન થયું. તેના તથા દીવાનના મનસીબમાં પણ વૃદ્ધિ થઈ. + “As Afzal Khan and Ray Rayan had performed the duties of Wakils to my son Shah Jahan in a becoming manner, I raised them both in mansab and honoured Ray Rayan with title of Bikramajit, which among Hindus Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
કુંવરદાસ અને સુંદરદાસ ગુજરાતને વહીવટ
ઈ. સ. ૧૬૧૮ના પ્રારંભમાં જહાંગીર શાહજહાં સાથે ગુજરાતમાં આવ્યો અને તેણે મેવાડ અને દખણના વિજયના બદલામાં એ પ્રદેશ શાહજહાંને જાગીર રૂપે આપે. દુર્ભાગ્યે તેમને ગુજરાતનું હવામાન અનુકૂળ ન લાગ્યું. શાહજહાં તો બહુ જ બીમાર પડી ગયેલ. આથી વર્ષાઋતુ બાદ તેઓ સૌ કંટાળીને વિદાય થયા.
શરૂઆતમાં શાહજહાંએ રૂસ્તમખાનને નાયબ સૂબો નીમીને તેને ગુજરાતનો વહીવટ સોંપેલે, પરંતુ જહાંગીરને આ નિમણુક પસંદ નહોતી આવી. આથી તેણે પોતાના વિશ્વાસુ સાથીદાર સુંદરદાસને પિતાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરીને તેને ત્યાંનો વહીવટ સુપરત કર્યા.A અને પોતે માળવામાં રહેવા ચાલ્યા ગયા, જ્યાં તેણે રૂસ્તમખાનને પણ પોતાની પાસે તેડાવી લીધે. સત્તાવાર રીતે સૂબા તરીકે તો શાહજહાંનું નામ જ આવે છે, કિન્તુ વાસ્તવમાં is the highest title. In truth he is a servant worthy of patronage.” (“Memoirs of Jahangir” Vol. I, P. 402.)
દીવાન મુલ્લા શુકુલ્લા ઘણો જ અભ્યાસી હતો, અને સુંદરદાસ રાજનીતિજ્ઞ. બને વિષ્ટિકારો તરીકે ખાસ પંકાયા હતા દીવાને ઈરાદતખાન પછી જીવનના અંત પર્યત “દીવાને-કુલ”નો હોદ્દો શોભાવેલ. પ્રધાનમંત્રી પછીનું તે સ્થાન ગણાતું. કોષ વિભાગના પ્રધાન તરીકે બધા જ મહત્ત્વના દસ્તાવેજો ઉપર તેની સહી થતી. A “I had granted the Subah of Gujarat, the abode of Sultans high Dignity, to Bi-daulat as a reward for his victory over Rana..... Sundar the Brahman, administered and protected the coy
ntry.” (“Memoirs of Jahangir”, Vol. II, P. 261). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
રાજકીય તવારીખમાં
[ ૨૩ તેણે સૂબા તરીકે ગુજરાતમાં ઝાઝો સમય નિવાસ કર્યો હોય એમ જણાતું નથી પોતાના પ્રતિનિધિ સુંદરદાસ અને દીવાન મુહમ્મદ સફીથી જ તેણે કામ ચલાવ્યું છે.
સુંદરદાસને ભાઈ કુંવરદાસ જે પહેલાં ગુજરાતમાં દીવાન તરીકે રહી ચૂક્યો હતો, તેની નિમણૂક પણ ઈ. સ. ૧૬૧૮ માં માળવાના દીવાન તરીકે કરવામાં આવી. જહાંગીર તેના “રાય” ઇલકાબને ઉલલેખ કરે છે. પાછળથી તે સુંદરદાસની અનુપસ્થિતિમાં તેના સ્થાને પણ નિમાય છે.
પિતાના રાજવહીવટ દરમિયાન૪ સુંદરદાસે ઉત્તર ગુજરાતમાં કાળીઓની ટોળીઓ, જે વર્ષોથી લોકોને ત્રાસ આપી રહી હતી, તેને જેર કરી. તેણે કડકાઈથી ગાય અને ભેંસને વધ ૫ણ અટકાવ્યો. તે વખતના અંગ્રેજ વેપારીઓ પિતાના હેવાલમાં નોંધે છે કે એ પ્રતિબંધને કારણે ગાય-ભેસનું ચામડું, પેકીંગ માટે વપરાતું, તે મળવું મુશ્કેલ બન્યું. તેઓ વિશેષમાં જણાવે છે કે જો કે સુંદરદાસને અમલ રૂસ્તમ ખાન કરતાં તે ઓછે જુલમી હતો, પરંતુ તેને બોલાવી લેવામાં આવેલ ત્યારે અંગ્રેજ વેપારીઓ ખુશ થયેલા, કેમ કે તેની વિરુદ્ધમાં તેમને ઘણી ફરિયાદ હતી. * “ Rai Kanhur, who was formerly Diwan of Gujarat, was chosen for the diwanship of Malva ” (“Memoirs of Jahangir". Vol. II, P. 16.) x કેમિસેરિયેટ “હિસ્ટ્રી ઓફ ગુજરાત” (વૈ ૨, પૃ. ૧૯)માં સુંદરદાસનો વહીવટ ઈ. સ. ૧૬૨૨ માં કહે છે તે વિચારણીય છે. ઈ. સ. ૧૬૧૮ સંબંધિત ઉલેખમાં સુંદરદાસને શાહજહાંએ ગુજરાતમાં નીમેલ એ વિશે ખુદ જહાંગીરે તેના આત્મવૃત્તાંતમાં નેધ લીધી છે તે સૂચક છે, જુઓ Memoirs, વૈ ૨, પૃ. ૧૯. + “English Factories,” Ed. by Sir W. Foster, PP. 110, 153.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૪ ]
કુંવરદાસ અને સુંદરદાસ કાંગરા દુર્ગને વિજેતા
કાંગરાના સુપ્રસિદ્ધ કિલા ઉપર વિજય મેળવવા અકબરના સમયથી જ પ્રયત્નો ચાલેલા, પરંતુ સફળતા મળેલી નહિ. આથી ખુદ શાહજહાંએ જ આ કાર્ય પોતાના ઉપર લઈ લીધું. રાજા બાસુના પુત્ર સૂરજમલને મુહમ્મદ તકી સાથે કાંગરા મોકલાવવામાં આવેલ. પરંતુ સૂરજમલે પયંત્રપૂર્વક તકીને હાંકી કાઢી દુર્ગ ઉપર પિતાને અધિકાર કરી લીધો. આથી સુંદરદાસને સસૈન્ય ત્યાં મોકલવામાં આવ્યો.
વિદાય વખતે સુંદરદાસે જહાંગીરને દસ હજારની કિંમતનું હીરાજડિત આભૂષણ ભેટ ધર્યું. સમ્રાટે તેને શોભતો પોશાક અને તલવાર આપી તેનું બહુમાન કર્યું, તથા પંજાબમાં જાગીર ન હોવાથી શાહજહાંની ભલામણથી સુંદરદાસને બરહના પરગણુની સારી ઊપજવાળી જાગીર પણ આપી.A
સૂરજમલે સુંદરદાસને સંધિની વાટાઘાટ કરવા પ્રાર્થના કરી, પરંતુ તેની કોઈ પણ તરકીબમાં ન ફસાતાં સુંદરદાસે યુદ્ધની તૈયારી કરી. તેના મઉ અને મુહરી દુર્ગા કબજે કરવામાં આવ્યા. ઈ. સ. ૧૬૦ A “Raja Bikramajit who was one of his principal officer, with 2000 horse who were present of his private attendents. ... were appointed to the duty. As the hour of departure was fixed on this day, the aforesaid (Bikramajit) presented as an offering a rosary of emeralds of the value of Rs. 10,000. He was honoured with the gift of a dress of honour and a sword, and took his leave for this duty. As he had not a
jagir in that Subah, my son Shah Jahan asked Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
રાજકીય તવારીખમાં
| [ ૨૫ માં કાંગરાના દુર્ગને ઘેરી લેવામાં આવ્યો અને એક વર્ષ અને બે મહિનાના ઘેરા બાદ તેના ઉપર પણ વિજય મેળવવામાં આવ્યો. એ પછી સુરજમલે નાસ–ભાગ કરી, પરંતુ સુંદરદાસે તેનો પીછો કરી તેનાં બધાં જ સ્થાને ઉજ્જડ કરી દીધાં. | વિજયના સમાચાર સાંભળીને જહાંગીરે ઘણી ખુશી મનાવી. તેણે કાંગરાને વહીવટ સુંદરદાસને સંપીને ફરમાન દ્વારા તેનું ગૌરવ વધાયું + એ અરસામાં પુનઃ દક્ષિણ ભારતમાં યુદ્ધ આવી પડ્યું. આથી જહાંગીરે સુંદરદાસને આજ્ઞા પાઠવી કે રાજા બાસૂના અન્ય કુંવર જગતસિંહની વર્તણૂક જે વફાદારી ભરી લાગે તો ત્યાં વહીવટ તેને સપ. એ પછી શાહજહાંની આજ્ઞાથી દુર્ગને કબજે સપીને સુંદરદાસ દક્ષિણના યુદ્ધમાં ભાગ લેવા ગયે.
કાંગરાના અભેદ્ય દુર્ગ ઉપર આજ દિવસ સુધી કોઈ પણ મુસલમાન બાદશાહને અધિકાર થયો ન હતો. જહાંગીરે આ વિજય વિશે તેના આત્મ–વૃત્તાંતમાં વિગતવાર નોંધ લીધી છે, જે દ્વારા
આ વિજયની મહત્તા સમજી શકાશે. કાંગરા વિજેતા તરીકે સુંદરદાસનું સ્થાન હવે અજોડ બની ગયું. દક્ષિણ ભારત ઉપર ચડાઈ
દક્ષિણનાં રાજ્યોએ અગાઉ સંધિ કરેલી, પરંતુ કાંગરાના for him as a jagir the pargana of Barhana, the revenue of which was 2,200,000 of dams, which he himself (? Shah Jahan ) held in am.” (“Memoirs of Jahangir ”, Vol. II, pp 25-6.)
+ “.... in reward for this becoming service I ordered drums for the Raja, and a fateful farman was issued from the Sovereign of
wrath...." (Memoirs, Vol. II, p. 75.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૬ ]
કુંવરદાસ અને સુંદદાસ યુદ્ધમાં મોગલ સેના રોકાઈ હેઇને, તથા જહાંગીરની કાશ્મીરની સહેલગાહના સમાચાર મળતાં જ મલિક અંબરે અહમદનગર અને બિરારના પ્રદેશ પુનઃ કબજે કરી લીધા. આથી જહાંગીરની આજ્ઞાથી શાહજહાં ઈ. સ ૧૬૨૧ માં ત્રીસ હજારના સૈન્ય સાથે માંડૂ થઈને બુરહાનપુર કૂચ કરી ગયે.
મેગલ સિન્યના પાંચ વિભાગના સેનાપતિ આ પ્રમાણે હતા (૧) દારાબખાન (૨) અબ્દુલ્લાખાન (૩) અબુલહસન ખ્વાજા (૪) રાજા ભીમ (૫) સુંદરદાસ. પ્રકટરૂપમાં દારાબખાન સેનાધ્યક્ષ હતો, પરંતુ વાસ્તવમાં તમામ પ્રબંધ સુંદરદાસના હાથમાં હતો *
વિશાળ મેગલ સેના સામે મલિક અંબર ટકી શકે એમ નહોતો. આથી અંતે તેણે હાર સ્વીકારીને સુલેહ માટે પ્રાર્થના કરતાં તેના દૂતોએ સુંદરદાસ સાથે સંધિની વાટાઘાટ ચલાવી, સુંદરદાસ ખડકપૂર્ણા નદીને કિનારે તમુરની કબામાં આવી પહોંચ્યો. * કાઝવીની કૃત “પાદશાહનામા”ના આધારે શાહી સેનાના ચાર વિભાગો હતા એમ બનારસીપ્રસાદ સકસેના તેમના History of Shah Jahan, Dilhi માં નેધે છે. તેમાં દારાબખાન અને રાજા ભીમનાં નામે નથી, જુઓ:–“He (Shah Jahan) left Mandu on March 25, 1621 and proceeded in bettle array towards Burhanpur. Abdullah Khan commanded the advance guard, Raja Vikramajit the right, Abul Hasan the left and the centre was under the personal command of the Prince."
પાદશાહ નામા” શાહજહાંની શરૂઆતની કારકિર્દી માટે ફારસીમાં પ્રમાણભૂત ગ્રન્થ છે. આવા ઉપયોગી ગ્રન્થને અનુવાદ કરવાનું પણ કોઈને સૂઝતું નથી!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
રાજકીય તવારીખમાં
[ ર૭
લ, જજરનગર દિલશાહી
ને
ભૂમિ
ત્યાં શાહજહાંની આજ્ઞાથી દુર્ગનો પાયો નાખવામાં આવ્યો અને તેનું જફરનગર નામાભિધાન થયું. ત્યાં થયેલી સંધિ અન્વયે કુતુબશાહી અને આદિલશાહી સુલતાનેએ પચાસ લાખ રૂપીઆ દંડના આપ્યા, તથા મલિક અંબરે જે ભૂમિ અધિકૃત કરેલી તે પુનઃ પાછી સોંપી દીધી. આ પ્રમાણે દક્ષિણને ઉકળતો ચરુ શાંત થયો. કંદહાર ઉપર હુમલો
ઈ. સ. ૧૬૨૨ માં દક્ષિણમાં યુદ્ધ ચાલતું હતું ત્યારે જ સમાચાર આવેલા કે ઈરાનના શાહ અબ્બાસે કંદહાર ઉપર હુમલે કર્યો છે. આથી જહાંગીરે શાહજહાંને આજ્ઞા મોકલાવી કે તે સીધે સૈન્ય સહિત કંદહાર જાય. આજ્ઞાનુસાર શાહજહાંએ ત્યાં જવા પ્રયાણ કર્યું. બુરહાનપુરને માર્ગે સુંદરદાસ, જે દક્ષિણની સંધિ પ્રમાણે ધન લઈને પાછો આવી રહ્યો હતો, તે મળે. તેની સાથે વિચારવિમર્શ કર્યા બાદ શાહજહાંને સમજાયું કે કંદહાર જવું એટલે ભારતથી વર્ષો સુધી અળગા રહેવું બરાબર છે વળી જે નિષ્ફળતા મળે તો તેની પ્રતિષ્ઠા પણ ઝંખાય.
આ અરસામાં જહાંગીર સતત મદ્યપાન અને વિષય ભેગને કારણે સ્વાથ્ય ગુમાવી બેઠા હોઈને રાજની કુલ લગામ તેની બેગમ નૂરજહાંના હાથમાં ચાલી ગયેલી, જે જહાંગીરના નાના પુત્ર શહરથારની પક્ષકાર હતી. આથી શાહજહાએ કંદહાર જતા પહેલાં કેટલીક શરત મૂકી. પરંતુ તે નામ દૂર થઈ જહાંગીર અને શાહજહાં વચ્ચે આ બાબતમાં સતત પત્રવ્યવહાર ચાલ્યો, પરંતુ કાંઈ વળ્યું નહિ. અંતે જહાંગીરે તેના પિતા વિરુદ્ધ બળવાનો જે રાહ લીધેલે, તેને શાહજહાં પણ અનુસર્યો અને બળવાની ચિનગારી ચાંપી. વિદ્રોહની આધિ - શાહજહાંએ બળવાને પ્રબંધ એવી રીતે કર્યો કે જેથી સામ્રા
જ્યમાં સર્વત્ર ઉપદ્રવ મચી જાય રાજા બાસૂના પુત્ર જગતસિંહને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
કુવરદાસ અને સુંદરદાસ તેણે વિદ્રોહ કરવા કાંગરા મોકલ્યો અને પોતે પૂર્ણ શક્તિ સાથે માંથી આગરા તરફ ઝડપથી આગળ વધ્યો.
