Book Title: Sukhmani
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 9
________________ પ્રકાશકીય નિવેદન સદ્ગત શ્રી મગનભાઈ દેસાઈ એ શીખધર્માંનાં રોજિંદા પાઠપાનનાં એ મુખ્ય પુસ્તા ‘જપજી' અને ‘સુખમની’ પણુ ગુજરાતી ભાષામાં સંપાદિત કરી આપ્યાં છે. ‘જપજી ને ગુજરાતીમાં ઉતારવાનું કામ તેમણે રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રેરણાથી " હતુ. ૧-૧૨-’૩૭ની તારાંખ નાખીને લખેલા નિવેદનમાં તેમણે જણાવ્યુ છે કે, ગયે વર્ષે માર્ચ મહિનામાં, હૃદલી, ગાંધીસેવાસંધની બેઠક વેળાએ પૂ॰ ગાંધીજીએ કહ્યું, હું હાલમાં ગવની વાંચુ . તે નાનકડી વાણી મને ગમી તે ગુજરાતી વાચકને તે આપવા જેવી ગણાય.' એનાથી પ્રેરાઈ, એ કામ મેં શરૂ કર્યુ. અને તે પૂરું કરી આજ તેઓશ્રીને ચરણે ધરતાં મને અપાર આનંદ થાય છે.” ‘સુખમની’નું સંપાદન સ્વ-પ્રેરણાથી કરીને શ્રી. મગનભાઈ એ ગાંધીજીને ઈ. સ. ૧૯૩૬માં પહેાંચાડેલુ. ગાંધીજીએ તે અંગે સેગાંવવર્ધાથી લખેલા પત્ર (૧૧-૧૧-’૩૬), બહુ પછી, એટલે કે છેક ૧૯૬૩માં કરી પાછા શ્રી. મગનભાઈના હાથમાં આવતાં, તેમણે ૧૬-૧૧-૧૯૬૩ના સત્યાગ્રહ'ના અંકમાં તેને પ્રસિદ્ધ કર્યાં. તેમાંથી કેટલેાક પ્રસ્તુત ભાગ અહી. ઉતારવા ઠીક થશે: “સુયેાગે જીવણુએ, હું નીકળ્યા ત્યારે જ, મારા હાથમાં તમારું... ‘સુખમની,’ કાકાનું ‘જીવનને આનંદ' મૂકયાં, ‘સુખમનીએ મને ખેંચ્યેા તે ખેંચ્યા જ. તમારે શીખ ઇતિહાસ લખી નાંખવા જોઈ એ. તેને સારુ તમારે ઘણુ સાહિત્ય વાંચવું પડે તેમ છે;...સારા ઇતિહાસ લખવા નાનકડુ કામ નથી, પણ સુખમની’ને તમારા (શીખ ઇતિહાસના) અભ્યાસ મને બહુ ગમ્યા છે. તમને એમાં રસ છે એમ જોઉ છુ, એટલે કદાચ આ કામ તમે કરી શકે...બાપુના આશીર્વાદ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 384