Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 59
________________ ૫૬ ] કુરપાલ અને સોનપાલ એ જ કરતાં સેનપાલનું વર્ણન વધારે છે, અને એને જ “હિન્દુ સુરતા કહ્યો છે. “મંત્રીરાય”, “રાઈન મુકુટમણિ વગેરે શબ્દો પણ ખાસ સૂચક છે.? સુંદર અને સોનપાલ બન્ને લઢવયા અને પ્રતાપ અને સત્તામાં પોતે જ રાજા જેવા “ખિતિપતિ રાયખંભ – જહાંગીર અને પછીથી શાહજહાંને ખાસ સ્તંભ–સહાયક જેવા જણાય કોઈના હાથ નીચે નહીં. સત્તાવાર તવારીખમાં તેનું નામ પ્રાન્તાધ્યક્ષ તરીકે નથી આવતું– શાહજહાંનું જ આવે છે. પરંતુ વાસ્તવમાં તો તેણે શાહજહાંની અનુપસ્થિતિમાં તેના પ્રતિનિધિ તરીકે પ્રાન્તાધ્યક્ષની તમામ ફરજો બજાવી છે જહાંગીરે પણ તેના આત્મવૃત્તાંતમાં આ હકીકતને સ્વીકારી છે, અને એટલે જ તેણે કહ્યું છે કે – Sundar the Brahman administered and protected the country (ie. Gujarat ). 241631547 241413 સુંદરને ગૂર્જરદેશાધ્યક્ષ કહેવામાં કોઈ વાંધો નથી આવતો. “આથીર-ઉલ-ઉમરા” (લેખન સમય ઈ. સ. ૧૭૪૧-૪૭)માં પણ આ બાબતને પુષ્ટિ મળી રહે છે. “હિન્દુ સુરાણઅને “રાઈન મુકુટમણિ” એ બને વિશેષણો અનુક્રમે “રાજા વિક્રમાત” અને “રાયરામાં” બિદે સાથે ખાસ સરખાવવા જેવાં છે, કેમ કે સુંદરદાસને જહાંગીર દ્વારા એ બને બિ પ્રાપ્ત થયાં હતાં એ વિશે અગાઉ કહેવાઈ ગયું છે. સુંદરદાસને રાજકીય હોદ્દો “મીર સામાન” (Mejor-domo) હોઈને “મંત્રીરાય” વિશેષણ પણ ઔચિત્ય ધરાવે છે. * “સમેતશિખર રાસ’માં સબરનગરના રાજા રામદેવને સંધપતિઓએ જે પરચો બતાવ્યો, અને તેના મસ્તક ઉપર પગ મૂકીને ચાલું તો જ હું એશવાલ સાચો’ એવી ધમકી ઉચ્ચારી તે તેમની વીરતાની દ્યોતક છે. રૂપચંદનો પાળિયો પણ તેમના યોદ્ધા હોવાની શાખ પૂરે છે, તે વિશે અગાઉ કહેવાઈ ગયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68