ગુજરાત, માળવા અને દક્ષિણના પ્રાયઃ બધા જ અમીરો, જેઓ શાહજહાંની આજ્ઞામાં મૂકાયા હતા, તેઓ વિદ્રોહમાં ભળ્યા. વાવૃદ્ધ ખાનખાનાં, જે જહાંગીરનો શિક્ષક રહી ચૂક્યો હતો તથા જેણે અકબરના સમયમાં ત્રણ પ્રસિદ્ધ યુદ્ધમાં વિજય મેળવીને સામ્રાજ્યને વિસ્તારેલું, તે પણ તેમાંના એક હતો. જહાંગીર પોતે તેને આત્મવૃત્તાન્તમાં કબૂલે છે કે જે બળવા પક્ષના અમીરોની નામાવલી આપવામાં આવે તે ઘણું લંબાણ થાય!
પ્રકટ રીતે વિદ્રોહી સેનાનો સરસેનાપતિ ખાનખાનાંનો પુત્ર દરાબખાન હતો, પરંતુ વાસ્તવમાં સુંદરદાસ જ તેને પ્રધાન સંચાલક હતા.૪ જહાંગીરે બળવાનું ષારોપણ તેના ઉપર જ કર્યું છે. તેના ચડાવ્યાથી શાહજહાંએ બળવો કર્યો હતો એમ જહાંગીર માને છે, અને એટલે જ પોતાના ચરિત્રના ઉત્તરાર્ધમાં તો સુંદરદાસને ઠેઠ સુધી ભાંડતો રહે છે. નૂરજહાં પ્રત્યેની તેની આસક્તિથી તેને દેષ તે કાઢી શક્યો નહિ. ખરેખર તે નૂરજહાંની ઉશ્કેરણીથી જ શાહજહાં બળવાને રાહ લેવા પ્રેરાયેલે A સુંદરદાસે તે તેના ગ્ય સલાહકારની માત્ર ફરજ જ બજાવી હતી.
એકાએક વિદ્રોહ થતાં તથા વિદ્રોહી સેના પાટનગર તરફ ઝડx “ Although rominally the command was in the hands of the wretch ( bar-gashta-i-ruzgar) Darab, yet in reality the leader and the centre of the whole affair was Sundar, of evil deeds.” (“Memoirs of Jahangir” Vol. II. P. 253.) Aમુહમ્મદ ખાન કૃત “મિરાત-ઈ-અહમદી'માં નૂરજહાંને જ દેશપાત્ર ગણાવાઈ છે. જુઓ લોખંડવાલાનું ભાષાંત્તર પૃ. ૧૭૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
રાજકીય તવારીખમાં
[ ૨૯
પથી આગળ વધી રહી છે તે જાણીને જહાંગીર દ્વિધામાં પડી ગયેલે. યુદ્ધ માટે સેના પણ તૈયાર નહોતી. પરંતુ નૂરજહાંએ સમયસૂચકતા દર્શાવીને બિહારથી પર્વેઝને સસૈન્ય આવી જવા આજ્ઞા મોકલાવી મારવાડ, આમેર, કેટા, બુંદી વગેરે સ્થાનોથી રાજાઓ અને રાજપૂત સરદારોને પણ નિમંત્ર્યા. મહાબતખાનને કાબૂલથી તેડાવીને તેને સેનાપતિ નીમ્યો.
શાહી સેનાને તૈયારી માટે સમય મળી જાય તે માટે મૂસવખાનને શાહજહાં પાસે મોકલાવીને વાટાઘાટો ચલાવવાનું તર્કટ રચવામાં આવ્યું. ઉભય પક્ષો વચ્ચે ફતેહપુર સિક્રીમાં લંબાણપૂર્વક ગુફતેગો ચાલી. તે અન્વયે શાહજહાંના દૂત કાઝી અબ્દુલ અઝીઝને જહાંગીર પાસે મેકલાવવામાં આવ્યો. પરંતુ શરતો સાંભળીને જ કાઝીને કારાગાર ભેગો કરી દેવામાં આવ્યો ! એ પછી વાટાઘાટેનાં દ્વાર બિડાઈ ગયાં. આગરાની લૂંટ
ઉભય પક્ષો લડાઈ માટે સંપૂર્ણ તૈયાર થઈ ચૂક્યા હેઈને હવે વાતાવરણમાં ગરમી આવી અને લશ્કરી હિલચાલ પણ ત્વરિત બની. શાહજહાં ઠેઠ આગરા પહોંચી ગયો. દુર્ગાધ્યક્ષ એતબારખાને દુર્ગનાં દ્વારે બંધ કરી દીધાં, પરંતુ શાહજહાંની આજ્ઞાથી સુંદરદાસ નગરમાં સસૈન્ય પ્રવેશી શકવા સમર્થ થયો અને તેણે આગરા તૂટી લીધું. શાહીકેષ ઉપરાંત જહાંગીરના આગેવાન અમીરેનાં ઘરમાંથી અઢળક સંપત્તિ હાથ કરવામાં આવી. એકલા લશ્કરખાનના ઘરમાંથી જ નવ લાખ રૂપીઆની સંપત્તિ મળી આવી. જેની જેની પાસે સારી સંપત્તિ હોવાની આશંકા હતી, તે બધાને સુંદરદાસે લૂટ્યા અને જે કાંઈ લઈ શકાય એવું હતું તે બધું લઈ લીધું ૪ x " He sent to Agra his servant Sundar, who was the ring leader of the people of error and Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
કુંવરદાસ અને સુંદરદાસ
એ અરસામાં શાહી સેનાના આગમનના સમાચાર સાંભળીને શાહજહાં યમુના નદીના કિનારે કિનારે સસૈન્ય આગળ વધ્યા. શાહપુર પાસે કેટલીક સેના છેાડીને તે ડૅાટિલા તરફ ચાલ્યેા. સુંદરદાસ, રાજા ભીમ અને દારાબખાનની અધ્યક્ષતામાં પેાતાની સેનાના ત્રણ વિભાગેાને બાદશાહી પડાવેાની ચારે તરફ લૂટમારફરવા તથા રસદ– સામાનને રાકવા મોકલાવ્યા.
૩૦
]
બિલૂચપુરનું યુદ્ધ
ઇ. સ. ૧૬૨૩ માં માની ૨૮ મી તારીખે બિલૂચપુરના મેદાનમાં બન્ને પક્ષે વચ્ચે નિર્ણાયક યુદ્ધ ખેલાયું. જહાંગીર કે શ!હજહાંએ તેમાં પ્રત્યક્ષ ભાગ લીધો નહેાતે, માત્ર દૂરથી જ દોરવણી આપેલી. પાટનગરથી માત્ર વીસ ગાઉ દક્ષિણે આવેલી એ રણભૂમિમાં સારાયે દેશનુ ભાવિ તાળાવાનું હતું.
શાહી સેના પચ્ચીશ હજાર સવારેાની હતી. અબ્દુલ્લાખાન ફીરાઝજંગને દસ હજારનુ અને અન્ય બે સેનાપતિ આસખાન અને ખ્વાજા અમુલહસન બક્ષીને બાકીનું સૈન્ય સેાંપેલું અબ્દુલ્લાખાન, જે તે સમયનેા સમ સેનાપતિ હતા, તે અંદરખાનેથી શાહthe chief of the seditios, to take possession of the treasures and hidden wealth of those servants of the state who were at Agra. Amongst others he entered the house of Lashkar Khan, and seized Rs. 9,00,000. In the same manner, wherever he suspected there was property in the houses of other servants (of the Court), he stretched out his hand to seize it, and took possession of all that he found.'' (Memoirs, Vol. II, PP. 249-50.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
રાજકીય તવારીખમાં
[ ૩૧
જહાને મળેલ હતો. યુદ્ધ સમયે તે વિદ્રોહી સેના સાથે ભળી જશે એવું તેણે શાહજહાંને વચન આપેલું.
બરાબર યુદ્ધ વખતે અબ્દુલા ખાન વિદ્રોહી સેના તરફ આગળ વો. તેની સેનાને તથા સરદારોને લાગ્યું કે શત્રુ ઉપર હુમલો કરાઈ રહ્યો છે. ગુપ્ત વાત શાહજહાં અને સુંદરદાસ એ બેઉ જ જાણતા હાઈને તેમના સેનાપતિ દારાબખાને પણ શત્રુ સમજીને તેને સામને કર્યો. આથી સુંદરદાસ તેને સમજણ આપવા તેની પાસે દેડી ગયો.
શાહી સેનામાં ભંગાણ પડવાથી જહાંગીરની છાવણી સ્તબ્ધ થઈ ગઈ. તેના અન્ય બને સેનાપતિઓ તેને વફાદાર રહ્યા, પરંતુ નાના સરદારે કયે પક્ષે રહેવું તેને ઘડીભર તે નિર્ણય ન કરી શક્યા. આમ બધે હલચલ મચી ગઈ કેણ શત્રુ છે અને કોણ સાથી છે તેને નિર્ણય પણ મુશ્કેલ બની ગયો. સુંદરદાસનું મૃત્યુ
આ તરફ સુંદરદાસ દારાબખાન સાથે મસલત પૂરી કરીને પાછા ફરી રહ્યો હતો ત્યાં નવાઝિશખાન, જે અબ્દુલ્લાખાનની સેનાને જહાંગીર–પરત સરદાર હતો, તેનો સામને થઈ ગયે. તેની ટૂકડી સાથેની ઝપાઝપીમાં સુંદરદાસને મસ્તકમાં એકાએક ગાળી લાગી અને તેનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું.
આ સમાચાર સાંભળતાં જ શાહી સેના જે ડી વાર પહેલાં હતાશ થઈ ગયેલી, તે જોસમાં આવી ગઈ અને વિદ્રોહી સેનાનું વિજયી જણાતું પલ્લું પરાજ્યમાં ફેરવાઈ ગયું. શાહજહાંની છાવણુને તે તેના સરસંચાલક સુંદરદાસના મૃત્યુની કળ વળવી મુશ્કેલ બની ગઈ. શાહજહાં ઘણે જ નાસીપાસ થઈ ગયો. તેની સેનામાં હાહાકાર મચી ગયો.
વિદ્રોહી સેના રાજા ભીમની વીરતાથી બચવા પામી. તેણે શાહી સેનાને ઠેઠ સંધ્યા સુધી આગળ વધતા રોકી રાખી. એ અરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૨ ]
કુંવરદાસ અને સુંદરદાસ સામાં શાહજહાં દક્ષિણ તરફ સહિસલામત નાસી ગયે.
સુંદરદાસના મૃત્યુ અને વિદ્રોહી સેનાના પરાજ્યના ઉપલક્ષમાં જહાંગીરે ખુશાલી મનાવી અને તેના સરદારને મનસબમાં વૃદ્ધિ કરી. તેણે આ વિજયને અલાહની ભેટ તરીકે ઓળખાવ્યો.*
જહાંગીર તેના આત્મ-વૃત્તાન્તમાં જણાવે છે કે –“બીજે દિવસે સુંદરદાસનું મસ્તક કાપીને મારી પાસે હાજર કરવામાં આવ્યું. તેનું ગોળીથી મૃત્યુ થતાં તેના દેહને પાસેના ગામમાં અગ્નિસંસ્કાર માટે લઈ જવામાં આવેલે, પરંતુ અગ્નિ પ્રગટાવવામાં આવે તે પહેલાં દૂરથી લશ્કર આવતું દેખાયું, એટલે પકડાઈ જવાની બીકે સૌ નાસી ગયા ગામના મુખીએ તેનું મસ્તક કાપીને ખાન આઝમ, જેની જાગીરમાં આ બન્યું, તેની પાસે પિતાની વફાદારી પ્રદર્શિત કરવા લઈ ગયા અને તેના મારફત તેને મસ્તક સાથે મારી પાસે લાવવામાં આવ્યો. મસ્તક ઓળખી શકાય એવું હતું. તેમાં કોઈ પરિવર્તન થયેલું જણાતું નહોતું. માત્ર કાન, જેમાં મોતીજડિત આભૂપણો હતાં તે લઈ લેવાના આશયથી, કાપી લેવામાં આવ્યાં હતાં. તેને કોણે ગોળીથી ઠાર કર્યો તે કોઈ જાણતું નહોતું. તેના મૃત્યુને પરિણામે શાહજહાં ફરી કદી આક્રમક યુદ્ધ આપી શક્યો નહિ.” x"As the aid of Almighty God is ever near this suppliant, at this crisis, when a leader of army such as Abdu-llah-Khan threw 10,000 cavalry into confusion and joined the enemy, and there was nearly a great disaster, a shot from a mysterious hand reached Sundar. At his fall the pillars of the courage of the rebels shook.” (Memoirs, Vol. II, P. 255.). * “ Memoirs of Jahangir ", Vol. II, p. 256. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
રાજકીય તવારીખમાં
[ ૩૩
આ રીતે ગૂર્જરદેશાધ્યક્ષ, કાંગરાવિજેતા સુંદરદાસ અચાનક યુદ્ધભૂમિ ઉપર ઢળી પડ્યો. તેની વિદાયથી વિદ્રોહી સેનાના આત્મા વિલાઇ ગયેા, બળવાની યાજનાને આધારસ્તંભ તૂટી ગયો. તેના જવાથી શાહજહાંનુ ધ્યેય ઝૂંટવાઇ ગયું હોય એમ તેણે બચવા માટે નાસભાગ શરૂ કરી.
ગુજરાતમાં પલટા
શાહજહાં અજમેરમાં લૂંટ ચલાવતા માંડૂ પહોંચ્યા. ત્યાંથી તેણે અબ્દુલ્લાખાનને ગુજરાતના સૂત્રેા નિયુક્ત કર્યો. સુંદરદાસ વિદ્રોહી સેનાની આગેવાની લેવા ગુજરાતમાંથી વિદાય થયેલા ત્યારે તેણે પેાતાના ભાઈ કુંવરદાસને પેાતાના સ્થાને નીમેલા.^ હવે અબ્દુલ્લાખાનની નિમણૂક થતાં, કુંવરદાસ અને દીવાન સફીને રાજકાષ, રત્નજડિત સિંહાસન અને કમરપટ્ટો લઇ આવવા શાહજહાંએ આજ્ઞા મેાકલાવી. અબ્દુલ્લાખાને વફાદારને પેાતાના પ્રતિનિધિ નીમીતે ગુજરાતમાં મેાકલાવ્યે। અને પેાતે શાહજહાં પાસે માંડૂમાં રહી ગયા.
