Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 58
________________ કુંવરદાસ અને સુંદરદાસ હતા ? [ ૫૫ કુંરપાલ સોનપાલનાં નામ સ્પષ્ટ રીતે દેખાતાં નથી એ ખરું, પરંતુ તેમાં કુંવરદાસ અને સુંદરદાસ નામના બે ભાઈઓનાં પરાક્રમનું જે વર્ણન આવે છે તે કાંઈક અંશે આ બન્ને ભાઈઓને બંધ બેસતું આવે છે એમનાં નામમાં તો મળતાપણું છે જ. કુંવર અને સુંદરે જહાંગીરના રાજ્યકાળમાં કેટલીક વખત ઉપયોગી અધિકાર ભોગવ્યો છે. કુંવરનું નામ ફારસીમાં કનહર લખેલું છે. જહાંગીરે તેમને કુંવર અને સુંદર એવા ટૂંકા નામે પણ ઓળખાવ્યા છે. સુંદરનાં પરાક્રમ કુંવર કરતાં વધારે જોવામાં આવે છે, જે વિશે પહેલા પ્રકરણમાં સપ્રમાણુ કહેવાઈ ગયું છે. તેમના વર્ણનમાં કેટલુંક “સાદૃશ્ય રસમય” છે, એમ પણ રત્નમણિરાવ જણાવે છે. “આ વર્ણન જોતાં સુંદર એ જ સેનપાલ એ કહેવું મુશ્કેલ છે. સોનપાલનું સ્વર્ણપાલ તો પ્રશસ્તિમાં જ આપેલું છે અને સુંદર એ શબ્દનું ભાષાંતર હોઈ શકે. જહાંગીરને અમાત્ય અને સુંદર એ સોનપાલનું નામ છે એમ માનીએ તે એ બે ભાઇનું ઉપરનું વર્ણન પ્રશસ્તિ અને હિન્દી કાવ્યને ખાસ મળતું આવે છે. બનેએx ગૂજરાતની દીવાની ભોગવી છે. હિન્દી કાવ્યમાં કુરપાલ * આગરાની શિલા-પ્રશસ્તિની ૧૯મી કંડિકામાં આ પ્રમાણે છેઃ तत्सूनुः कुंरपाल: किल विमलमतिः स्वर्णपालो द्वितीयः । આ પંક્તિ દ્વારા એવું પણ સૂચિત થાય છે કે કુરપાલ મેટ અને સોનપાલ નાનો ભાઈ હતા. ૪ રત્નમણિરાવને સુંદર પણ દીવાન હોવાનું અભિપ્રેત છે, તે તેમની સમજફેર લાગે છે સુબેદાર–પ્રાન્તાધ્યક્ષની જેમ દીવાનની નિમણૂક પણ દિલ્હી દરબાર દ્વારા થતી અને તે હિસાબી અમલદારને વરિષ્ઠ તથા તમામ મૂકી રાજવહીવટને ઉપરી હોવા છતાં તેનો દરજજો સૂબેદાર પછીને ગણાતો. આપણે જોઈ ગયા કે સુંદરે શાહજહાંના પ્રતિનિધિ તરીકે ગૂજરાતનો વહીવટ ચલાવેલ-પ્રાન્તાધ્યક્ષ તરીકે જ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68