Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 66
________________ કુંવરદાસ અને સુંદરદાસ હતા? [ ૬૩ વિક્રમાજીતે જીવહિંસા અટકાવી હતી એમ તે સમયનો એક વિદેશી મુસાફર લખે છે. આ વિક્રમાજીત તે સુંદરદાસ હેય તે તે જૈન હેય એવો સંભવ બળવાન થાય”* રત્નમણિરાવે ઉઠાવેલા ઉપર્યુક્ત બન્ને વાંધાઓ ઉપરાંત ત્રીજો વધે એ પણ ઉઠાવી શકાય કે આગરાની શિલા-પ્રશસ્તિમાં કંરપાલ સોનપાલના પુત્રે ઉપરાંત પૌત્રોને પણ ઉલ્લેખ હોઈને એ વખતે તેઓ ઉમરની દષ્ટિએ “વન માં તે હશે જ. આટલી ઉંમરે તેઓ રાજકારણમાં, ખાસ કરીને યુદ્ધમાં આટલે લડાયક તેમજ નિર્ણાયક "ભાગ કેમ ભજવી શકે ? ચઢાવ્યાથી શાહજહાંએ બળવો કર્યો હતો. આ બન્ને ભાઈઓ તે જ કુરપાલ સેનપાલ એમ ચોક્કસ કહેવું મુશ્કેલ છે, પરંતુ એમના વર્ણન તે મળતાં આવે છે, અને એ સિવાય જહાંગીરના સમયમાં બીજા ભાઈઓ એવી સત્તાવાળા જડતા નથી. જહાંગીર એમને ક્ષત્રિય કહે છે એ વાંધે આવે છે ખરે, પણ એ સમયમાં ઘણા ક્ષત્રિય ઓસવાળ જ્ઞાતિમાં દાખલ થતા એ ભૂલવાનું નથી. સુંદરદાસ રાજા વિક્રમજીતે ગૂજરાતમાં જીવહિંસા અટકાવવા પ્રયત્ન કર્યો હતો એમ એક પરદેશી મુસાફર લખે છે એ ધ્યાનમાં લેવા જેવું છે.” (પૃ. ૬૬૯) ' * રત્નમણિરાવે એ મુસાફરનું નામ આપ્યું નથી, એટલે તેની નેંધ વિશે જાણી શકાતું નથી, પરંતુ અગાઉ જણાવી ગયા તેમ, એ વખતે વ્યાપાર અર્થે ગુજરાતમાં આવેલા અંગ્રેજ વેપારીઓની નોંધ ઉપરથી જણાય છે કે સુંદરદાસે ગાય અને ભેંસનો વધ અટકાલે, અને પરિણામે તેમનું ચામડું મળવું મુશ્કેલ બનેલું. * જૈન પ્રમાણેને આધારે કુરપાલ મોટો ભાઈ અને સોનપાલ નાને (પ) છે એવું તારવી શકાય છે. રાજકીય તવારીખમાં કુંવર અને સુંદરમાં નાને મેટ કેણ એ સ્પષ્ટતાથી ક્યાયે જણાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68