________________
(૧૪).
સુભાષિત-પદ્ય-રત્નાકર.
वाणी नृतिर्यक्सुरलोकभाषा
संवादिनी योजनगामिनी च । भामण्डलं चारु च मौलिपृष्ठे,
विडम्बिताहर्पतिमण्डलश्रि साग्रे च गव्यूतिशतद्वये रुजा
वैरेतयो मार्यतिवृष्ट्यवृष्टयः । दुर्भिक्षमन्यस्वकचक्रतो भयं,
स्यान्नैत एकादश कर्मघातजाः ॥४॥ મિ. ચિન્તા., રેવાધિ. . . ૧૮-૦.
૧ એક જન માત્ર ક્ષેત્ર-સમવસરણ ભૂમિને વિષે મનુષ્ય, દેવ અને તિર્યંચ વર્ગની કડાકડિ રહી શકે. ૨ તેમની વાણું મનુષ્ય, તિર્યંચ અને દેવલોકની ભાષાના સંવાદ કરનારી એટલે સર્વે પોતપોતાની ભાષામાં સમજી શકે તેવી તથા યોજના સુધી વિસ્તાર પામનારી હોય છે. ૩ તેમના મસ્તકની પાછળ સૂર્યમંડળથી પણ અત્યંત અધિક કાંતિવાળું ભામંડળ હોય છે. ૪ બસો ગાઉ એટલે પચાસ એજનથી વધારે પ્રદેશમાં રોગ ન હેય. ૫ વેર ન હોય. ૬ ઈતિઓ-સાત પ્રકારના ઉપદ્ર ન હોય. ૭ મરકી ન હોય. ૮ અતિવૃષ્ટિ ન હોય. ૯ અવૃષ્ટિ ન હોય. ૧૦ દુકાળ ન હોય. તથા ૧૧ સ્વચક્ર અને પરચક્રને ભય ન હોય. આ અગીયાર અતિશયે કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે-કેવળજ્ઞાન વખતે પ્રગટ થાય છે. ૨-૪.