સફી મુમતાઝમહલની નાની બહેનને પરણ્યા હોઇને શાહજહાંએ ધારેલું કે તે પેાતાને પક્ષે રહેશે, પરંતુ શાહજહાંના નસીબ આડે પાંદ ુ હતુ. સફીના ભડકાવવાથી ગુજરાતના અમીરા શાહજહાંને પક્ષ લેતા અચકાયા આમ પણ બિલૂચપુરની હાર પછી
Δ Sundar's brother Kunhar was appointed in his room. When Sundar was killed, and Bi-daulat retreated after his defeat to Mandu, the Province of Gujarat was put in the charge of Lanatu-llah as his fief, and Kunhar was sent for along with Safi Khan, the Diwan.” (Memoirs, Vol. II, P. 262, )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
66
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૪ ]
કુંવરદાસ અને સુંદદાસ શાહજહાં બ જ ગુમાવી બેઠો હતો. જો કે સફીએ શાહજહાંના પક્ષમાં હોવાનું જાહેર કર્યું હતું અને કુવરદાસ રાજકેષ, કમરપટ્ટો વગેરે લઈને શાહજહાં પાસે જાય તે પહેલાં તેણે મહેમદાવાદને રસ્તો લીધે. અંદરખાનેથી તેણે જહાંગીરને વફાદાર રહેલા સરદારે સાથે ગુફતેગે કરી સૌને એકત્રિત કર્યા.
કુંવરદાસ માં ગયો કે તરત જ તેની ગેરહાજરીનો લાભ લઈને સફીએ અમદાવાદનો કબજે કરી લીધે. જડાઉ સિહાસન, જેની કિંમત પાંચ લાખ રૂપિઆની હતી, તે ઘણું ભારે હાઇને કુવરદાસ લઈ જઈ શકો નહોતો. તેના ટૂકડાઓ કરાવીને તેની સહાયથી સફીએ સેના પણ તૈયાર કરી લીધી. આ સાંભળીને અબ્દુલ્લાખાન છએક હજારની સેના સાથે ઉતાવળો ગુજરાતમાં આવ્યો, પરંતુ નારંજામાં સફી દ્વારા પરાજિત થઈ, સુરતમાંથી ચારેક લાખ રૂપીઆ વસૂલ કરી, શાહજહાં પાસે માં ચાલ્યા ગયે.
સફીએ શાહજહાંના ટેકેદારો વફાદાર, મહમ્મદ તકી વગેરેને પકડી લીધા પરંતુ કુંવરદાસનું શું થયું એ જાણી શકાતું નથી. મિરાત-ઈ-અહમદી'માં કુંવરદાસ સફી સાથેની લડાઈમાં મરા હતો એ ઉલ્લેખ છે અંગ્રેજ વેપારીઓએ તે સમયે આપેલા હેવાલ પ્રમાણે કુંવરદાસ પિતાને સરસામાન મૂકીને ભાગી ગયેલે. તે જહાંગીરના પક્ષે રહે છે અને બચે છે એ પણ મત છે. o “He ordered to be brought before him Kanhardas, brother of Vikramajit who laid down his life in a scuffle with Muhammed Safi Khan Diwan of the Subah...." Mirat-iAhmadi, P. 171. * "English Factories”, Edited by Sir W. Foster, P. 233.
+ રત્નમણિરાવ ભીમરાવ જેટ નેધે છે કે “એ જ લઢાઈમાં જહાંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
રાજકીય તવારીખમાં
[ ૩૫
શાહજહાંએ ગુજરાત, માળવા, ખાનદેશ અને દખણના અમીરે અને સરદારોની મદદથી વિદ્રોહનો શંખનાદ કેલે, પરંતુ બિલૂચપુરની હાર પછી ખુદ ગુજરાત જ તેના અધિકારમાંથી નીકળી ગયું–દક્ષિણનું પણ એ પ્રમાણે જ થયું. વિદ્રોહની પરિસમાપ્તિ
ઈ. સ. ૧૬૨૬ ના જૂનમાં સંધિ થઈ ત્યાં સુધી શાહજહાં સ્વ બચાવમાં સતત નાસતો-ભાગતે રહ્યો. એરિસ્સા, બિહાર અને બંગાળમાં તેને સફળતા મળેલી પરંતુ તે અસ્થાયી રહી, કેમ કે સેનાપતિ મહોબતખાને તથા શાહજાદા પઝે તેને પીછો છોડ્યો નહિ. રાજા ભીમની વીરતા ઉપર તે સતત ત્રણ વર્ષ સુધી ઝઝૂમતો રહ્યો, પરંતુ તેના અવસાન બાદ તેની હિમ્મત તૂટી ગઈ તેને ત્રીજે સેનાપતિ દારાબખાન અવસરવાદી નીકળ્યો. અન્ય સરદારે પણ એક પછી એક તેને સાથ છેડતા ગયા અથવા તો દેખાવ પૂરતા જ તેની સાથે રહ્યા.
આવા સંજોગોમાં નિરૂપાય થઈને જહાંગીરની ક્ષમા યાચવા સિવાય તેને કોઈ માર્ગ દેખાયો નહિ સમ્રાટે પણ પિતાના પુત્રની ખરી હકીકત જાણીને તેને આખરે ક્ષમા આપી. આ રીતે પિતા અને પુત્ર વચ્ચે સમજતિ સધાતાં બળવાન યાચિત અંત આવ્યો અને સામ્રાજ્યમાં પુનઃ શાંતિ સ્થપાઈ
આ બળવાને કારણે કરોડની સંપત્તિ નષ્ટ થઈ, વેપારવાણિજ્ય પડી ભાંગ્યાં, અશાંતિ અને ઉપદ્રવથી ત્રાસેલી પ્રજા શાંતિથી ઊંધ પણ ન લઈ શકી અનેક ખ્યાતનામ સરદારે, અમારે આ સંઘર્ષમાં હોમાઈ ગયા અથવા તે વિદ્રોહથા લાંછિત થયા; સેનાના ગીરને વિજય થાય છે, અને સુંદરનું મરણ થાય છે. કુંવર રાહ જઈ છેવટે જહાંગીરના પક્ષમાં હોવાનું જણાવે છે અને બચે છે.”
જૈન સાહિત્ય સંશોધક” ખંડ ૩, અંક ૪, પૃ. ૩૯૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
કુવરદાસ અને સુંદરદાસ
અસંખ્ય કસાયેલા સૈનિકા રેાળાઈ ગયા. દખ્ખણુ તથા અફઘાનિસ્તાનમાં માગલ સામ્રાજ્યની રાજનૈતિક હાનિ થઇ. આ હતી બળવાની ફલશ્રુતિ.
વિરલ પ્રતિભા
કલમ ’ થી ‘તલવાર’ સુધી બઢતી પામનાર તરીકે ફારસી તવારીખકારાએ સુદરદાસને બિરદાવ્યા છે.* મોગલ-સામ્રાજ્ય વસ્તુતઃ સૈનિક સામ્રાજ્ય હેાઈને પ્રત્યેક રાજપુરુષ માટે તલવાર અનિવા ગણાતી. કટ્ટર ધર્મચુસ્ત મુલ્લાએને પણ રાજકીય સે!પાને ચડતાં પહેલાં સૈનિક તરીકેની લાયકાત તેા સિદ્ધ કરવી જ પડતી, પરંતુ સુંદરદાસ માટે તે એવું બન્યુ કે ‘કલમ' દ્વારા તેને જે સિદ્ધિ પ્રાપ્ત ન થઈ તે ‘તલવાર' દ્વારા થઇ શકી! વિષ્ટિકારની જેમ સેનાપતિ તરીકે પણ તે અજોડ ગણાયા. મેવાડ, દખ્ખણ, કાંગરાના યુદ્ધોએ તેની કારકિર્દીમાં અભિનવ ગાંઓ ઉમેર્યા. જામ જશવંતસિંહ અને મહારાવ ભારમલ, જેએ ગુજરાતમાં મુખ્ય રાજકીય પરિબળ રૂપે હતા, તેમની સામે પણ તેણે સૈનક કાર્યવાહી આરંભેલી, જેના પરિણામે બન્નેએ સ્વયં જહાંગીરની મુલાકાતા લઇને પહેલી વાર જ આધીનતા સ્વીકારી લીધી. એ પછી તે। સુંદરદાસ ગુજરાતને સર્વેસર્વા બની ગયા. શાહજહાએ જહાંગીર વિરુદ્ધ બળવા કરતાં સુંદરદાસે ગુજરાત, માળવા, ખાનદેશ અને દખ્ખણના ખળાને એક
He was a writer in the service of Prince Shah Jahan, and, for his uprightness and zeal he was made Mir-Saman (major-domo). On account of his high spirit and lofty nature he was raised from the pen to the sword" ("The Maathir-ul-Umara Translated by H. Beveridge Vol. I, P. 412)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
,,
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
રાજકીય તવારીખમાં
[ ૩૭
ત્રિત કરીને વિશાળ સુસજ્જ વિદ્રોહી સેના ઊભી કરી દીધી, જે શાહી સેનાથી બધી રીતે ચડિયાતી હતી એમ તવારીખનવીસેા એકમતે સ્વીકારે છે. પરંતુ દુર્ભાગ્યે સુંદરદાસનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું, અને તેના મૃત્યુથી ઉભય પક્ષાએ હાર-જીતને ફેસલા સ્વીકારી લઈને યુદ્ધ મેદાનમાંથી લડ્યા વિના જ પાછા હટી ગયા!
તે જેવા પરમ વીર યાદો હતા તેવા જ દરિયાવ દિલને અમીર હતા. રાજા-મહારાજા સમ્રાટને ન ધરી શકે એવી કિંમતી ભેટા તેણે શાહજાદાને ધરી છે! દક્ષિણની સંધિ વખતે આદિલશાહે તેને બે લાખ રૂપીઆ અંગત બક્ષિશ રૂપે આપેલા, પરંતુ સુંદરદાસે આટલી મેાટી રકમ પેાતાની પાસે ન રાખતાં, ગેાવામાંથી શાહજહાં માટે અમૂલ્ય ભેટ-સાગાદે ખરીદી. શાહજહાંએ તેની ભેટને અગ્રસ્થાને મૂકીને જહાંગીરને પેાતાના વતીથી વિવિધ ભેટા ધરી દીધેલી જેથી સામ્રાટ અત્યંત પ્રસન્ન થયેલા.
ટૂંકમાં સુંદરદાસ જેવી વિરલ પ્રતિભા મેગલ સામ્રાજ્યના તિહાસમાં ભાગ્યે જ જોવા મળે. માત્ર એક જ દસકામાં તેણે જે અદ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ. તેનેા તા જોટા મળવા મુશ્કેલ છે.
શાહજહાં તે ખીજે જ વર્ષે મેાગલ સિંહાસન ઉપર બિરાવ! ભાગ્યશાળી બની શકયા, પરંતુ કુવરદાસ અને સુંદરદાસ તે પ્રસંગે વિદ્યમાન રહેવા ભાગ્ગાળી બની ન શકયા!
×
×
[૨] કુપાલ અને સેાનપાલ : જૈન સાહિત્યમાં સંઘપતિ બંધુએ કુરપાલ અને સે!નપાલ એશવાળ જ્ઞાતિના, લાઢા ગાત્રીય હતા. તેમના વંશને ગાણી તરીકે એળખાવવામાં આવતું હતું એમ ઉત્કીર્ણ લેખા દ્વારા જાણી શકાય છે. ભટ્ટ થામાંથી એવા ઉલ્લેખા મળે છે કે જૈનાચાર્યાં રવિપ્રભસૂરિએ ચૌહાણ વંશીય રાજપૂત રાજા લાખણસિહ દેવડાને પુત્રપ્રાપ્તિ નિમિત્તે પ્રતિધ આપીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
X
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૮ ]
કુંરપાલ અને સેનપાલ :
જૈન ધર્માવલંબી કર્યો. ગુરુકૃપાથી તેને રામદેવ નામે પુત્ર થયે, જેનાથી લેઢાવંશ ચાલ્યો. કાલક્રમે વંશવૃદ્ધિ થતાં તેમાંથી ચાર શાખાઓ પ્રાદુર્ભીત થઈ. ધજમલન અન્વયમાં-ધજમલૌત શાખામાં-પચાસમી પેઢીએ શેભાચંદ્ર થયા, જેમને આગરાની શિલા-પ્રશસ્તિમાં શૃંગ કહ્યા છે–તેઓએ સૌ પ્રથમ આગરામાં વસીને સં. ૧૫૦૧ માં જિનાલય બંધાવ્યું. તેમના વંશમાં કુંરપાલ સોનપાલ થયા.
લેઢા વંશજે મૂળ ક્યાંના હતા એ વિશે સ્પષ્ટ પ્રમાણ મળતું નથી. પરંતુ તેઓ ઘણી પેઢીથી આગરામાં આવીને વસ્યા હોવાથી શિલા-પ્રશસ્તિમાં તેમને “આગરાનિવાસી’ કહ્યા છે. ત્યાં તેમણે બંધાવેલાં અનેક જિનાલય છે, જે દ્વારા તેમને પ્રભાવ સૂચિત થાય છે. ધર્મોદ્યોતનાં કાર્યો | કુરપાલ સોનપાલે તથા તેમના પિતા ઋષભદાસે અંચલગચ્છાધિપતિ ધર્મમૂર્તિસૂરિ અને તેમને પદધર શિષ્ય કલ્યાણસાગર, સરિના ઉપદેશથી અનેક ધર્મકાર્યો કરીને પોતાનું જીવન ચરિતાર્થ કર્યું. આગરામાં ઉપાશ્રય, જેના ત્રણ તે મજલા (ધોત્રિજ) હતા, શ્રી મહાવીર સ્વામી તથા શ્રી શ્રેયાંસનાથનાં બે ભવ્ય જિનાલય આદિ બંધાવ્યાં; શત્રુંજય તથા સમેતશિખરના બે વિશાળ તીર્થ– સંઘે કાઢ્યા અને આબુ, ગિરનાર આદિ મહાતીર્થોની યાત્રા કરીને તેને ઉદ્ધાર પણ કરાવ્યો તેમના દ્વારા પ્રતિષ્ઠિત જિનબિંબો આજે ભારતનાં અનેક સ્થાનમાંથી ઉપલબ્ધ થાય છે, જે દ્વારા તેમની કીર્તિની સૌરભ બધે પથરાયેલી જોવા મળે છે ... એમની સામાજિક તથા ધાર્મિક કારકીર્દિનું વિવરણ કરવું અહીં અપ્રસ્તુત છે. માત્ર રાજકીય કારકિર્દીને સ્પર્શતી બાબતો જ અહીં નેધશું !
