Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 61
________________ ૫૮ ] કુરપાલ અને સોનપાલ એ જ સેનપાલે ધર્મોદ્યોતનાં કાર્યોની જે પરંપરા સઈ તે દ્વારા તેના ઉત્સાહ અને ઉચ્ચ જુસ્સાનો ખ્યાલ મળી રહે છે. પોતે ધનાઢય તેમજ ધર્મનિષ્ઠ હોઈને તેની પ્રમાણિકતા માટે કહેવાનું રહેતું નથી. તેના આદર્શ સ્વભાવનું દર્શન માત્ર એક જ પ્રસંગથી કરી શકાશે. આગરાની પ્રતિષ્ઠા પ્રસંગે તેણે માતા-પિતા, પુત્રપી, ભાઈ-ભાંડુઓ, સગા-સંબંધીઓના શ્રેયાર્થે જિનબિબ તો ભરાવ્યાં જ છે, પરંતુ પિતાના નોકર (ચ-મૃત્ય) હરદાસના શ્રેયાર્થે પણ બિંબ ભરવાનું તે ચૂકે નથી !+ આવા ઉમદા પ્રસંગને જે મળ મુશ્કેલ છે. વળી જહાંગીર તેને બંદિ છોડાવનાર” તરીકે ઓળખાવે છે તે પણ આ સંદર્ભમાં ખાસ સૂચક છે. સોનપાલ ઔદાર્ય માટે ખાસ પંકાયું હતું એમ ખુદ જહાંગીર તેને “ઉદાર ચરિત' કહે છે તે દ્વારા સૂચિત થાય છે. સમેતશિખરના સંધ પછી તેણે ૧૨૫ સુંદર ઘોડા, ૨૫ હાથી અને અસંખ્ય દ્રવ્ય દાનમાં આપેલાં એમ આગરાની શિલા-પ્રશસ્તિમાં કહેવાયું છે, જે દ્વારા તેના દરિયાવ-દિલની પ્રતીતિ મળી રહે છે. આ રીતે એમના ગુણેનું સાદસ્ય પણ હદયંગમ છે સમય-કમની દૃષ્ટિએ રત્નમણિરાવે ઉપર્યુક્ત મંતવ્ય વ્યક્ત કર્યું ત્યારે તેમની નજર તેનું પુનઃ સંકલન કર્યું. લેખકના પુત્ર અબદુલ હેઓએ ઈ. સ. ૧૭૬૮ થી ૬૯ માં તેનું વિસ્તૃતીકરણ કરીને તેમાં વિશેષ વૃત્તાતો ઉમેર્યા અને સમગ્ર ગ્રન્થનું ઈ. સ. ૧૭૮૦ માં નૂતન સંસ્કરણ સંપૂર્ણ કર્યું, જેને આધારે બંગાળની રોયલ એશિયાટીક સંસાયટીએ ઇ. સ ૧૮૮૭-૯૬ માં ત્રણ વૅલ્યુમ પ્રકાશિત કર્યા. આ મહત્ત્વપૂર્ણ આકાર-ગ્રથ રત્નમણિરાવના વાંચવામાં આવ્યો હોય એમ જણાતું નથી. + “અંચલગચ્છીય પ્રતિકા-લેખ”, લેખાંક ૪૪૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68