Book Title: Subhashit Padya Ratnakar Part 05
Author(s): Vishalvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ પણ એ ગ્રન્થો મોટા છે, વળી દરેક મનુષ્યોને એને લાભ મળી ન શકે એ માટે તથા સંસ્કૃત નહીં જાણનારાઓ પણ આનો લાભ લઈ શકે એ હેતુથી આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આમાં ખાસ કરીને જૈન ગ્રન્થમાંથી ચૂંટેલા લોકે આપવામાં આવ્યા છે, છતાં જિનસ્તુતિ અને મૂર્તિવિધાન વગેરેના કેટલાક કે હિન્દુધર્મનાં અને શિલ્પના ગ્રન્થોમાંથી પણ લેવામાં આવ્યા છે. લેકની નીચે તે તે ગ્રન્થનું નામ અને લેકનું સ્થળ પણ આપેલું છે, તેમજ દરેક શ્લોકનો સરળ ભાષામાં ગુજરાતી અનુવાદ પણ આપેલ છે. આ મૂળ ગ્રન્થમાં કુલ ૫+૨૮૫૫૪=૩૪૪ કે આપવામાં આવ્યા છે, અને તેને મુખ્ય મુખ્ય ૧૭ વિષયોમાં વહેંચી નાંખ્યા છે. મૂળ ગ્રંથ પૂરો કર્યા પછી ૧ જિનપૂજા વિધિ, ૨ શિવ-પાર્વતી–સંવાદ, અને ૩ ત્રેસઠ શ્રેષ્ઠ પુરુષ સંબંધી વિસ્તૃત હકીકત જણાવનારું પત્રક, એમ ત્રણ પરિશિષ્ટ આપવામાં આવ્યાં છે. ત્યાર પછી પ્રસંગોપાત્ત તીર્થકર ભગવાન અને મહાપુરુષ સંબંધી કંઈક જાણવા લાયક હકીકત તેમજ ચક્રવર્તી અને વાસુદેવની ઋદ્ધિ વગેરે આપ્યા પછી પાઠકેની અનુકૂળતા માટે આ મૂળ ગ્રન્થમાં આપેલ દરેક કોની અકારાદિ અનુક્રમણિકા અને છેડે સ્થૂલ શુદ્ધિ-પત્રક આપ્યું છે. જે જે ગ્રંથમાંથી શ્લોકો ચૂંટવામાં આવ્યા છે તે તે ગ્રંથનાં નામ તથા સાંકેતિક શબ્દોને ખુલાસો પ્રારંભમાં આપ્યો છે. ૧ અમે આમાં ભાગવત, મહાભારત અને પુરાણેમાંના થોડાક કે આપ્યા છે. તે તેની નાની આવૃત્તિઓમાંથી આવ્યા છે. આ ગ્રંથની કેટલીક નવી આવૃત્તિઓમાંથી તેના સંપાદકોએ જિન-સ્તુતિના લોકો કાઢી નાખેલા છે. ૨ લગભગ સોળેક વર્ષ પહેલાં કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય વિરચિત “ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' નામક ગ્રંથનું વાચન કરતી વખતે તે ગ્રંથના આધારે તીર્થકર ભગવાનાદિ ત્રેસઠ શ્રેષ્ઠ પુરુષો સંબંધી આ કોઠો તૈયાર કરી રાખ્યો હતો. તે જનતાને ઉપયોગી થશે એમ જાણીને ત્રીજા પરિશિષ્ટ તરીકે આમાં આપવામાં આવેલ છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 210