કુંરપાલ અને સોનપાલનાં કાર્યો તથા પ્રતિષ્ઠાઓ વિશે “અંચલગ૭ દિગ્દર્શન”, “અંચલગચ્છીય પ્રતિષ્ઠા લેખ” આદિ ગ્રન્થો જોઈ જવા જિજ્ઞાસુઓને વિનંતી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં
{ ૩૯
ઉપલબ્ધ પ્રમાણા
જૈન વાડ્મયમાં પટ્ટાવલીએ, ચરિત્રાત્મક રાસેા, પ્રબન્ધા આદિ સાહિત્ય ઐતિહાસિક દસ્તાવેજની ગરજ સારે છે એમ કહેવામાં ખાટુ નથી. અલબત્ત, તેમાં બધી જ બાબતા કૃતિહાસ-નિષ્ઠાથી કે તટસ્થતાથી જ આલેખાયેલી છે એમ માનવાને પણ કારણ નથી. કિંવદન્તી, અતિશયાક્તિ, વૈયક્તિક અભિનિવેશ, સ્વમત દુરાગ્રહ, ચમત્કારિક પ્રસંગેાની બહુલતા આદિથી આવું સાહિત્ય તદ્દન મુક્ત ન હેાય એ સમજી શકાય. જેટલી તેની માત્રા વધારે હોય તેટલી સાવધાની તેને ઉપયેાગ કરતી વખતે રાખવી પડે આવા સાહિત્યમાં પણ પ્રાચીનતામાં ખપાવવા પૂર્વસૂરિને નામે ચડાવાયેલી સાંપ્રત કૃતિઆના તાટા નથી આવી કૃતિએ, જેનું કર્તૃત્વ શકિત હાય, તે ભલે ક્રાઇ પ્રાચીન ગ્રન્થ કે પ્રમાણ ઉપર રચાયેલ હોય, પર ંતુ તેને આધાર લેતા પહેલાં તેની વિગતેાની ખૂબ જ ચકાસણી કરવી પડતી હાય છે. તેને આપણે શકિત પ્રમાણ તરીકે અહીં ઓળખાવશુ’. આપણા કામ પૂરતી તેની સૂચિ આ પ્રમાણે છેઃ—
(૧) “અચલગચ્છની મેાટી પટ્ટાવલી” (સં.) અમરસાગરસૂરિને નામે, (૨) વર્ધમાન–પદ્મસિંહ શ્રેષ્ઠીચરિત્ર” (સં) અમરસાગરસૂરિને નામે. (૩) “શ્રી કલ્યાણસાગરસૂરિના રાસ” (ગુ.) ઉયસાગરસૂરિને નામે.
ઉપર્યુક્ત શકિત પ્રમાણેાની ૭૫ વર્ષ પહેલાંની એક પણ હાથપ્રત પ્રાપ્ત થતી નથી એ વાત ખાસ નેાંધનીય છે.
શકિત પ્રમાણેા
પટ્ટાવલીમાં સંઘપતિના પિતા ઋષભદાસને અકબર બાદશાહના પ્રીતિપાત્ર કથા છે. જીએ—તંત્ર અવવાા પ્રેમચં लोढागोत्रीय समुद्भव ऋषभदासाख्यो धनिकः श्रेष्ठी वसતિસ્મ કુરપાલ સેનપાલને તેમાં જહાંગીરના તેહેસીલદાર ’ કહ્યા છે. જીએ—સદ્દા મવિત્ વહેમ પ્રેરિત: ૬ પાતિસાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
<
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૦ ]
કુરપાલ અને સેનપાલ : स्तत्र कुंरपाल-सोनपालाभिध निज तेहेसिलदाराभ्यां निर्मापितौ तौ पूर्वक्तौ जिनप्रासादौ निरीक्ष्य...॥
પટ્ટાવલીમાં ઉપયુંકત ઉલ્લેખ સાથે એક ચમત્કારિક પ્રસંગ વર્ણવાય છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે: સંઘપતિ દ્વારા આગરામાં નિર્માણ પામેલાં જિનાલયે સંબંધમાં જહાંગીરે તેમને જણાવ્યું કે “તમારે પથ્થરનો દેવ જે દસ દિવસમાં મને ચમત્કાર નહિ દેખાડે તો હું અને મંદિરે તેડી પાડીશ”. કલ્યાણસાગરસૂરિ એ વખતે વાણુરસી હેઈને સેનપાલ તેમને હકીકત અવગત કરાવવા ઊંટ ઉપર બેસીને ચોથે દિવસે ત્યાં પહોંચે. સૂરિએ તેને આશ્વાસન આપીને કહ્યું કે “હું આગરા આવી પહોંચીશ અને સઘળું સારું થઈ રહેશે”. પછી આકાશગામિની-વિદ્યાથી બીજે જ દિવસે તેઓ આગરા પહોંચ્યા. ત્યાર બાદ બે દિવસ પછી સોનપાલ પણ પુર ઝડપે ત્યાં આવી પહોંચ્યો. જહાંગીરને તે ચમત્કાર જોવા આચાર્ય પાસે તેડી લાવ્યો આચાર્યો તેને પ્રતિમાને નમસ્કાર કરવા કહ્યું, તેમ કરતાં પ્રતિમાને એક હાથ ઉચ્ચ સ્વરે ધર્મલાભ આપવાપૂર્વક ઊંચો થયે. આથી જહાંગીર ઘણો ચમત્કૃત થયો અને તેણે દસ હજાર સુવર્ણ મુદ્રિકા સૂરિને મોકલાવી ઈત્યાદિ.
વર્ધમાન-પસિંહ શ્રેણી ચરિત્ર”માં તથા “શ્રી કલ્યાણસાગરસુરિનો રાસમાં પણ થોડા ઘણા ફેરફાર સાથે એવું જ વર્ણન જેવા મળે છે. જહાંગીર કલ્યાણસાગરસૂરિને પગે પડીને “આ દેવ જ સાચા છે” એવું બોલતો વિદાય થયેલ હોવાનું તેમાં જણાવાયું છે જુઓ–
जगौ च सोनपालोऽपि। पातिसाहं कृतांजलिः ॥ कृपां कृत्वा समायांतु । भवंतस्तत्र मंदिरे ॥ ६७ ॥ विस्मितः पातिसाहोऽपि । सूरीणां पादयोन्तः ॥ सत्यः सत्यश्च देवोऽयमिति जल्पन् ययौ ततः ॥ ७४ ॥
–(શ્રી વર્ધમાન–પદ્મસિંહ શ્રેષ્ટી ચરિત્રની પ્રશસ્તિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં
[ ૪૧
પટ્ટાવલીમાં ઉપયુક્ત પ્રસંગ સ` ૧૬૭૧, વૈશાખ સુદિ ૩ ને શનિવાર, એટલે કે આગરામાં સંઘપતિ દ્વારા ઐતિહાસિક પ્રતિષ્ઠા થઈ તે પછી તરત બન્યા હોવાનું સ્પષ્ટ વિધાન છે. કયારે બન્યા તે વિષે ઉલ્લેખ નથી, પરંતુ સં. ૧૬૭ર પહેલાં તે બન્યા હતા એવું તેમાં અસંદિગ્ધપણે નાંધાયુ છે.
એ પ્રસંગ જો સાચે માનીએ તેા જહાંગીર આગરાના જિનાલયમાં સ્વયં પધારેલા એવુ* સ્વીકારવું પડે. પરંતુ વાસ્તવમાં જહાંગીર તે વખતે આગરામાં નહેતા, સતત પાંચ વર્ષ સુધી તે રાજધાનીથી સેંકડા ગાઉ દૂર અજમેર-માંડૂ-ગુજરાત આદિ પ્રદેશેશમાં પરિભ્રમણ કરતા રહ્યો હતા એમ તેના આત્મવૃત્તાંત, તેમ જ સત્તાવાર તવારીખને આધારે સ્વીકારવું પડે !×
અનુશ્રુતિમાં જહાંગીરના ગુસ્સા અંગે ખીજું જ કારણુ આપવામાં આવ્યું છે. તેને કહેવામાં આવ્યું કે-“ સેવડાંને મૂર્તિયાં
,,
X અચલગચ્છ (દિગ્દર્શન ” માં આવા તા અનેક વિસંવાદી પ્રસ ંગે ટાંકીને મેં ઉપર્યુકત ગ્રન્થાને શકિત ઠરાવ્યા છે. અલબત્ત, તે કાઈ પ્રાચીન કૃતિને આધારે રચાયેલા હશે, પર ંતુ હાલમાં તે। એ આધાર ગ્રન્થા પણ ઉપલબ્ધ થઈ શકતા નથી. જહાંગીર અને આ કલ્યાણુસાગરસૂરિના સમાગમ વિષે મેધમુનિ કૃત સાહ રાજસી રાસ ”(રચના સ. ૧૬૯૦)માંથી પણ સૂચન તે મળે જ છે. તેમાં આચાર્યને બાદશાહ સલેમ જહાંગીર માન્ય કહ્યા છે . આ સમકાલીન પુરાવે। વધુ પ્રમાણભૂત ગણાય, પરંતુ તે કયા પ્રસંગે કહેવાયું, ક્યારે કહેવાયું ઈત્યાદિ વિષે જાણી શકાતુ નથી અંચલગચ્છનું આવું તેા ધણું સાહિત્ય કાળના પ્રવાહ સાથે લુપ્ત થતું ગયુ. એના ઉદ્ધાર કરનાર કાઈ ન નીકળ્યું ! પચાસસાઠ વર્ષ પહેલાં માડે મેાડે ગ્રન્થેાહારનુ` કા` હાથ ધરાયું, તો વળી શકિત કૃતિઓના ફાલ નીપજ્યેા !!
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
cr
66
66
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૨ ]
કુંરપાલ અને સોનપાલ : બનવાઈ હૈ ઔર હજૂર કે નામ કે અપને બુત કે પૈર કે નિચે લિખા દિયા હૈ.” Aઆથી જહાંગીર ક્રોધે ભરાયેલે મૂર્તિઓના મસ્તક ભાગમાં તેનું નામ પુનઃ કોતરાવીને તેના ક્રોધને શાંત કરવામાં આવેલ.
ઉપર્યુક્ત લકથામાં કેટલું સત્ય હશે તે તો કેણ જાણે? પરંતુ સં. ૧૬૭૧ ની પ્રતિષ્ઠાની બધી જ મૂર્તિઓના મસ્તક ભાગમાં આ અથવા તો તેને મળતા ઉ૯લેખો તો કોતરાયેલા છે જઃ રિસદ શ્રી હરિ વિનરાજે . આગરામાંથી પ્રાપ્ત થયેલી વિસ્તૃત શિલા-પ્રશસ્તિના શિરિભાગમાં પણ એ પ્રમાણે જ છે. મૂર્તિઓમાં ઉકત પંક્તિ પાછળથી મૂકવામાં આવી હોય એમ જણાય છે. રાજ્યાધિકારીઓ દ્વારા કેઈ વધે લેવાયો હોય અને એ રીતે તેનું નિરાકરણ થયું હોય એમ માનવામાં વાંધો નથી, પરંતુ જહાંગીરની ત્યાં ઉપસ્થિતિ ન હતી એ વાત નિર્વિવાદ છે. જહાંગીરને નામે બધી વાતે ચડાવવાનું પ્રયોજન એ પ્રસંગને મહત્તા આપવા માટે પણ હેય.
ઉપર્યુક્ત શંક્તિ પ્રમાણમાં પ્રક્ષિપ્ત બાબતો રદ ગણીએ તો આટલે સાર જરૂર કાઢી શકાય કે કુરપાલ અને સોનપાલ જહાંગીરના
તેહસિલદાર ” હતા. તેમણે બંધાવેલાં જિનાલય સંબંધમાં રાજ્ય તરફથી કઈ વાંધો ઉઠાવાયેલે, પરંતુ સંઘપતિ બંધુઓએ પિતાની રાજકીય વગ વાપરીને તેનું નિરાકરણ કરેલું અને વાત પતી ગયેલી.x
A પૂરણચદ્ર નાહર દ્વારા સંપાદિત જૈન લેખ સંગ્રહ” ખંડ ૨, લેખાંક ૧૫૭૮ * જહાંગીરને જૈને પ્રત્યે ખફાદષ્ટિ હેવાનું એક કારણ એ છે કે તેના રાજ્યારોહણ પછી શાહજાદા ખુશરૂએ બળ કરે ત્યારે
ખરતરગચ્છાધિપતિ આ૦ જિનસિંહસૂરિએ એવી ભવિષ્યવાણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં
[ ૪૩
આધારભૂત પ્રમાણે | કુરપાલ સેનપાલના રાજકીય સ્થાન અને પ્રભાવને સૂચિત કરતા આધારભૂત પ્રમાણમાં “આચાર દિનકર” ની પ્રત–પુષ્પિકા લેખન સમય ૧૬૫૬ ના પોષ સુદિ ૫ ને ગુરૂવાર) સૌથી પ્રાચીન છે. એ પ્રત તેમના પિતા ઋષભદાસના શ્રેયાર્થે લખાઈ અને આચાર્ય કલ્યાણસાગરસૂરિને અપિત થઈ. તેમાં બન્ને ભાઈઓને “ભૂપાલમાચૌ' કહેવાયા છે. જુઓ –
तज्जाया राजश्री स्तदंगजो धर्मवान जनि धन्यः । संघमुख्योऽस्ति साधुः श्रीमच्छी ऋषभदासाख्यः॥ तत्पत्नी रेखश्री स्तदंगजः कुंरुपाल नामस्ति । अपरश्च सोनपाल आदयो भूपालमान्यौ ॥*
કુરપાલ સેનપાલે ઉક્ત પ્રત લખાવી ત્યારે અકબર બાદશાહનું રાજ્યશાસન હતું. તેમણે સં. ૧૬૫૭ માં શત્રુંજયને સંઘ કાઢેલે તે પહેલાં તેઓ અકબરના સમાગમમાં આવ્યા હતા એવું તે ઉચ્ચારેલી કે ખુશરૂ બાદશાહ બનશે. આથી બિકાનેરના રાજા રાયસિંહ, મંત્રી કર્મચંદ્ર બછાવત વગેરેએ તેને પક્ષ લીધેલ. જહાંગીરે એ વાત દાઢમાં રાખી. સમય આવતાં બિકાનેરના રાજવંશ અને મંત્રી કર્મચંદ્રના વંશનું તેણે યુક્તિપૂર્વક નિકંદન કાઢી નાખ્યું. શિખોના ધર્મગુરુ અર્જુનસિંહે ખુશરૂને માત્ર આશીર્વાદ આપ્યા તેના બદલામાં તેમને મૃત્યુદંડ આપવામાં આવ્યો. “તુઝુકઈ-જહાંગીરી” માં જહાંગીરે આચાર્ય જિનસિંહસૂરિ માટે ઘણા તિરસ્કારભર્યા શબ્દો લખ્યા છે. જૈન સાધુઓને પોતાના રાજ્યમાંથી હાંકી કાઢવા અંગે કાઢેલા ફરમાન વિષે પણ જહાંગીરે નોંધ લીધી છે. આવા સંજોગોમાં આગરામાં ઐતિહાસિક પ્રતિષ્ઠા થઈ શકી તે કુરપાલ સોનપાલની રાજકીય વગને કારણે જ હોઈ શકે. * “પ્રશસ્તિ-સંગ્રહ” પૃ. ૧૫૬ ઃ જૈન સાહિત્ય-પ્રદર્શન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૪ ]
કુંપાલ અને સોનપાલ :
દ્વારા સૂચિત થાય છે. અકબર તે સમયે જૈન આચાર્યોના પ્રભાવ હેઠળ હતો એ સુવિદિત છે.
એવી જ રીતે તેમણે સં. ૧૬ ૬૯ ના માઘ વદિ ૫ ને શુકવારે સમેતશિખરનો વિશાળ તીર્થ સંઘ કાઢેલ ત્યારે શાહી ફરમાન મેળવવા તેઓ જહાંગીર પાસે ગયેલા. દીવાન દોસ્ત મુહમ્મદ, નવાબ ગ્યાસ બેગ તથા અનીયરાયે તેમની સિફારસ કરી, ત્યારે ખુદ સમ્રાટે જ જણાવ્યું કે–“હું એ ઉદારચરિત ઓસવાલને સારી રીતે જાણું છું. એમનાથી અમારા નગરની શોભા છે. તેઓ અમારા “કોઠીવાલ” છે અને “બંદિ છેડાવનાર” એવું બિરુદ શોભાવે છે, એમ જશકીર્તિ કૃત “સમેતશિખર રાસ” (રચના સં ૧૬૭૧) માં વર્ણન છે. જુઓપાતિસાહી જે વડઈ ઊંબરઈ, દેસ મહિમદ દીવાની રે; ગ્યાસ બેગ નવાબ વિચક્ષણ, અનીયરાય વડ ગ્યાની રે. સફત્તિ કરઈ આલિમપતિ આગઈ, એહઈ વડ વ્યવહારી રે; મહાજન કાર ન લેમ્પઈ કદિ હી, બહુત બડે ઉપગારી રે. સાહા જહાંગીર કહઈ મઈ જાઉં, હમારા કોઠીવાલા રે; બાંદ છેડાવણ-બરુદ સોહાવણ, અઢિલિક દિલ ઉસવાલા રે. નગર હમારા ઈનથી સારા, બંદીજન આધારા રે; જાણઈ આચારા બહૂત બિચારા, કાર એહ ઉપગારા રે.A
આ રાસ કુંરપાલ સેનપાલ વિશે સમકાલીન પુરા (ઇને તેની પ્રમાણભૂતતા વિશેષ છે. તેમનાં જીવનકાર્યો વિશે તેમાં ઘણું વન છે, જેમાં તેમની વીરતાનું વર્ણન આપણું ખાસ ધ્યાન ખેંચે છે. પાવાપુરીથી સંઘ સબરનગર પહોંચ્યો. ત્યાંના રાજા રામદેવના મંત્રીએ સંઘનું સ્વાગત કર્યું મોટી સંધ જોઈને રાજાની નજર
A મારા પ્રકાશ્યમાન “અંચલગચ્છીય રાસ-સંગ્રહમાંથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં
[
૫
બગડી. તેની ધન પડાવી લેવાની વૃત્તિ સમજીને સંઘપતિએ તેને સાફ શબ્દોમાં સંભળાવી દીધું કે –“તમે તમારું વચન ચૂકી ગયા છે, તમને ધિક્કાર છે. તમારા મસ્તક ઉપર પગ મૂકીને હું પાલગંજ જઉં, ત્યારે તું મને સવાલ સમજજે!” સંઘપતિ પાસે જહાંગીરનું ફરમાન હોવાથી નવાદાના સાદીક મહમ્મદખાનના પુત્ર મીરઝા અબ્દુલ્લાખાન અને ગોમાના રાજ તિલકચંદ્ર લશ્કર સાબદું રાખ્યું. મીરઝાએ રાજા તિચંદ્રને કહ્યું કે–“તેઓ મેટા વેપારી છે. તેમની પાસે હજરતના હાથનું લખેલું ફરમાન છે. તેમને કઈ કષ્ટ આપશે તો તે અમારા ગુનેગાર થશે.” રાજાએ ખાત્રી આપી કે “કઈ ચિન્તા ન કરો. તેમને યાત્રા કરાવીને નવાદા પહોંચાડીશ. તેમને એક પાઈની પણ નુકશાની નહિ થવા દઉં, જે થશે તે અગિયારગણું હું આપીશ.” એ દરમિયાન રાજા રામદેવને તેની રાણએ ઠપકે આપતાં સમજી જઈને તેણે પિતાના મંત્રીને સંઘપતિને મનાવવા મેંકો અને વાત પતી ગઈ.* * તવ રેસઈ સંઘપતિ ઈમ બેલઈ, સુણિ હે વચન હમારી રે;
જે તું કોલ થિકી તબ ચૂકા, ધિમ્ તેરા અવતારા રે. મસ્તકિ તેરઈ દૂ પાંઉ ધરીનઈ પાલગંજ મંઈ જાઉં રે; તે હું ઉસવાલ મુંહિ જાણઈ, ઉર કહાવિસ નાઉં રે. મર્યા કહઈ સુણો એક વાત હમારી, રાજાજી એહઈ વડવ્યવહારી; હઈ કુરમાંન ઇનકઈ સીધિઈ, હજરતિ કરી દીના નિજ હાથઈ. ઇન કેઈ કઈગા રંજાન, સાઈ ગુણહગાર હમારા જાન, સાહમા હાકિમ સબ ઠેરિકા આવઈ, ઉર ઈનક આગઈ અમરાવઈ. તવ તિલકચંદ રાજા રે ઈણિપૂરિ બોલ,
સાહિબ ઉર નકે તુહ લઈ; હરકત દમરી કી હેવઈ કહી,
આ તમઈ ઈગ્યાર)ની દિઉં તબહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
કુંપાલ અને સેનપાલ :
સમેતશિખરની યાત્રા કરીને સંઘ સુખરૂપે આગરા પધાર્યો ત્યારે ક્રપાલ સોનપાલનું જહાંગીરે સન્માન કર્યું એમ રાસમાં કહેવાયું છે. જુઓદિન દિન વલી ચડતી કલા એ, કુંરપાલ સેનપાલ; સાહ જાહિગીરઈ માનિયા એક વખત વલી ભૂપાલ. ૪૭૩
આગરાનું ઐતિહાસિક સ્તવન”માં વળી એવો ઉલ્લેખ છે કે જહાંગીરે સંઘપતિ બંધુઓને “નગર શિરોમણી”ની પદવી આપી. જુઓ – સૌો ઉત્તર સાલે, સંઘ નિકાલા શિખરજી કો સાહ કેરુપાલ સોનપાલ સેઢા સંઘપતિ, યાત્રીસંઘ અનગિનતી થા. સંઘ સકલ સુખ પૂરવ આવી, જહાંગીરને માન કિયા સંઘકા; “નગર શિરોમણિ” પદવી દીની, ધન્ય ધન્ય જીવન ઈનકા.
આ સ્તવન જે કે પ્રાચીન કૃતિ નથી, પરંતુ તેમાં આગરાની ઐતિહાસિક ધર્મ પ્રવૃત્તિનું વિશ્વસનીય વર્ણન નિબદ્ધ હેઇને અહીં ઉપયોગી બને છે.
સમેતશિખરજીના સંઘ બાદ કુરપાલ સોનપાલ દ્વારા આગરામાં યાદગાર પ્રતિષ્ઠા મહોત્સવ થયા. સં. ૧૬૭૧ ના વૈશાખ સુદિ ૩ને શનિવારે, તેમણે બંધાવેલાં બન્ને જિનાલયોમાં અનેક જિનબિંબની આચાર્ય કલ્યાણસાગરસૂરિની નિશ્રામાં પ્રાણપ્રતિષ્ઠા થઈ. તે પૈકીના શ્રી શ્રેયાંસનાથ જિનાલયની એક વિસ્તૃત શિલા-પ્રશસ્તિ પથ્થરોના ઢગલામાંથી એકાએક મળી આવી એ વિશે પ્રાથનમાં કહેવાઈ ગયું છે. પ્રશસ્તિ અંતર્ગત રાજકીય બાબતો નિમ્નક્ત છે:
૧) તેમાં સંઘપતિના પિતા ઋષભદાસને “રાજમાન્ય” કહ્યા છે. જુઓ–
रेखाभिधस्तयोज्येष्ठः। कल्पद्ररिव सर्वदः ।
રામાન્ય ધારે ટિકિટ II II. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં
[ ૪૭
(ર) કુરપાલ સેાનપાલને તેમાં જહાંગીરન! “ અમાત્યા ”
કહ્યા છે. જીએ——
श्रीजहांगीर भूपाला - मात्यौ
धर्मधुरंधरौ । धनिनौ पुण्यकर्त्तारौ । विख्यातौ भ्रातरौ भुवि ॥ २०॥ (૩) તેઓ જહાંગીરની આજ્ઞા મેળવીને ધર્મ કાર્યાં કરતા હતા એમ પણ પ્રશસ્તિમાં કહેવાયું છે. જીએ—
अवाप्य शासनं चारू | जहांगीरपतेर्ननुः । कारयामास तुर्धर्म्म । कृत्यं सर्व सहोदरौ ||२२|| (૪) પ્રશસ્તિની ૧૯ મી ક ંડિકામાં બન્ને ભાઓને વસ્તુપાલની ઉપમાલાયક ( વસ્તુપાટોપમાં) કહ્યા છે.
<
શિલાપ્રશસ્તિમાં તેમને જહાંગીરના અમાત્યા કરીા છે તે ઉલ્લેખ ઘણા જ મહત્ત્વપૂર્ણ છે. તેથી અગાઉના પ્રમાણેામાં તેમને રાજમાન્ય' કહ્યા હતા, પરંતુ સ’૦ ૧૬૭૧ માં તેઓ ઉચ્ચ રાજ*પ્રે. બનારસીદાસે પ્રશસ્તિ અંતર્ગત મહત્ત્વની બાબતાની વિદ્વત્તાપૂર્ણ વિચારણા કરી છે તેમાં રાજકીય ઉલ્લેખ ઉપરાંત સં૰ ૧૬૭૧, વૈશાખ સુદિ ૩ ને ગુરુવાર લખેલુ હાઇને તેનું કારણુ શોધી કાઢવા તેમણે ખાસ સૂચન કર્યુ છે. અન્ય મૂર્તિલેખામાં શનિવાર છે, અને પચાંગ પ્રમાણે પણ એ દિવસે શનિવાર જ આવે છે. બનારસીદાસ જણાવે છે કે—“ અંત મેં મૈં યહ નિવેદન કરના ચાહતા. ક્રિ ઈસ પ્રશસ્તિ કે સંબંધ મેં । ખાતાં કી અધિક ખેાજ આવશ્યક હૈ એક તા યહ કિ મુગલ બાદશાહેાં કે ઇતિહાસ મેં કુરપાલ ઔર સેાનપાલ યા ઉનÝ પિતા કા નામ ક્રૂડના ચાહિયે, ઔર દૂસરી યહ કિ વૈસાખ સુદિ ૩ કા બૃહસ્પતિ ઔર શનિ કયાંકર હૈં। સકતે હૈં; ઈસ કા સમાધાન કરના ચાહિયે.” ( ‘ જૈન સાહિત્ય સંશાધક' ખંડ ૨, અંક ૧, પૃ. ૨૯).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૮ ]
કુંરપાલ અને સોનપાલ
કીય કારકિર્દી ધરાવતા થયા, એમ ઉપર્યુક્ત ઉલેખ પરથી નિવિવાદપણે સિદ્ધ થાય છે. પ્રશસ્તિ સમકાલીન પુરાવો હેઈને તે પ્રત્યે શંકા રાખવાનું કોઈ કારણ નથી.
આગરાની ઐતિહાસિક પ્રતિષ્ઠા પછી બરોબર બીજે જ વર્ષે સં. ૧૬૭૨ ના વૈશાખ સુદી ૩ ને ગુરુવારે સોનપાલના જ્યેષ્ટ પુત્ર રૂપચંદનું અમદાવાદમાં દેહાવસાન થયું અને તેની પાછળ તેની ત્રણે પત્નીઓ સતી થઈ તેના સ્મારકરૂપે આસને પાળિયો મૂકવામાં આવેલે, જે ગુજરાતના પ્રખર ઇતિહાસ રત્નમણિરાવના જેવામાં આવેલ તે વિશે પ્રાફકથનમાં ઉલ્લેખ થઈ ગયો છે.*
આ કલાત્મક પાળિયે કૂવાના થાળામાં જડેલે હતો પરંતુ અસલ તે સુંદર છત્રીમાં જડેલે હશે અને પછીથી એ તૂટી જતાં નદી કિનારે રખડત હશે એટલે કેઈએ તેને કૂવાના થાળામાં જડ્યો હશે એમ જણાય છે. ઘણા જૂના વખતથી ત્યાં જ સ્મશાન હતું એમ “મિરાતે અહમદી' લખે છે. એટલે સ્મશાનમાં રૂપચંદની પાછળ ત્રણે સ્ત્રીઓ સતી થઈ હશે.
પણબે ફૂટ લાંબા અને એક ફૂટ પહેળા શુદ્ધ ઘેળા આરસની શિલાને ફરતો હાંસિયો રાખવામાં આવ્યો છે, તેને ફરતે લેખ કરેલ છે. વચ્ચેના લંબચોરસ ભાગમાં ડાબી બાજુએ ઘડેસવારની તથા જમણી બાજુ તેની ત્રણે સ્ત્રીઓની મૂર્તિઓ છે. + રનમણિરાવે પાળિયાન લેખ, તેને ફેટે તથા તેનું મનનીય વિવરણ “જૈન સાહિત્ય સંશોધક (ખંડ ૩, અંક ૪)માં રજૂ કરેલ છે. તેઓ નોંધે છે કે – “આ પાળિયા હાલમાં છે એવા સ્થળમાં રાખવા જે નથી. અમદાવાદના કલારસિક અને ઈતિહાસના શોખીન ગૃહસ્થાએ કૂવાના માલિક પાસેથી એની માગ કરી કેાઈ સારા સ્થળે કે કઈ સંગ્રહસ્થાનમાં અગર તો અમદાવાદના ભાવિ મ્યુઝિયમમાં મૂકાવવા યત્ન કરવો જોઈએ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં
[ ૪૯ મથાળે સૂર્ય અને ચંદ્ર મૂક્યા છે. બધી મૂતિઓનાં મુખ ખંડિત છે. ઘડાનું મુખ અખંડિત છે સાજ ઉપરથી ઘડેસવાર લડવૈયો હોય એવો લાગે છે. સ્ત્રીઓનો પહેરવેશ ઉત્તર ગુજરાત કે મારવાડ જે દેખાય છે અને ચૂંદડીની ભાત પણ સ્પષ્ટ કોતરેલી છે. (જુઓ ફેટે લેઈટ)
ઉત્કીર્ણ લેખમાં પ્રાસંગિક ઉલ્લેખ તથા દિલ્હીમાં જહાંગીરનું રાજ્ય હતું વગેરે છે. પરંતુ પાળિયાની મહત્વની દૃશ્યમાન બાબત એ છે કે રૂપચંદ લડવૈયો હતો. ઘેડેસવારને સાજ જોતાં તે વણિક તો ન જ લાગે. તેના પિતા સેનપાલની જેમ તે પણ દ્ધો હોય એમાં શું નવાઈ? વળી તેની પત્નીઓ સતી થઈ એ પણ તેમની શૌર્ય-પરંપરાને અનુરૂપ ગણી શકાય. સામાન્યતઃ જૈનોમાં સતી પ્રથાને ઉગ્ર નિષેધ છે, ત્યારે તે ઘણું સૂચક ગણાય.A.
| કુરપાલ સોનપાલની રાજકીય કારકિર્દી એ પછી વધતી ચાલી. તેમને “રાજા” જેવી પદવી મળી, ને તેમને રાજ્યમાન્ય શાલિભદ્ર, મગધરાજ શ્રેણિક તથા મહારાજા સંપ્રતિ જેવા મહાપુરુષો સાથે સરખાવવામાં આવ્યા. “સોનપાલ સંઘાધિપ રાસ'ના મંગલાચરણમાં વર્ણન છે કે –
સાલિ મુસાલી ભદ્ર અવતારે, ધુરિમ ગુણિ દાનિ અપારે; સોનપાલ સેવનગિરિ સારે, કંઈ શ્રેણિક સંપ્રતિ અવતારે. સાજણ સિંહસું જાણુઉં, સાજણ મણું રંજણું પુહવિહિ પયડ પ્રમાણ, જગિ કલિજુગ ગંજઈ. A ક્ષત્રિયો જેનધર્મ સ્વીકારીને સવાલ થયા એ બાબત સુવિદિત છે. એટલે જેનેમાં સતી થવા સંબંધમાં જે ત્રીસેક પાળિયાઓ આજ દિવસ સુધીમાં પ્રકાશમાં આવ્યા છે તે બધા જ સવાલ સંબંધિત જ છે. જુઓઃ “બીકાનેર જૈન લેખસંગ્રહ”, સં. શ્રી નાહટાજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૫૦ ]
કુંપાલ અને સેનપાલ :
અન્નઈ શ્રવર્ણિ સુણજઈ, નંદનવનિ જિણિ રંગે રમી જઈ એ સવિ સધાર રાય સાધાર, રાય બંદિ છેડ બિરુદ આધાર. થિર રાય થાપન કરીએ, અવિ સંઘપતિ રાય*
આ રાસની એકમાત્ર અપૂર્ણ હાથપ્રત પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં ઉપલબ્ધ છે. શરૂઆતમાં તેમણે કાઢેલા શત્રુજય તીર્થના સંઘનું તથા તેના ઉદ્ધારનું તેમાં વિસ્તારથી વર્ણન છે. તેમના રાજકીય સ્થાનને સૂચવતા ઉલેખ “બંદિ છોડ”નું બિરુદ ઇત્યાદિ વર્ણન જ અહીં ઉપયોગી છે. રાસના વર્ણનને આધારે કહી શકાય એમ છે કે તે આગરાની પ્રતિષ્ઠા પછી રચાય હશે, કેમ કે તેમાં સંઘપતિનું મંત્રી કે અમાત્યથી વિશેષ “રાજા” જેવું વર્ણન છે. આ રાસના નામાભિધાનથી સ્પષ્ટ થાય છે કે ઉમરમાં સોનપાલ કુરપાલ કરતાં નાને (દ્વિતીય) હોવા છતાં પ્રભાવની દષ્ટિએ ચડિયાતો હતો. જેનેતર પ્રમાણ
જૈનેતર પ્રમાણમાં એકમાત્ર, અને પ્રસ્તુત સંદર્ભમાં સર્વ શ્રેષ્ઠ ગણી શકાય એવું વિરલ “કેરપાલ સેનપાલ સેઢા ગુણપ્રશંસા” નામક એક હિન્દી કાવ્ય સદ્ભાગ્યે પુરાતત્ત્વાચાર્ય મુનિ જિનવિજયજીને પાટણના ગ્રન્થાગારમાંથી પ્રાપ્ત થઈ શક્યું છે. કુંરપાલ સેનપાલની રાજકીય કારકિર્દી ચરમ સિમાએ પહોંચેલી તે સમયે તે રચાયું હશે એમ તેના વર્ણન ઉપરથી સ્પષ્ટ રીતે કહી શકાય છે. ઉપર્યુક્ત બધાં જ જૈન પ્રમાણે તેમની રાજકીય
* હાલમાં આ રાસને માત્ર બે પાનાં જેટલે અંશ જ ઉપલબ્ધ થયો છે. મૂળ તે તે અપૂર્ણ દશામાં જ છે. બાકીને ભાગ મેળવીને મારા પ્રશ્યમાન “અંચલગચ્છીય રાસસંગ્રહ”માં હું આ સંબંધમાં વિશેષ પ્રકાશ પાડીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં
[ ૫૧
કારકિર્દીના ઉદયકાળનાં કે પૂર્વાનાં જ હોને પ્રસ્તુત હિન્દી કાવ્યની મહત્તા અનેક ગણી આંકી શકાય છેઃ સગર ભરથ જજિંગ, જગડુ જાવડ ભયે;
પેામરાય સારંગ, સુજશ નામ ધરણી. ૧ સેત્રુજે સંઘ ચલાયા, સુધન સુખેત ખાયા;
સંઘપતિપદ પાયે, કવિ કેટ કીર્તિ બરણી. ર લાંહનિ કડાહિ ઢાંમ, ઢાંમ ક્રુગ ભાંન કહિ;
આનંદ મોંગલ ઘરિ ઘરિ ગાવે ઘરણી. ૩ અસ્તપાલ તેજપાલ, હુએ રેખચંદ નંદ;
કારપાલ સેાનપાલ, કીની ભલી કરણી. ૪ કહિ લખમણ લેાઢા, દૂનીકું દ્વિખાઈ દેખ;
લકિા પ્રમાન જોપે, ઐસે લાડુ લીજિયે. ૫ આંન સંઘપતિ કેાઉ, સંધ જોપે કીયા ચાહે,
કારપાલ સેાનપાલ, કેા સેા સંઘ કીજિયે. ૬ સબલ રાય ખિભાર, નિખલ થાપના ચાર;
ખાધા રાઈ દિ છેાર, અરિ ઉર સાજકેા. ૭ અડેરાય અવšંભ, ખિતીપતી રાયખંભ;
મંત્રીરાય આરંભ, પ્રગટ સુભ સાકા. ૮ કવિ કહિ રૂપ ભૂપ, રાઈન મુકટનિ;
ત્યાગી રાઈ તિલક, મિરદ ગજ માજકે: હું હુય ગય હેમાંન, માંન નંદકી સમાંન;
હિંદુ સુરતાણ, સેાનપાલ રૂખરાજકા. ૧૦ સૈન ખર આસનકે, વૈજપર પાસનકે;
નિજ દલ ર્જન, ભંજન પર દલકા. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
પર ]
કુરપાલ અને સેનપાલ એ જ મદ મતવારે, વિકરારે અતિ ભારે ભારે
કારે કારે બાદરસે, બાસવ સુજલક. ૧૨ કવિ કહિ રૂપ, નૃપ ભૂપતિનિકે સિંગાર,
અતિ વડવાર ઐરાપતિ સમ બલકે. ૧૩ રેખરાજ નંદ, કોરપાલ સેનપાલ ચંદ
હેતવનિ દેત એસે, હાથિનિકે હલકે. ૧૪૪ કાવ્યની ભાષા જોતાં તે જૈનેતર કવિ, જેનું નામ રૂ૫ સૂચવાયું છે, તેની રચના સંભવે છે. કુરપાલ સોનપાલના વ્યક્તિત્વનાં બધાં જ પાસાને કવિએ જેસીલી જબાનમાં કલાત્મક રીતે વણી લીધા હોઈને આ કાવ્યકૃતિને તત્કાલીન પદ્ય સાહિત્યને એક ઉત્કૃષ્ટ નમૂનો પણ ગણાવી શકાય એમ છે.
[ ૩] કુરપાલ અને સોનપાલ એ જ
કુંવરદાસ અને સુંદરદાસ હતા ?
આપણે સૌ પ્રથમ રાજકીય તવારીખમાંથી કુંવરદાસ અને સુંદરદાસની આછી કાર્યરેખા જોઈ ગયા. એ પછી સંઘપતિ કુરપાલ અને સેનપાલનું રાજકીય સ્થાન સૂચવતાં કેટલાંક પ્રમાણે પણ નેાંધી ગયા. હવે કંરપાલ અને કુંવરદાસ તથા સેનપાલ અને સુંદરદાસની અભિન્નતા દર્શાવતી કેટલીક સરખામણીની પર્યેષણ કરવાનું અહીં પ્રાપ્ત થાય છે. પ્રમાણેનું તારતમ્યા
કુરપાલ સેનપાલ સંબંધમાં વિક્રમ સં. ૧૬૫૬ માં લખાયેલી પ્રત–પુપિકાનું પ્રમાણ સૌથી પ્રાચીન છે. ત્યારથી લઈને સં૦ * મુનિ જિનવિજયજી દ્વારા સંપાદિત “જૈન સાહિત્ય સંશોધક” ખંડ ૨, અંક ૧, પૃ. ૩૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
કુંવરદાસ અને સુંદરદાસ હતા?
[ ૫૩
૧૬૭૧ સુધીમાં અનેકવિધ પ્રમાણે જૈન-ગ્રન્થમાંથી સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એ પછી સં. ૧૬૭૨ નો પાળિયે પણ ઉપલબ્ધ થઈ શકો અને છેલ્લે તેમની રાજકીય-કારકિર્દી જ્યારે પુર બહારમાં ખીલી હતી તે સમયે રચાયેલું જણાતું હિન્દી કાવ્ય, જે જૈનેતર રચના સંભવે છે, તે પણ સદ્ભાગ્ય સાંપડી શકયું છે.
ઉપર્યુક્ત જૈન પ્રમાણમાંથી નિમ્નક્ત બાબતો સ્પષ્ટ રીતે તારવી શકાય છે. કુંરપાલ અને સેનપાલ એ બેઉ ભાઈએ આગરાના ધનાઢ્ય વેપારી (નિ: શ્રેણી) હતા. તેઓ ઘણુ ધર્મપ્રેમી, દાનેશ્વરી અને પરાક્રમી યોદ્ધા પણ હતા. અકબર બાદશાહના રાજ્ય-કાળમાં તેમની રાજકીય વગ વધેલી એમ તેમના સૂપમૌ વિશેષણથી સૂચિત થાય છે. તેમણે સમેતશિખર તીર્થને સંઘ કાઢેલે ત્યારે જહાંગીરે તેમના “બંદિ છોડાવનાર બિરુદને ઉલ્લેખ કરીને તેમને કેઠીવાલ કહ્યા. જહાંગીરે વિશેષમાં જણાવ્યું કે તેમનાથી અમારા નગરની શોભા છે.” તીર્થસંઘ બાદ જહાંગીરે તેમને “નગરશિરોમણિ'ની પદવી આપીને તેમનું બહુમાન કર્યું. એ પછી તેઓ રાજકાજમાં જોડાયા અને પોતાના પરાક્રમબળે જહાંગીરના મંત્રીપદે (કહાંગીર ભૂપત્રીમત્યિૌ) ઠેઠ પહોંચ્યા. તેમની રાજકીય કારકિર્દીના ઉપલક્ષમાં તેમને રાજમાન્ય શાલિભદ્ર, મંત્રીવર્ય વિમલ તથા વસ્તુપાલ અને તેજપાલ૮ વગેરે સાથે સરખાવવામાં આવ્યા. તેથીયે સંતોષ ન પામનાર કવિઓએ તેમને
+ તેમણે શત્રુજ્યને સંઘ (સં૧૬૫૭) અકબરના શાસનકાળ દરમિયાન કાલે હેઇને, રાજફરમાન મેળવવા સમ્રાટને તેઓ મળ્યા હોય અને તેના સમાગમમાં આવ્યા હોય એમ માની શકાય. » સમેતશિખર રાસમાં પણ આ પ્રમાણે વર્ણન છેઃ
વસ્તુપાલ તેજપાલ ભલા રે, વિમલ મહા મંત્રીશ;
ઈણિ દીઠઈ તે ઉલખ્યા રે, મેટી જાસ જગીશ ૪૬૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૪ ]
કુરપાલ અને સેનપાલ એ જ
મગધરાજ શ્રેણિક તથા મહારાજા સંપ્રતિના અવતાર રૂપે ગણાવવા પ્રેરાયા.
હિન્દી કાવ્યમાં ઉપયુક્ત બાબતો ઉપરાંત બંધુયુગલના ઉનત રાજકીય સ્થાનને જેસીલી જબાનમાં વર્ણવવામાં આવ્યું છે. તેમાં તેમના ગુણકીર્તન ઉપરાંત તેમની પદવી રાજા જેવી હતી અને સોનપાલ તો “હિન્દુ સુરતાણ” કહેવાતો હતો એવું વિશેષ વર્ણન પણ છે. ઐતિહાસિક કેયડ : તેને ઉકેલ
ક્રપાલ અને સેનપાલ વિશે ઉપર્યુક્ત પ્રશસ્ત ઉલલેખો મળતા હોવા છતાં મેગલ તવારીખમાં તેમનાં નામ સ્પષ્ટ રીતે જડતાં નથી. જહાંગીરે પોતાનું આત્મચરિત્ર લખ્યું છે તેમાં તત્કાલીન રાજકીય બાબતોનું શૃંખલાબદ્ધ વર્ણન છે, પરંતુ તેમાંથી પણ તેમનાં ચેખાં નામ જડતાં નથી. તેમના સમકાલીન પ્રમા
માં તેમની રાજકીય કારકિર્દી વિશે ઘણું ઘણું કહેવાયું હોય અને રાજકીય તવારીખોમાં તેમને નામોલ્લેખ સુદ્ધાં ન મળે એ કેવું ? ઈતિહાસનો એ એક જટિલ કેયડે જ ગણાય.
પ્રો. બનારસીદાસ જૈન જેવા વિદ્વાન પણ આગરાની શિલાપ્રશસ્તિ, જેમાં કુરપાલ સેનપાલને જહાંગીરના અમાત્યો કહ્યા છે, તે ઉપરથી જહાંગીરના રાજ્ય સંબંધી એકાદ બે ફારસી ગ્રન્થો જોઈ જવા પ્રેરાયેલા પરંતુ નામ ન મળવાથી દ્વિધામાં મૂકાઈ ગયેલા. અંતે તેમણે કુંરપાલ સોનપાલ કે તેમના પિતા ઋષભદાસનાં નામ રાજકીય ઈતિહાસમાંથી શોધી કાઢવાનું વિદ્વાનને સૂચન કરેલું, જે વિશે પ્રાફકથનમાં કહેવાઈ ગયું છે.
ગુજરાતના ખ્યાતનામ ઇતિહાસકાર રત્નમણિરાવ ભીમરાવ જેટે આ જટિલ કેયડાનો ઉકેલ બીજી રીતે શોધી કાઢે છે તેઓ
એ ખુલાસો કરે છે કે જહાંગીરના રાજ્ય સંબંધી ઇતિહાસમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
કુંવરદાસ અને સુંદરદાસ હતા ?
[ ૫૫
કુંરપાલ સોનપાલનાં નામ સ્પષ્ટ રીતે દેખાતાં નથી એ ખરું, પરંતુ તેમાં કુંવરદાસ અને સુંદરદાસ નામના બે ભાઈઓનાં પરાક્રમનું જે વર્ણન આવે છે તે કાંઈક અંશે આ બન્ને ભાઈઓને બંધ બેસતું આવે છે એમનાં નામમાં તો મળતાપણું છે જ. કુંવર અને સુંદરે જહાંગીરના રાજ્યકાળમાં કેટલીક વખત ઉપયોગી અધિકાર ભોગવ્યો છે. કુંવરનું નામ ફારસીમાં કનહર લખેલું છે. જહાંગીરે તેમને કુંવર અને સુંદર એવા ટૂંકા નામે પણ ઓળખાવ્યા છે. સુંદરનાં પરાક્રમ કુંવર કરતાં વધારે જોવામાં આવે છે, જે વિશે પહેલા પ્રકરણમાં સપ્રમાણુ કહેવાઈ ગયું છે. તેમના વર્ણનમાં કેટલુંક “સાદૃશ્ય રસમય” છે, એમ પણ રત્નમણિરાવ જણાવે છે.
