Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 24
________________ રાજકીય તવારીખમાં દક્ષિણ ભારત ઉપર અધિકાર મેવાડના વિજય પછી આદિલશાહી, નિઝામશાહી તથા કુતુબશાહી સત્તાઓને નમાવવાનું વિકટ કાર્ય પણ જહાંગીરે શાહજહાંને સોંપ્યું. સામ્રાજ્યના નામાંક્તિ સરદારને તેણે દક્ષિણ ઉપર અધિકાર જમાવવા મોકલાવેલા, પરંતુ ત્યાંના સુપ્રસિદ્ધ સેનાધ્યક્ષ મલિક અંબરે સૌને નિષ્ફળતા આપી. ઈ. સ. ૧૬૧૭ માં દક્ષિણ ભારતમાં મેગલધ્વજ લહેરાવવાનું માન પણ શાહજહાં ખાટી ગયે. દીવાન મુલ્લા શુક્લા તથા સુંદરદાસે સંધિની વાટાઘાટો ચલાવી, જે અન્વયે આદિલશાહ સ્વયં શાહજહાંને મળવા આવ્યો તેણે પદર લાખ રૂપિઆના મૂલ્યનું ઝવેરાત, પચાસ હાથી વગેરે આપીને આધીનતા સ્વીકારી. કુતુબશાહે એટલા જ મૂલ્યની ભેટ આપીને સંધિ કરી. મલિક અંબરે અહમદનગર તથા અન્ય દુર્ગા સેંપી દીધા તથા બાલાઘાટને છતે પ્રદેશ પણ પરત કર્યો આ પ્રમાણે દક્ષિણમાં શાંતિ સ્થાપીને શાહજહાં પાછા ફર્યો. આ વિજયથી શાહજહાંનું સ્થાન સામ્રાજ્યમાં ઘણું વધ્યું. રાજસિહાસન પાસે ખુરશી ઉપર બેસવાનો તેને અધિકાર મળ્યો, જે તૈમૂરી વંશ-પરંપરામાં કોઈને પણ મળ્યો નહોતો. તેની સાથેના અમીરે ઉપર પણ ઘણી કૃપાઓ કરવામાં આવી. સુંદરદાસની વિષ્ટિકાર તરીકેની કામગીરીની ઘણી પ્રશંસા થઈ અને તેને “રાજા વિક્રમાછત”ને ગૌરવપ્રદ ઈલકાબ પ્રદાન થયું. તેના તથા દીવાનના મનસીબમાં પણ વૃદ્ધિ થઈ. + “As Afzal Khan and Ray Rayan had performed the duties of Wakils to my son Shah Jahan in a becoming manner, I raised them both in mansab and honoured Ray Rayan with title of Bikramajit, which among Hindus Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68