Book Title: Sundardas Raja Vikramajin Kon Hato
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 8
________________ આમુખ * બીજા પ્રકરણમાં અત્યાર સુધી જેઓનો ઉપયોગ નથી થયો તેવી જેન પઢાવલીઓ (સંશોધકને સ્પષ્ટ મતે નવી રચાયેલી લાગતી) અને જૂના સમેતશિખર રાસ વગેરે કૃતિઓની મદદથી કુરપાલસેનપાલ એ બે ભાઈઓનું જૈન શ્રેષ્ઠીઓ તરીકેનું, એ કરતાં આદર્શ શ્રાવક તરીકેનું ચરિત તારવી આપવાનો પ્રયત્ન થયો છે. સંશોધકને છાજે તે રીતે શ્રી પાક રાસાદિ સાહિત્યના પ્રત્યેક શબ્દને પ્રમાણભૂત માનવા સામે મીઠી ચેતવણી આપી છે એ એમની તટસ્થ બુદ્ધિને યશ અપાવનારી છે. સં. ૧૬૭૧ પછી એ ભાઈઓ વિશે જૈન સાહિત્યમાં કશું નથી મળતું એ સૂચવી શ્રી પાર્વે એ પછીના વર્ષે રાજકારણમાં વિતાવ્યાં હોવાની સંભાવના કરી છે એ અસંગત નથી લાગતું. “કુંવરદાસ સુંદરદાસ” અને “કુરપાલ-સેનપાલ એક હતા કે અન્ય એ પ્રશ્ન લેખકે વિવેકપૂર્ણ રીતે ચર્ચો છે. મારા સદ્દગત મિત્ર શ્રી રત્નમણિરાવ ભીમરાવે આ વિષયમાં જૂના સમયથી સંશોધન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને છેલ્લે “અમદાવાદઃ ગુજરાતનું પાટનગર” એ એમના યશોદાયક ગ્રન્થમાં પણ ચર્ચા કરી બંનેની એકતા સામે વાંધા પણ રજૂ કર્યા હતા એની પણ શ્રી પાર્વે સવિવેક મીમાંસા કરી તોડ કાઢવાનો પ્રયત્ન કર્યો છે, અને છતાં વકીલની પેઠે પોતાને મુકદ્દમે સિદ્ધ કરવાના મેહમાં ન પડતાં ભવિષ્યમાં સાધને વિશેષ મળે અને આ કોયડાના ઉકેલની દિશામાં વધુ સંગત માર્ગ લેવાય એ ભાવને શ્રી રત્નમણિરાવના શબ્દોને ઉલ્લેખ કરી પુસ્તિકાને પૂર્ણ કરી છે. શ્રી પાર્વે મૂંગી રીતે સંશોધન-ક્ષેત્રે પ્રવેશ કર્યો છે અને આ પૂર્વે “અંચલગચ્છ-દિગ્દર્શન” અને “અંચલગચ્છીય પ્રતિકાલેખ” એ નામના ગ્રન્થ આપી એમની સંશોધન-શક્તિને પરિ ચય આપે છે સંશોધકને છાજે તેવી અનાગ્રહિતા એમનામાં છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68