Book Title: Sudharmo Padeshamrutsar
Author(s): Kunthusagar
Publisher: Vardhaman Parshwanath Shastri

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra સુધર્માં www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવા-કૃષ્ણ શબ્દનો અર્થ કાળા છે. જેવીરીતે કાળા રંગ સહેલાઇથી છુટી શકતા નથી તેવી રીતે કૃષ્ણ લેયાનુ છુટવુ પણ અત્યંત કઠણ છે ( મુશ્કેલ છે ) જેવીરીતે કાળા રંગથી પદાર્થનો રંગ પણ કાળા થઇ જાય છે તેવીરીતે કૃષ્ણ લેશ્યાથી આત્મા પણ કાળા અર્થાત્ તીવ્ર પાપી થઇ જાય છે. આ કૃષ્ણ લેયા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને વધારવાવાળી છે. ચાહેલ વસ્તુના વિચાગથી અને હું ચાહેલ વસ્તુના સંચેોગથી ઉત્પન્ન થવાવાળા દુઃખોનું ચિંતવન કરવું તેને આર્તધ્યાન કહે છે. આ આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ છે. આવીરીતે તીવ્ર હિંસા અથવા તીવ્ર હિંસાના સાધનોથી અત્યંત પ્રસન્ન થવુ તેને રોદ્રધ્યાન કહે છે. આ રોદ્રધ્યાન નરકનું કારણ છે. આ બનેં ધ્યાનનું મૂળ કારણ રાગદ્વેષની તીવ્રતા અથવા ભાગોની તીવ્ર લાલસા છે. જ્યાં રાગદ્વેષની અત્યંત તીવ્રતા હોય છે ત્યાં યાનું પાલન કદી પણ થઈ શકતુ નથી. તેથી આ કૃષ્ણ લેશ્યાને હમેશા દયારહિત કહેવામાં આવે છે, તથા જે દયારહિત હોય છે તે અવશ્ય ક્રોધીજ હોય છે. ક્રોધની તીવ્રતાથીજ દયાના સર્વથા અભાવ હોય છે. તેથી આ લેશ્યાને તીર્થ ક્રોધ ઉત્પન્ન કરવાવાળી કહેવામાં આવી છે. જે લેશ્યા તીવ્ર ધીં ભરપુર છે, દયાભાવથી સર્વથા રહિત છે, અને તરકનિગોદમાં લઇ જવાવાળા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને વધારવાવાળી છે તેવી આ કૃષ્ણ લેશ્યા આપોઆપજ ભયંકર સિદ્ધ થઇ જાય છે. બુધ્ધિમાનાએ એવી કૃષ્ણ લેયાના સર્વથા ત્યાગ કરી દેવા જેઇએ. તેથી આચાર્યાએ તેનું સ્વરૂપ બતાવ્યું છે. आलसस्य कुबुद्धेश्च वर्द्धिनी भववारिधेः । भीरुत्व हास्य रत्यादेर्नीललेश्यास्ति दुःखदा ॥ ७ ॥ અથ—જે લેયા આળસને વધારવાવાળી છે, કુબુધ્ધિને [ ખરાબ બુધ્ધિ ] વધારવાવાળી છે, સંસારરૂપી સમુદ્રને વધારવાવાળી છે, જે ભીરુત્વ [ કાયરપણું] હાસ્ય, રતિ, આરતિ વગેરેને વધારવાવાળી છે, અને અત્યંત દુ:ખ આપવાવાળી છે, તેને નીલ લેશ્યા કહે છે. ભાવા—નીલ શબ્દનો અર્થ લીલો રંગ થાય છે, જેવીરીતે લીલા રંગ કાળા રંગથી કઈક હલકો હાય છે, તેવીરીતે નીલ દ્વેશ્યા કૃષ્ણ લેર્ચાથી હલકી હોય છે. કૃષ્ણે લેશ્યાથી હલકી હોવા છતાં પણ લીલા રંગની માફક ઘણી સુરકેલીથી છૂટ છે. For Private And Personal Use Only સાર ॥ ૪ ॥

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 130