SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ] કુંપાલ અને સોનપાલ : દ્વારા સૂચિત થાય છે. અકબર તે સમયે જૈન આચાર્યોના પ્રભાવ હેઠળ હતો એ સુવિદિત છે. એવી જ રીતે તેમણે સં. ૧૬ ૬૯ ના માઘ વદિ ૫ ને શુકવારે સમેતશિખરનો વિશાળ તીર્થ સંઘ કાઢેલ ત્યારે શાહી ફરમાન મેળવવા તેઓ જહાંગીર પાસે ગયેલા. દીવાન દોસ્ત મુહમ્મદ, નવાબ ગ્યાસ બેગ તથા અનીયરાયે તેમની સિફારસ કરી, ત્યારે ખુદ સમ્રાટે જ જણાવ્યું કે–“હું એ ઉદારચરિત ઓસવાલને સારી રીતે જાણું છું. એમનાથી અમારા નગરની શોભા છે. તેઓ અમારા “કોઠીવાલ” છે અને “બંદિ છેડાવનાર” એવું બિરુદ શોભાવે છે, એમ જશકીર્તિ કૃત “સમેતશિખર રાસ” (રચના સં ૧૬૭૧) માં વર્ણન છે. જુઓપાતિસાહી જે વડઈ ઊંબરઈ, દેસ મહિમદ દીવાની રે; ગ્યાસ બેગ નવાબ વિચક્ષણ, અનીયરાય વડ ગ્યાની રે. સફત્તિ કરઈ આલિમપતિ આગઈ, એહઈ વડ વ્યવહારી રે; મહાજન કાર ન લેમ્પઈ કદિ હી, બહુત બડે ઉપગારી રે. સાહા જહાંગીર કહઈ મઈ જાઉં, હમારા કોઠીવાલા રે; બાંદ છેડાવણ-બરુદ સોહાવણ, અઢિલિક દિલ ઉસવાલા રે. નગર હમારા ઈનથી સારા, બંદીજન આધારા રે; જાણઈ આચારા બહૂત બિચારા, કાર એહ ઉપગારા રે.A આ રાસ કુંરપાલ સેનપાલ વિશે સમકાલીન પુરા (ઇને તેની પ્રમાણભૂતતા વિશેષ છે. તેમનાં જીવનકાર્યો વિશે તેમાં ઘણું વન છે, જેમાં તેમની વીરતાનું વર્ણન આપણું ખાસ ધ્યાન ખેંચે છે. પાવાપુરીથી સંઘ સબરનગર પહોંચ્યો. ત્યાંના રાજા રામદેવના મંત્રીએ સંઘનું સ્વાગત કર્યું મોટી સંધ જોઈને રાજાની નજર A મારા પ્રકાશ્યમાન “અંચલગચ્છીય રાસ-સંગ્રહમાંથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035279
Book TitleSundardas Raja Vikramajin Kon Hato
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1971
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy