________________
આત્મનિન્દા-ગજિત-જિનસ્તુતિ. (૫૫). હે સ્વામી ! આ ઉત્તમ મનુષ્યપણું પ્રાપ્ત થયા છતાં મેં દેવપૂજા કરી નથી, પાત્રને દાન દેવારૂપ પાત્ર–પૂજા પણ કરી નથી, શ્રાવકને ધર્મ પાળે નથી, તથા સાધુધર્મ પણ પાળે નથી. પરંતુ આ ભવમાં જે જે કાર્ય કર્યા છે તે સર્વ મેં અરણ્યમાં વિલાપ કરવા જેવું કર્યું છે સર્વ નિફળ કર્યું છે. ૧૦. सद्भोगलीला न च रोगकीला,
धनागमो नो निधनागमश्च । दारा न कारा नरकस्य चित्ते, व्यचिन्ति नित्यं मयकाऽधमेन ॥११॥
નારí૦, ૦ ૨૦. હે પ્રભુ ! અધમ એવા મેં નિરંતર ચિત્તને વિષે ઉત્તમ ભેગની કીડાનું ચિંતવન કર્યું છે, પણ રેગની જવાળા પ્રાપ્ત થશે તેને વિચાર કર્યો નથી, ધનની પ્રાપ્તિનો વિચાર કર્યો છે, પણ મરણની પ્રાપ્તિ થવાની છે તેનો વિચાર કર્યો નથી, તથા સ્ત્રી મેળવવાને વિચાર કર્યો છે, પણ નરકનું કેદખાનું મળવાનું છે તેને વિચાર કર્યો નથી. ૧૧.
तव प्रेष्योऽस्मि दासोऽस्मि, सेवकोऽस्म्यस्मि किङ्करः । ओमिति प्रतिपद्यस्व, नाथ! नातः परं बुवे ॥१२॥
वीतरागस्तोत्र प्र० २०, श्लो० ८. હે નાથ ! હું તમારો દાસ છું, ભૂત્ય છું, સેવક છું અને કિંકર છું. તે તમે “બહુ સારૂં” એમ કહીને અંગીકાર કરે, એ સિવાય બીજું કાંઈ હું કહેતા નથી. ૧૨.