________________
ગૂર્જરદેશાધ્યક્ષ સુંદરદાસ રાજા વિક્રમાજીત” કોણ હતા ?
[૧] કુંવરદાસ અને સુંદરદાસ : રાજકીય તવારીખમાં
સામાન્ય રાજદરબારીમાંથી ક્રમે ક્રમે, એક જ દસકામાં ગુજરાતના સર્વેસર્વા બનેલા કુંવરદાસ અને સુંદરદાસ એ બેઉ બંધુએનાં પરાક્રમની કીર્તિગાથા મેગલ–સામ્રાજ્યની તવારીખમાં ભરી પડી છે. સુંદરદાસની રાજકીય કારકિર્દી તો તેથી પણ આગળ વધીને શાહજાદા ખુર્રમ-શાહજહાંના વિશ્વાસુ સાથીદાર, અંગત સલાહકાર, તેમ જ ખાસ સેનાપતિ તરીકે વિકસે છે; કાંગરાના અજેય દુર્ગના વિજેતા તરીકે તેમાં યશકલગી ઉમેરાય છે; અને શાહજહાંએ તેના પિતા જહાંગીર વિરુદ્ધ બળવો કરેલો ત્યારે વિદ્રોહી સેનાના પ્રમુખ સંચાલક તરીકે પરાકાષ્ટાએ પહોંચે છે.
સુંદરદાસની વિષ્ટિકાર તેમ જ સેનાપતિ તરીકેની સફળતાની પ્રશંસાત્મક નેધ જહાંગીર તેના આત્મવૃત્તાન્તમાં પ્રસંગોપાત આપે છે. તે જણાવે છે કે શાહજહાંના વકીલ તરીકે સારું કાર્ય કરવાથી સુંદરદાસને “રાયરાયાં ને ઈલકાબ, તથા “રાજા વિક્રમજીતીને ઇલકાબ પણ આપ્યું. જહાંગીર વિશેષમાં નોંધે છે કે રાજા વિક્રમજીત (વિક્રમાદિત્ય) હિન્દુઓમાં મેટો રાજા થઈ ગયા છે, તેથી હિન્દુઓમાં તે બહુ માનવાળો ઇલકાબ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com