SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય તવારીખમાં [ ૩૧ જહાને મળેલ હતો. યુદ્ધ સમયે તે વિદ્રોહી સેના સાથે ભળી જશે એવું તેણે શાહજહાંને વચન આપેલું. બરાબર યુદ્ધ વખતે અબ્દુલા ખાન વિદ્રોહી સેના તરફ આગળ વો. તેની સેનાને તથા સરદારોને લાગ્યું કે શત્રુ ઉપર હુમલો કરાઈ રહ્યો છે. ગુપ્ત વાત શાહજહાં અને સુંદરદાસ એ બેઉ જ જાણતા હાઈને તેમના સેનાપતિ દારાબખાને પણ શત્રુ સમજીને તેને સામને કર્યો. આથી સુંદરદાસ તેને સમજણ આપવા તેની પાસે દેડી ગયો. શાહી સેનામાં ભંગાણ પડવાથી જહાંગીરની છાવણી સ્તબ્ધ થઈ ગઈ. તેના અન્ય બને સેનાપતિઓ તેને વફાદાર રહ્યા, પરંતુ નાના સરદારે કયે પક્ષે રહેવું તેને ઘડીભર તે નિર્ણય ન કરી શક્યા. આમ બધે હલચલ મચી ગઈ કેણ શત્રુ છે અને કોણ સાથી છે તેને નિર્ણય પણ મુશ્કેલ બની ગયો. સુંદરદાસનું મૃત્યુ આ તરફ સુંદરદાસ દારાબખાન સાથે મસલત પૂરી કરીને પાછા ફરી રહ્યો હતો ત્યાં નવાઝિશખાન, જે અબ્દુલ્લાખાનની સેનાને જહાંગીર–પરત સરદાર હતો, તેનો સામને થઈ ગયે. તેની ટૂકડી સાથેની ઝપાઝપીમાં સુંદરદાસને મસ્તકમાં એકાએક ગાળી લાગી અને તેનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. આ સમાચાર સાંભળતાં જ શાહી સેના જે ડી વાર પહેલાં હતાશ થઈ ગયેલી, તે જોસમાં આવી ગઈ અને વિદ્રોહી સેનાનું વિજયી જણાતું પલ્લું પરાજ્યમાં ફેરવાઈ ગયું. શાહજહાંની છાવણુને તે તેના સરસંચાલક સુંદરદાસના મૃત્યુની કળ વળવી મુશ્કેલ બની ગઈ. શાહજહાં ઘણે જ નાસીપાસ થઈ ગયો. તેની સેનામાં હાહાકાર મચી ગયો. વિદ્રોહી સેના રાજા ભીમની વીરતાથી બચવા પામી. તેણે શાહી સેનાને ઠેઠ સંધ્યા સુધી આગળ વધતા રોકી રાખી. એ અરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035279
Book TitleSundardas Raja Vikramajin Kon Hato
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1971
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy