SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ] કુંવરદાસ અને સુંદરદાસ શાહીપક્ષે શાહજહાંના દીવાન મુલ્લા શુક્લા અને તેના મુખ્ય મદદનીશ સુંદરદાસે સંધિની વાટાઘાટો ચલાવી. સુંદરદાસ તે વખતે “મીર સામાન”ને હોદ્દો ધરાવતો હતો દીવાન પછી એ હોદ્દો ગણાતો. આ હેદ્દાથી તેની કારકિદીને પ્રારંભ થયે. કોઈ પ્રકારનો દંડ, કર કે ભૂમિ ન આપવાં, મેગલ દરબારમાં સ્વયં મહારાણાને ઉપસ્થિત રહેવામાંથી મુક્તિ, કિન્તુ પાટવી કુંવર કર્ણને ત્યાં મોકલાવો ઈત્યાદિ શરતો સ્વીકારી મહારાણાએ આધીનતા સ્વીકારી. ખુદ મહારાણાએ સામે ચાલીને શાહજહાંની મુલાકાત લીધી અને કુંવર કર્ણ દરબારમાં ગયે. ચિત્તોડને ગઢ જીર્ણોદ્ધાર ન કરવાની શરતે મહારાણાને પરત કરવામાં આવ્યો. આ પ્રમાણે મેવાડ વિજય થયું. જહાંગીરે એ પ્રસંગે એવી પ્રસન્નતા માણી જાણે કે તેણે ભારત ઉપર સંપૂર્ણ વિજય પ્રાપ્ત ન કર્યો હોય! આ વિજય શાહજહાંની કારકિર્દીનું પ્રથમ સોપાન હોઈને તેનું મહત્વ ઘણું વધી ગયું, વિષ્ટિકાર તરીકે સારું કામ કરવાથી તેના દીવાન અને સુંદરદાસને અનુક્રમે “અફઝલખાન” તથા રાયરામાં’ના ખિતાબ પ્રાપ્ત થયા, તથા તેમના મનસબમાં પણ વૃદ્ધિ થઈ.* *“......Diwan Mulla Shukrulla, whom after the conclusion of this business I dignified with the title of Afzal Khan, and Sundar Das, his major-domo, who after this matter was settled, was honoured with the title of Ray Rayan, to the exalted Court, and represented the circumstances.” (“Memoirs of Jahangir”, Vol I, P. 273, Translated by Rogers, Edited by Beveridge). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035279
Book TitleSundardas Raja Vikramajin Kon Hato
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1971
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy