Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 35
________________ ૩૨ ] કુંવરદાસ અને સુંદરદાસ સામાં શાહજહાં દક્ષિણ તરફ સહિસલામત નાસી ગયે. સુંદરદાસના મૃત્યુ અને વિદ્રોહી સેનાના પરાજ્યના ઉપલક્ષમાં જહાંગીરે ખુશાલી મનાવી અને તેના સરદારને મનસબમાં વૃદ્ધિ કરી. તેણે આ વિજયને અલાહની ભેટ તરીકે ઓળખાવ્યો.* જહાંગીર તેના આત્મ-વૃત્તાન્તમાં જણાવે છે કે –“બીજે દિવસે સુંદરદાસનું મસ્તક કાપીને મારી પાસે હાજર કરવામાં આવ્યું. તેનું ગોળીથી મૃત્યુ થતાં તેના દેહને પાસેના ગામમાં અગ્નિસંસ્કાર માટે લઈ જવામાં આવેલે, પરંતુ અગ્નિ પ્રગટાવવામાં આવે તે પહેલાં દૂરથી લશ્કર આવતું દેખાયું, એટલે પકડાઈ જવાની બીકે સૌ નાસી ગયા ગામના મુખીએ તેનું મસ્તક કાપીને ખાન આઝમ, જેની જાગીરમાં આ બન્યું, તેની પાસે પિતાની વફાદારી પ્રદર્શિત કરવા લઈ ગયા અને તેના મારફત તેને મસ્તક સાથે મારી પાસે લાવવામાં આવ્યો. મસ્તક ઓળખી શકાય એવું હતું. તેમાં કોઈ પરિવર્તન થયેલું જણાતું નહોતું. માત્ર કાન, જેમાં મોતીજડિત આભૂપણો હતાં તે લઈ લેવાના આશયથી, કાપી લેવામાં આવ્યાં હતાં. તેને કોણે ગોળીથી ઠાર કર્યો તે કોઈ જાણતું નહોતું. તેના મૃત્યુને પરિણામે શાહજહાં ફરી કદી આક્રમક યુદ્ધ આપી શક્યો નહિ.” x"As the aid of Almighty God is ever near this suppliant, at this crisis, when a leader of army such as Abdu-llah-Khan threw 10,000 cavalry into confusion and joined the enemy, and there was nearly a great disaster, a shot from a mysterious hand reached Sundar. At his fall the pillars of the courage of the rebels shook.” (Memoirs, Vol. II, P. 255.). * “ Memoirs of Jahangir ", Vol. II, p. 256. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68