Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 31
________________ ૨૮ ] કુવરદાસ અને સુંદરદાસ તેણે વિદ્રોહ કરવા કાંગરા મોકલ્યો અને પોતે પૂર્ણ શક્તિ સાથે માંથી આગરા તરફ ઝડપથી આગળ વધ્યો. ગુજરાત, માળવા અને દક્ષિણના પ્રાયઃ બધા જ અમીરો, જેઓ શાહજહાંની આજ્ઞામાં મૂકાયા હતા, તેઓ વિદ્રોહમાં ભળ્યા. વાવૃદ્ધ ખાનખાનાં, જે જહાંગીરનો શિક્ષક રહી ચૂક્યો હતો તથા જેણે અકબરના સમયમાં ત્રણ પ્રસિદ્ધ યુદ્ધમાં વિજય મેળવીને સામ્રાજ્યને વિસ્તારેલું, તે પણ તેમાંના એક હતો. જહાંગીર પોતે તેને આત્મવૃત્તાન્તમાં કબૂલે છે કે જે બળવા પક્ષના અમીરોની નામાવલી આપવામાં આવે તે ઘણું લંબાણ થાય! પ્રકટ રીતે વિદ્રોહી સેનાનો સરસેનાપતિ ખાનખાનાંનો પુત્ર દરાબખાન હતો, પરંતુ વાસ્તવમાં સુંદરદાસ જ તેને પ્રધાન સંચાલક હતા.૪ જહાંગીરે બળવાનું ષારોપણ તેના ઉપર જ કર્યું છે. તેના ચડાવ્યાથી શાહજહાંએ બળવો કર્યો હતો એમ જહાંગીર માને છે, અને એટલે જ પોતાના ચરિત્રના ઉત્તરાર્ધમાં તો સુંદરદાસને ઠેઠ સુધી ભાંડતો રહે છે. નૂરજહાં પ્રત્યેની તેની આસક્તિથી તેને દેષ તે કાઢી શક્યો નહિ. ખરેખર તે નૂરજહાંની ઉશ્કેરણીથી જ શાહજહાં બળવાને રાહ લેવા પ્રેરાયેલે A સુંદરદાસે તે તેના ગ્ય સલાહકારની માત્ર ફરજ જ બજાવી હતી. એકાએક વિદ્રોહ થતાં તથા વિદ્રોહી સેના પાટનગર તરફ ઝડx “ Although rominally the command was in the hands of the wretch ( bar-gashta-i-ruzgar) Darab, yet in reality the leader and the centre of the whole affair was Sundar, of evil deeds.” (“Memoirs of Jahangir” Vol. II. P. 253.) Aમુહમ્મદ ખાન કૃત “મિરાત-ઈ-અહમદી'માં નૂરજહાંને જ દેશપાત્ર ગણાવાઈ છે. જુઓ લોખંડવાલાનું ભાષાંત્તર પૃ. ૧૭૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68