“આ વર્ણન જોતાં સુંદર એ જ સેનપાલ એ કહેવું મુશ્કેલ છે. સોનપાલનું સ્વર્ણપાલ તો પ્રશસ્તિમાં જ આપેલું છે અને સુંદર એ શબ્દનું ભાષાંતર હોઈ શકે. જહાંગીરને અમાત્ય અને સુંદર એ સોનપાલનું નામ છે એમ માનીએ તે એ બે ભાઇનું ઉપરનું વર્ણન પ્રશસ્તિ અને હિન્દી કાવ્યને ખાસ મળતું આવે છે. બનેએx ગૂજરાતની દીવાની ભોગવી છે. હિન્દી કાવ્યમાં કુરપાલ * આગરાની શિલા-પ્રશસ્તિની ૧૯મી કંડિકામાં આ પ્રમાણે છેઃ तत्सूनुः कुंरपाल: किल विमलमतिः स्वर्णपालो द्वितीयः । આ પંક્તિ દ્વારા એવું પણ સૂચિત થાય છે કે કુરપાલ મેટ અને સોનપાલ નાનો ભાઈ હતા. ૪ રત્નમણિરાવને સુંદર પણ દીવાન હોવાનું અભિપ્રેત છે, તે તેમની સમજફેર લાગે છે સુબેદાર–પ્રાન્તાધ્યક્ષની જેમ દીવાનની નિમણૂક પણ દિલ્હી દરબાર દ્વારા થતી અને તે હિસાબી અમલદારને વરિષ્ઠ તથા તમામ મૂકી રાજવહીવટને ઉપરી હોવા છતાં તેનો દરજજો સૂબેદાર પછીને ગણાતો. આપણે જોઈ ગયા કે સુંદરે શાહજહાંના પ્રતિનિધિ તરીકે ગૂજરાતનો વહીવટ ચલાવેલ-પ્રાન્તાધ્યક્ષ તરીકે જ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૬ ]
કુરપાલ અને સોનપાલ એ જ
કરતાં સેનપાલનું વર્ણન વધારે છે, અને એને જ “હિન્દુ સુરતા કહ્યો છે. “મંત્રીરાય”, “રાઈન મુકુટમણિ વગેરે શબ્દો પણ ખાસ સૂચક છે.? સુંદર અને સોનપાલ બન્ને લઢવયા અને પ્રતાપ અને સત્તામાં પોતે જ રાજા જેવા “ખિતિપતિ રાયખંભ – જહાંગીર અને પછીથી શાહજહાંને ખાસ સ્તંભ–સહાયક જેવા જણાય
કોઈના હાથ નીચે નહીં. સત્તાવાર તવારીખમાં તેનું નામ પ્રાન્તાધ્યક્ષ તરીકે નથી આવતું– શાહજહાંનું જ આવે છે. પરંતુ વાસ્તવમાં તો તેણે શાહજહાંની અનુપસ્થિતિમાં તેના પ્રતિનિધિ તરીકે પ્રાન્તાધ્યક્ષની તમામ ફરજો બજાવી છે જહાંગીરે પણ તેના આત્મવૃત્તાંતમાં આ હકીકતને સ્વીકારી છે, અને એટલે જ તેણે કહ્યું છે કે – Sundar the Brahman administered and protected the country (ie. Gujarat ). 241631547 241413 સુંદરને ગૂર્જરદેશાધ્યક્ષ કહેવામાં કોઈ વાંધો નથી આવતો. “આથીર-ઉલ-ઉમરા” (લેખન સમય ઈ. સ. ૧૭૪૧-૪૭)માં પણ આ બાબતને પુષ્ટિ મળી રહે છે.
“હિન્દુ સુરાણઅને “રાઈન મુકુટમણિ” એ બને વિશેષણો અનુક્રમે “રાજા વિક્રમાત” અને “રાયરામાં” બિદે સાથે ખાસ સરખાવવા જેવાં છે, કેમ કે સુંદરદાસને જહાંગીર દ્વારા એ બને બિ પ્રાપ્ત થયાં હતાં એ વિશે અગાઉ કહેવાઈ ગયું છે. સુંદરદાસને રાજકીય હોદ્દો “મીર સામાન” (Mejor-domo) હોઈને “મંત્રીરાય” વિશેષણ પણ ઔચિત્ય ધરાવે છે. * “સમેતશિખર રાસ’માં સબરનગરના રાજા રામદેવને સંધપતિઓએ જે પરચો બતાવ્યો, અને તેના મસ્તક ઉપર પગ મૂકીને ચાલું તો જ હું એશવાલ સાચો’ એવી ધમકી ઉચ્ચારી તે તેમની વીરતાની દ્યોતક છે. રૂપચંદનો પાળિયો પણ તેમના યોદ્ધા હોવાની
શાખ પૂરે છે, તે વિશે અગાઉ કહેવાઈ ગયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
કુંવરદાસ અને સુંદરદાસ હતાં ?
[ ૫૭
છે. એ પણ તેાંધવા જેવુ છે કે પ્રશસ્તિ બન્ને ભાઇઓને અમાત્ય કહે છે અને હિન્દી કાવ્ય તેથી પણ વધુ રાજા જેવું વર્ણન કરે છે. જહાંગીરના રાજ્યને હેવાલ જોતાં આ કુંવર અને સુ ંદર સિવાય આવા પરાક્રમના બીજા ભાઈએ જણાતા નથી એટલે એ એ ભાઇએ કુરપાલ અને સેાનપાલ હોય પાલ, દાંસ વગેરે શબ્દો તે નામને છેડે લખનાર ગમે તેમ મૂકતા એવા દાખલા છે.”*
ગુણ-સાદૃશ્ય
રત્નમણિરાવે સુંદરદાસ અને સેાનપાલ વચ્ચે જણાતા સામ્યની મુખ્યત્વે આ મુદ્દાઓને આધારે વિચારણા કરી : (૧) નામ (૨) બધુયુગલ (૩) રાજકીય પ્રભાવ (૪) જહાંગીરના અમાત્ય (૫) ઉચ્ચ બિરુદો (૬) લડવૈયા. એવી જ રીતે બન્નેના ગુણાનું સાદસ્ય પણ ધ્યાનાકર્ષક છે.
મઆથીર-ઉલ-ઉમરા’^માં તત્કાલીન આગેવાન માગલ દરબારીઓના જીવન-વૃત્તાન્તાની સાથે સુ દરદાસનું જીવનવૃત્તાન્ત પણ છે. તેમાં કહેવાયું છે કે—તેની પ્રમાણિકતા અને ઉત્સાહના ઉપલક્ષમાં તેન મીર-સામાનના હોદ્દો અપાયા. ઉચ્ચ જુસ્સા અને આદર્શ સ્વભાવને લીધે તે કલમથી તલવાર સુધી બઢતી પામ્યા.” એ ગ્રન્થમાં આદિલશાહે તેને બે લાખ રૂપીઆ જેવી મેટી રકમ ભેટ આપેલી, પરંતુ તેણે અંગત કામ માટે તે ન રાખી એ સબધમાં એક પ્રસંગ વર્ણવાયા છે, જે તેના દરિયાદિલને દ્યોતક છે. * “ જૈન સાહિત્ય સંશાધક”, ખંડ ૩, અંક ૪, માં રત્નમણિરાવતા લેખ.
"
A સમસામુદ્દૌલા શાહનવાઝખાન કૃત આ ફારસી તવારીખનું પણ એચ. એવેરીજે અંગ્રેજીમાં ભાષાંત્તર કર્યું છે. મૂળ ગ્રંથને પહેલે ભાગ છે. સ ૧૯૪૧ થી ૪૭ માં પૂરા થયા. મિત્ર મીર ગુલામઅલીએ ઈ.સ. ૧૭૫૯ માં
ત્યાર પછી લેખકના કવચિત્ ફેરફાર સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૮ ]
કુરપાલ અને સોનપાલ એ જ
સેનપાલે ધર્મોદ્યોતનાં કાર્યોની જે પરંપરા સઈ તે દ્વારા તેના ઉત્સાહ અને ઉચ્ચ જુસ્સાનો ખ્યાલ મળી રહે છે. પોતે ધનાઢય તેમજ ધર્મનિષ્ઠ હોઈને તેની પ્રમાણિકતા માટે કહેવાનું રહેતું નથી. તેના આદર્શ સ્વભાવનું દર્શન માત્ર એક જ પ્રસંગથી કરી શકાશે. આગરાની પ્રતિષ્ઠા પ્રસંગે તેણે માતા-પિતા, પુત્રપી, ભાઈ-ભાંડુઓ, સગા-સંબંધીઓના શ્રેયાર્થે જિનબિબ તો ભરાવ્યાં જ છે, પરંતુ પિતાના નોકર (ચ-મૃત્ય) હરદાસના શ્રેયાર્થે પણ બિંબ ભરવાનું તે ચૂકે નથી !+ આવા ઉમદા પ્રસંગને જે મળ મુશ્કેલ છે. વળી જહાંગીર તેને બંદિ છોડાવનાર” તરીકે ઓળખાવે છે તે પણ આ સંદર્ભમાં ખાસ સૂચક છે. સોનપાલ ઔદાર્ય માટે ખાસ પંકાયું હતું એમ ખુદ જહાંગીર તેને “ઉદાર ચરિત' કહે છે તે દ્વારા સૂચિત થાય છે. સમેતશિખરના સંધ પછી તેણે ૧૨૫ સુંદર ઘોડા, ૨૫ હાથી અને અસંખ્ય દ્રવ્ય દાનમાં આપેલાં એમ આગરાની શિલા-પ્રશસ્તિમાં કહેવાયું છે, જે દ્વારા તેના દરિયાવ-દિલની પ્રતીતિ મળી રહે છે. આ રીતે એમના ગુણેનું સાદસ્ય પણ હદયંગમ છે સમય-કમની દૃષ્ટિએ
રત્નમણિરાવે ઉપર્યુક્ત મંતવ્ય વ્યક્ત કર્યું ત્યારે તેમની નજર તેનું પુનઃ સંકલન કર્યું. લેખકના પુત્ર અબદુલ હેઓએ ઈ. સ. ૧૭૬૮ થી ૬૯ માં તેનું વિસ્તૃતીકરણ કરીને તેમાં વિશેષ વૃત્તાતો ઉમેર્યા અને સમગ્ર ગ્રન્થનું ઈ. સ. ૧૭૮૦ માં નૂતન સંસ્કરણ સંપૂર્ણ કર્યું, જેને આધારે બંગાળની રોયલ એશિયાટીક સંસાયટીએ ઇ. સ ૧૮૮૭-૯૬ માં ત્રણ વૅલ્યુમ પ્રકાશિત કર્યા. આ મહત્ત્વપૂર્ણ આકાર-ગ્રથ રત્નમણિરાવના વાંચવામાં આવ્યો હોય એમ જણાતું નથી.
+ “અંચલગચ્છીય પ્રતિકા-લેખ”, લેખાંક ૪૪૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
કુંવરદાસ અને સુંદરદાસ હતા?
[ ૫૯
સમક્ષ બીજા પ્રકરણમાં જણાવેલાં મોટા ભાગનાં પ્રમાણે નહેતાં અને એટલે તેઓ એ સંદર્ભમાં આ વિષયને સમય-કમની દષ્ટિએ ન ચકાસી શકે એ સ્વાભાવિક છે. એટલે એ વિશે પણ થોડું જણવવું આવશ્યક બને છે.
સં૧૬૭૧ માં આગરામાં યાદગાર પ્રતિષ્ઠા થઈ એ પછી કુરપાલ સોનપાલ વિશે જૈન ગ્રન્થમાંથી ક્યાંયે ઉલ્લેખ પ્રાપ્ત થત નથી એ ઘણું સૂચક છે. તે પહેલાં (ઈ. સ. ૧૬૧૫ ની ફેબ્રુઆરી) સુંદરને મેવાડની વિષ્ટિમાં અસાધારણ સફળતા મળતાં તેણે રાજકારણમાં સક્રિયપણે ઝંપલાવ્યું હતું. માત્ર તેમણે બેએક વર્ષ પહેલાં આરંભેલાં બન્ને જિનાલયનું નિર્માણ તથા તેમાં જિનબિંબ પ્રતિ આદિ કાર્યો બાકી રહ્યાં હતાં, જે સં૦ ૧૬૭૧ માં સંપન્ન થતાં, તેઓ બન્ને ભાઈઓ વિવિધ રાજકાર્યો અંગે જુદે જુદે સ્થાને ફરતા રહ્યા એમ માની શકાય.
સમેતશિખરનો સંઘ સં. ૧૬૬૯ માં નીકળ્યો, એ પછી કુરપાલ સેનપાલને જહાંગીરે સન્માન્યા એ વિશે કહેવાઈ ગયું છે. એ પછી તેમને મેવાડના વિજયની સંધિની વાટાઘાટમાં શાહીપક્ષે ભાગ લેવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હોય અને એનપાલ ત્યાં ગયો હોય એવું સંગત–પ્રતીત થાય છે. ગમે તેમ હોય, પણ એક વાત ચોક્કસ છે કે મેવાડ વિજ્ય પછીની આગરાની શિલા-પ્રશસ્તિમાં તેમને હાંગીરના અમાત્ય કહ્યા છે. એમને જે કુંવરદાસ અને સુંદરદાસ માનવામાં આવે તો સુંદર એ વખતે (સં. ૧૬૭૧)માં
: “સમેતશિખર રાસ’માં જણાવાયું છે કે સેનપાલને સંઘ કાઢવાને વિચાર આવેલે. કંરપાલે કહ્યું “સુંદર વિચાર ! હજી બિંબપ્રતિષ્ઠાને પણ વાર છે.” આ પરથી સ્પષ્ટ થાય છે કે આગરાનાં બને જિનાલનું-નિર્માણ કાર્ય સં. ૧૬૬૯ માં સંધ નીકળેલ ત્યાર પહેલાં ચાલતું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
૬૦ ]
કુરપાલ અને સેનપાલ એ જ
રાયરામાં”નું બિરુદ પ્રાપ્ત કરી ચૂક્યો હતો, અને સામ્રાજ્યના દીવાન પછીનો “મીર સામાન” (Major-domo)નો ઉચ્ચ હોદ્દો તે ધરાવતો હતો, જે તેને અમાત્ય કહેવા માટે પૂરતો હતો.
એ પછી બીજે જ વર્ષે (સં. ૧૬ર માં) સોનપાલને જોઇ પુત્ર રૂપચંદ અમદાવાદમાં મૃત્યુ પામ્યો અને તેની ત્રણે પત્નીએ તેની પાછળ સતી થઈ એમ તેમના પાળિયા ઉપરથી સિદ્ધ થાય છે. એ વખતે તેમનું કુટુંબ પ્રાયઃ કઈ રાજકાર્ય અંગે આગરાથી અમદાવાદમાં આવીને વસ્યું હોય. ઈ. સ. ૧૬૧૮માં સુંદર ગુજરાતના અધિકાર પદે નીમાય, તે પહેલાં કુંવર ત્યાં દીવાનપદે રહી ચૂક્યો હતો એમ જહાંગીર તેના આત્મવૃત્તાંતમાં નોંધે છે. એ અરસામાં રૂપચંદ પણ અમદાવાદમાં હશે એમ માનવામાં વાંધો નથી.
