SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] કુંવરદાસ અને સુંદરદાસ કાંગરા દુર્ગને વિજેતા કાંગરાના સુપ્રસિદ્ધ કિલા ઉપર વિજય મેળવવા અકબરના સમયથી જ પ્રયત્નો ચાલેલા, પરંતુ સફળતા મળેલી નહિ. આથી ખુદ શાહજહાંએ જ આ કાર્ય પોતાના ઉપર લઈ લીધું. રાજા બાસુના પુત્ર સૂરજમલને મુહમ્મદ તકી સાથે કાંગરા મોકલાવવામાં આવેલ. પરંતુ સૂરજમલે પયંત્રપૂર્વક તકીને હાંકી કાઢી દુર્ગ ઉપર પિતાને અધિકાર કરી લીધો. આથી સુંદરદાસને સસૈન્ય ત્યાં મોકલવામાં આવ્યો. વિદાય વખતે સુંદરદાસે જહાંગીરને દસ હજારની કિંમતનું હીરાજડિત આભૂષણ ભેટ ધર્યું. સમ્રાટે તેને શોભતો પોશાક અને તલવાર આપી તેનું બહુમાન કર્યું, તથા પંજાબમાં જાગીર ન હોવાથી શાહજહાંની ભલામણથી સુંદરદાસને બરહના પરગણુની સારી ઊપજવાળી જાગીર પણ આપી.A સૂરજમલે સુંદરદાસને સંધિની વાટાઘાટ કરવા પ્રાર્થના કરી, પરંતુ તેની કોઈ પણ તરકીબમાં ન ફસાતાં સુંદરદાસે યુદ્ધની તૈયારી કરી. તેના મઉ અને મુહરી દુર્ગા કબજે કરવામાં આવ્યા. ઈ. સ. ૧૬૦ A “Raja Bikramajit who was one of his principal officer, with 2000 horse who were present of his private attendents. ... were appointed to the duty. As the hour of departure was fixed on this day, the aforesaid (Bikramajit) presented as an offering a rosary of emeralds of the value of Rs. 10,000. He was honoured with the gift of a dress of honour and a sword, and took his leave for this duty. As he had not a jagir in that Subah, my son Shah Jahan asked Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035279
Book TitleSundardas Raja Vikramajin Kon Hato
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1971
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy