Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 29
________________ ૨૬ ] કુંવરદાસ અને સુંદદાસ યુદ્ધમાં મોગલ સેના રોકાઈ હેઇને, તથા જહાંગીરની કાશ્મીરની સહેલગાહના સમાચાર મળતાં જ મલિક અંબરે અહમદનગર અને બિરારના પ્રદેશ પુનઃ કબજે કરી લીધા. આથી જહાંગીરની આજ્ઞાથી શાહજહાં ઈ. સ ૧૬૨૧ માં ત્રીસ હજારના સૈન્ય સાથે માંડૂ થઈને બુરહાનપુર કૂચ કરી ગયે. મેગલ સિન્યના પાંચ વિભાગના સેનાપતિ આ પ્રમાણે હતા (૧) દારાબખાન (૨) અબ્દુલ્લાખાન (૩) અબુલહસન ખ્વાજા (૪) રાજા ભીમ (૫) સુંદરદાસ. પ્રકટરૂપમાં દારાબખાન સેનાધ્યક્ષ હતો, પરંતુ વાસ્તવમાં તમામ પ્રબંધ સુંદરદાસના હાથમાં હતો * વિશાળ મેગલ સેના સામે મલિક અંબર ટકી શકે એમ નહોતો. આથી અંતે તેણે હાર સ્વીકારીને સુલેહ માટે પ્રાર્થના કરતાં તેના દૂતોએ સુંદરદાસ સાથે સંધિની વાટાઘાટ ચલાવી, સુંદરદાસ ખડકપૂર્ણા નદીને કિનારે તમુરની કબામાં આવી પહોંચ્યો. * કાઝવીની કૃત “પાદશાહનામા”ના આધારે શાહી સેનાના ચાર વિભાગો હતા એમ બનારસીપ્રસાદ સકસેના તેમના History of Shah Jahan, Dilhi માં નેધે છે. તેમાં દારાબખાન અને રાજા ભીમનાં નામે નથી, જુઓ:–“He (Shah Jahan) left Mandu on March 25, 1621 and proceeded in bettle array towards Burhanpur. Abdullah Khan commanded the advance guard, Raja Vikramajit the right, Abul Hasan the left and the centre was under the personal command of the Prince." પાદશાહ નામા” શાહજહાંની શરૂઆતની કારકિર્દી માટે ફારસીમાં પ્રમાણભૂત ગ્રન્થ છે. આવા ઉપયોગી ગ્રન્થને અનુવાદ કરવાનું પણ કોઈને સૂઝતું નથી! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68