ટૂંકમાં, જેન–ગ્ર માં કુરપાલ સોનપાલ વિષે પર્યાપ્ત પ્રમાણમાં, કડીબદ્ધ વિગતો .લેખાયેલી હોય અને સં: ૧૬૭૧ પછી તેમનો ઉલલેખ સુદ્ધાં ન હોય તે માટે ઉપયુક્ત કારણ સિવાય અન્ય સંતોષકારક ખુલાસે શું હેઈ શકે? વસ્તુતઃ પ્રસ્તુત અનુમાન નને પ્રતિપાદિત કરવા માટે આ બાબત ઘણી જ વજનદાર ગણાવી જોઈએ. વાંધાઓ
રત્નમણિરાવે પિતાના મંતવ્યના સમર્થનમાં પ્રમાણપુર સર દલીલ રજૂ કરી તેમાં કેટલાક વાંધાઓ પણ તેની વિરુદ્ધમાં જણાવ્યા. તેઓ નોંધે છે કે –“પરંતુ કુંવર અને સુંદર એ બે ભાઈઓના જહાંગીરના આત્મચરિત્રમાં આપેલા વર્ણન સાથે કુરપાલ સોનપાલનું વૃત્તાંત જેવું મળતું આવે છે, તેવા કેટલાક વાંધા પણ એ સામ્યમાં આવે છે. જહાંગીરના સમયમાં રાજા વિક્રમજન નામના ઈલકાબવાળા ત્રણ પુરુષો જણાય છે. એક પત્રદાસ રાજા વિક્રમા
છત, બીજે સુંદદાસ વિક્રમાજીત, અને ત્રીજો બાંધુ અગર માંધુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
કુવરદાસ અને સુંદરદાસ હતા ?
[ ૬૧
રાજા વિક્રમાકત વાઘેલા. એમાં પત્રદાસ અને સુંદરદાસ બન્નેને રાયરાયાંને ઈલકાબ મળે છે. પત્રદાસ અકબરના વખતનો અમીર છે અને જહાંગીર એને “ખત્રી” લખે છે. બાંધના રાજાને વાઘેલ લખે છે આ ત્રણેને વિક્રમાજીત કહ્યા છે. અને તુઝુકે જહાંગીરીના ભાષાંતરકાર રેજર્સ અને બેરીજે આ ત્રણે પુરુષોને એક બીજામાં મેળવીને કાંઈ ગોટાળે કર્યો છે એમ એ ગ્રન્થની શબ્દસૂચિ ઉપરથી જણાય છે છતાં પણ બરાબર જેવાં સુંદરદાસ વિક્રમાજીત જુદે જ પુરુષ હેય એમ જણાઈ આવે છે, અને એનાં પરાક્રમો બીજા બે કરતાં વધારે છે.
બીજો વિરોધ જરા ભારે છે, અને તે એ કે ચરિત્રના પાછલા ભાગમાં જહાંગીર સુંદરદાસને બ્રાહ્મણ કહે છે કે શરૂઆ
૪ માંધુને રાજા અને વાઘેલે રાજા એ બને ભિન્ન વ્યક્તિઓ હોઈને એ બિરુદધારક કુલ ચાર પુરુ હતા, એ વિશે અગાઉ જણાવાઈ ગયું છે. સમસામુદ્દૌલા શાહનવાઝખાન કૃત “આથીરઉલ–ઉમરા” નામક ફારસી ગ્રન્થમાં તત્કાલીન રાજદરબારીઓ વિશે માહિતીપ્રદ બાબતો સંગૃહીત છે. બેરીજે તેનું પણ અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે તેમાં પૃ. ૪૧૨ ની કૂટનેટ નં. ૫ માં સુદરદાસને અલ્લાહબાદ વિભાગ અંતર્ગત બાંધુનો વતની કહ્યો છે અને તુઝુકઈ-જહાંગીરી” (અંગ્રેજી ભાષાંતર પૃ. ૩૨૫) નો આધાર પણ આપ્યો છે. દેખીતી રીતે જ બેવેરીજે બાંધુના રાજા વિક્રમજીત અને સુંદરદાસ રાજા વિક્રમજીતને એક સમજીને અહીં પણ ગોટાળે કરી દીધો છે. * જહાંગીરે તેને માત્ર બે જગ્યાએ જ બ્રાહ્મણ કહ્યો છે. જુઓ –
“....along with the Brahman Sundar who was his guide to the desert of error." (P. 53).
“..... Sundar the Brahman, admini.tered and Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
દર ]
કુંરપાલ અને સેાનપાલ એ જ
તમાં એવુ કાંઇ લખ્યું નથી. આપણા લેખને સેાનપાલ ઓસવાલ જ્ઞાતિનેા છે એ સ્પષ્ટ છે. એટલે જહાંગીરે ભૂલમાં સુંદરદાસને બ્રાહ્મણ લખ્યા છે એવું સિદ્ધ ન થાય ત્યાં સુધી આ આખુયે અનુમાન તૂટી પડે છે આટલા બધા સામ્યમાં આ એક વિરોધ ઘણા માટે છે જહાંગીર હિંદુની જ્ઞાતિ લખવામાં ભૂલ ન કરે કે બધી વિગત બરાબર નેધે જ એમ માનવાનું કારણ નથી. યૂરોપીય રાજ્યાના પ્રતિનિધિઓની મુલાકાત આત્મચિરત્રમાં તેાંધી નથી. સર ટામસરીનું નામ જ નથી, એટલે સુ દરની જ્ઞાતિ ખરી જ લખી હશે એમ પણ ચાક્કસ કહેવું મુશ્કેલ છે. છતાં બ્રાહ્મણ જ્ઞાતિના ઉલ્લેખ છે એટલે હાલ તે। આ સામ્યતે માટે વધારે કાંઇ ચેાક્કસ કહેવાય નહીં. A એમ કહેવાય છે કે જહાંગીરના સમયમાં રાજા
protected the country [i. e. Gujarat] (P. 261)— Memoirs of Jahangir”, Vol. II.
66
tr
^ રત્નમણિરાવના આ લેખ પછી વર્ષો બાદ “ ગૂજરાતનું પાટનગર અમદાવાદ ” નામે પુસ્તક પ્રકાશિત થયું તેમાં તેમણે સુંદરની જ્ઞાતિ ‘ ક્ષત્રિય ’ જણાવી છે. તેમણે કચા આધારે લખ્યું છે એ નાંખ્યું નથી. જીએ—“જહાંગીરના સમયના ઇતિહાસ જોતાં આ નામ સ્પષ્ટ રીતે મળતાં નથી, પર ંતુ એમાં કુવરદાસ અને સુંદરદાસ નામના બે ભાઇઓએ ભજવેલા ભાગનું સારું વર્ણન છે. સુંદરદાસને જહાંગીર રાજા વિક્રમાતા 'તા ઈલકાબ આપેલે તે હિંદી કાવ્યના હિંદુ સુરતાણુ' સાથે બંધ બેસે છે. જહાંગીર અને શાહજહાંના એ જમણેા હાથ હતા. મિરાતે અહમદીમાં પણ એમના ઉલ્લેખા છે અને એ બન્નેએ વારાફરતી ગૂજરાતની દીવાની કરી હતી એમ સમજાય છે શાહજહાંએ જહાંગીર સામે બળવા કર્યા ત્યારે સુંદરદાસે શાહજહાં તરફથી મુખ્ય ભાગ લીધા હતા અને છેવટે એનું મરણ થયુ હતું. જહાંગીર પોતે લખે છે કે સુંદરદાસના
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
કુંવરદાસ અને સુંદરદાસ હતા?
[ ૬૩
વિક્રમાજીતે જીવહિંસા અટકાવી હતી એમ તે સમયનો એક વિદેશી મુસાફર લખે છે. આ વિક્રમાજીત તે સુંદરદાસ હેય તે તે જૈન હેય એવો સંભવ બળવાન થાય”*
રત્નમણિરાવે ઉઠાવેલા ઉપર્યુક્ત બન્ને વાંધાઓ ઉપરાંત ત્રીજો વધે એ પણ ઉઠાવી શકાય કે આગરાની શિલા-પ્રશસ્તિમાં કંરપાલ સોનપાલના પુત્રે ઉપરાંત પૌત્રોને પણ ઉલ્લેખ હોઈને એ વખતે તેઓ ઉમરની દષ્ટિએ “વન માં તે હશે જ. આટલી ઉંમરે તેઓ રાજકારણમાં, ખાસ કરીને યુદ્ધમાં આટલે લડાયક તેમજ નિર્ણાયક "ભાગ કેમ ભજવી શકે ? ચઢાવ્યાથી શાહજહાંએ બળવો કર્યો હતો. આ બન્ને ભાઈઓ તે જ કુરપાલ સેનપાલ એમ ચોક્કસ કહેવું મુશ્કેલ છે, પરંતુ એમના વર્ણન તે મળતાં આવે છે, અને એ સિવાય જહાંગીરના સમયમાં બીજા ભાઈઓ એવી સત્તાવાળા જડતા નથી. જહાંગીર એમને ક્ષત્રિય કહે છે એ વાંધે આવે છે ખરે, પણ એ સમયમાં ઘણા ક્ષત્રિય ઓસવાળ જ્ઞાતિમાં દાખલ થતા એ ભૂલવાનું નથી. સુંદરદાસ રાજા વિક્રમજીતે ગૂજરાતમાં જીવહિંસા અટકાવવા પ્રયત્ન કર્યો હતો એમ એક પરદેશી મુસાફર લખે છે એ ધ્યાનમાં લેવા જેવું છે.” (પૃ. ૬૬૯) ' * રત્નમણિરાવે એ મુસાફરનું નામ આપ્યું નથી, એટલે તેની નેંધ વિશે જાણી શકાતું નથી, પરંતુ અગાઉ જણાવી ગયા તેમ, એ વખતે વ્યાપાર અર્થે ગુજરાતમાં આવેલા અંગ્રેજ વેપારીઓની નોંધ ઉપરથી જણાય છે કે સુંદરદાસે ગાય અને ભેંસનો વધ અટકાલે, અને પરિણામે તેમનું ચામડું મળવું મુશ્કેલ બનેલું. * જૈન પ્રમાણેને આધારે કુરપાલ મોટો ભાઈ અને સોનપાલ નાને (પ) છે એવું તારવી શકાય છે. રાજકીય તવારીખમાં
કુંવર અને સુંદરમાં નાને મેટ કેણ એ સ્પષ્ટતાથી ક્યાયે જણાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૬૪ ]
કુરપાલ અને સેનપાલ એ જ
આ વાંધાના જવાબ રૂપે એથી પણ મેટી ઉંમરે રાજકારણ ઉપરાંત યુદ્ધોમાં પણ પરાક્રમ દર્શાવનારાઓને અનેક દાખલાઓ ટાંકી શકાય. કુંવર અને સુંદરના સમકાલીન, અને શાહજહાંના વિદ્રોહના સમર્થ પુરસ્કર્તા નવાબ અબ્રહીમખાન, જે ખાનખાનાંને ઉચ્ચ ખિતાબ ધરાવતો હતો, તેણે એટલી જ ઉંમરે અકબરના સમયમાં ત્રણ સુપ્રસિદ્ધ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને મેગલ સામ્રાજ્યને સંગીન બનાવવામાં જબરે હિસે આપેલો. સિત્તેર વર્ષ વટાવી ચૂક હોવા છતાં તે દક્ષિણના અટપટા અને થકાવી નાખે એવા યુદ્ધનો હવાલે સંભાળતો હતો અને શાહજહાંએ વિદ્રોહની ચિનગારી ચાંપી ત્યારે અલિપ્ત ન રહેતાં તેણે પૂરેપૂરા જુસ્સાથી તેમાં ઝંપલાવ્યું. અહીં સમસામયિક આ એક ઉદાહરણ જ બસ થશે.
અંતે, મુખ્ય મુખ્ય દલીલ અને વાંધાઓ વિશે આટલું વિવરણ કરીને રત્નમણિરાવના અંતિમ કથનની સાથે આ વક્તવ્ય અહીં પૂરું કરીએ. “કુરપાલ સોનપાલ ગમે તે હોય, પણ જેનેમાં કેટલીક મહાન વ્યક્તિઓમાં એમની પણ ગણતરી થાય છે, અને આપણે લેખ એમની હકીકતમાં કેટલીક પૂરવણું કરે છે. જહાંગીરના સમયના મહાપુરુષોના હેવાલમાં આ બન્ને વ્યક્તિઓની હજી વધારે તપાસ થવાની જરૂર છે મને જે સામ્ય નજરે પડ્યું છે તે વાંધાવાળું અને કાચું જ છે. આ સંબંધી કેાઈ વધારે પ્રકાશ પાડશે એમ ઈચ્છું છું.”
વાયું ન હોઈને આ પ્રશ્નને એ રીતે સરખાવી શકાયો નથી, નહીં તે આ વિચારણા અધિક રસમય બનત એમાં શંકા નથી. અલબત્ત, સુંદરદાસ અને સેનપાલ, કુંવરદાસ અને કંરપાલ કરતાં અનુક્રમે વધારે પરાક્રમવાળા તો તેમાં દર્શાવાયા જ છે આટલું સામ્ય પણ વજનદાર ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________ alchbllo 8 મેગલ સમયના વૃત્તાન્ત ઉપર મૌલિક પ્રકાશ પાડે છે. લેખક શ્રી * 1 ધક છે. એમની દષ્ટિ વિશદ્ છે : સાંક I bolle સર્વા શે વિમુખ છે. જૈન રાસા-સાહિ સંબંધમાં તેઓ શંકા દર્શાવે છે છે? ત્યની શુદ્ધ ઉપયોગ કર્યો છે. તેમની ભાષા શુદ્ધ-સરળ છે. તેમણે પ્રાચીન પ્રમાણે અને ફારસી તવારીખ ગ્રન્થના કરવા શકય પ્રયાસ કર્યો છે. અંચલગચ્છના ઇતિહાસ ઉપર તેમણે બીજા પણ ગ્રન્થ લખ્યા છે. ખેદની વાત એ છે કે આવા સાહિત્યની નોંધ સમાચાર-પત્રામાં કે સામયિકામાં આવતી નથી. અંગ્રેજીમાં તો ક્યાંથી હોય ? પરિણામે આપણી જ ભૂમિની સાંસ્કૃતિક તવારીખથી આપણે અજ્ઞાત રહીએ છીએ...લેખકે અહીં પ્રત્યેક હકીકતને વિવિધ પુરાવા આવે છે. તેમણે કેટ’ાક વિરલ ફારસી ઇતિહાસ ગ્રન્થના નિર્દેશ કરીને તેનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું જે સૂચન કયું' છે તે ઉપર આપણા વિદ્વાનોએ તાકીદે અમલ કરવા ઘટે છે.... લેખકના સંશોધનાત્મક દળદાર ગ્રન્થ " અંચલગ૭-દિગ્દર્શન’ ના વાચનથી મને તેમના પ્રત્યે આકર્ષણ થયું છે. હું તેમને અન્ય પ્રયાસોમાં સફળતા ઇચ્છું છું.” –પ્રો. કેશવલાલ હિંમતરામ કામદાર નિવૃત્ત પ્રોફેસર, વડોદરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat u www.umaragyanbhandar.com