SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ] કુવરદાસ અને સુંદરદાસ પોતાની વફાદારી, રાજનીતિ-કૌશલ્ય અને યુદ્ધ-પટુતાથી સુંદરદાસ જહાંગીરને કૃપાપાત્ર અમીર બન્યો અને પાંચ હજારી સવારનો ઉચ્ચ મનસબ પામ્યા. શાહજહાંના હાથ નીચેના રાજપુરુષમાં તે વખતે તેનાથી વરિષ્ઠ કઈ પણ નહોતો. સમાન બિરુદધારક અન્ય વ્યક્તિઓ ફારસી તવારીખકારે વ્યક્તિને તેના બિરુદથી ઉલ્લેખતા હોઈને સમાન બિરુદધારક વ્યક્તિઓ વિષે ગોટાળાઓ પણ થાય. “રાજા વિક્રમાજીત” બિરુદ અંગે પણ એવું જ થયું છે, કેમ કે સુંદરદાસ સિવાય એ બિરુદધારક ત્રણ વ્યક્તિઓ એકી સમયે વિદ્યમાન હતીઃ (૧) પવદાસ (૨) બાંધુને રાજા (૩) માંડપુરનો વાઘેલે રાજા. પત્રદાસને અકબરે “રાયરાયને, અને જહાંગીરે “રાજા વિક ભાછત”નો ઇલકાબ આપેલે ગુજરાતમાં બહાદુરશાહે બંડ કરેલું ત્યારે તેને તેણે દાબી દીધેલું. એ પછી તેને ગુજરાતને સૂબો નીમવામાં આવેલ. જહાંગીરે તેને ખત્રી કહ્યો છે. ઈ. સ ૧૬૧૫ માં જહાંગીરની આજ્ઞા લઈ તે પિતાની જાગીરમાં ગયો અને ત્યાં નિવૃત્ત જીવન ગાળ્યું. બાંધુનો રાજા પણ “રાજા વિક્રમજીત’ને ઇલકાબ ધરાવતો હતો. ઇ. સ. ૧૬૧૦ માં તેણે વિદ્રોહ કરતાં જહાંગીરે તેને પદભ્રષ્ટ કરીને તેના રાજ્યને વહીવટ રાજા માનસિંહના પૌત્ર મહાસિંહને સોંપેલ. પાછળથી શાહજહાંની ભલામણથી જહાંગીરે તેને ક્ષમા આપેલી. x “At the time of his death, he had attained the rank of mansabdar of 5,000 and “there was no greater officer than he in the Prince's Service.” (A History of Gujarat, by M. S. Commissariat, P. 85.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035279
Book TitleSundardas Raja Vikramajin Kon Hato
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1971
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy