________________
(૮૬)
સુભાષિત-પદ્ય-રત્નાકર. કરનારી અને વિકલ્વર પાંચ સમિતિ ( ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણ સમિતિ, આદાન ભંડમા નિક્ષેપના સમિતિ, પારિકાપનિકા સમિતિ )ની લક્ષ્મીને ધારણ કરનાર છે, જેઓ બળથી આશ્ચર્યકારી છે, જ્ઞાનાદિ લક્ષ્મીવાળા અને જગતના ઈશ્વર એવા શ્રી તે વીરપ્રભુ આપ સરખા માનશીલ મનુષ્યોનાં કલ્યાણને માટે થાઓ. ૧૭. वीरः सर्वसुरासुरेन्द्रमहितो वीरं बुधाः संश्रिताः
वीरेणाभिहतः स्वकर्मनिचयो वीराय नित्यं नमः । वीरात् तीर्थमिदं प्रवृत्तमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीधृतिकीर्तिकान्तिनिचयः श्रीवीर ! भद्रं दिश॥१८॥
पञ्चप्रतिक्रमण, सकलार्हत्स्तोत्र. શ્રી મહાવીર ભગવાન બધાય દેવતા અને અસુરોના ઈદ્રોથી પૂજાયેલા છે. જે વીરપ્રભુને પંડિત પુરુષોએ આશરો લીધે છે, અને જે વરપ્રભુવડે પોતાના કર્મનો સમૂહ નાશ કરાયે છે, એવા વીરપ્રભુને હમેશાં નમસ્કાર થાઓ. વીરપ્રભુથી આ અતુલ એવું સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપી તીર્થ પ્રવત્યું છે, જે વીરપ્રભુનું તપ ઘર–ઉગ છે, તથા જે વીરપ્રભુમાં કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી, ધૈર્ય, કીર્તિ અને કાંતિને સમૂહ છે, એવા હે વીર પ્રભુ ! મને કલ્યાણના માર્ગ દેખાડે-મારું કલ્યાણ કરે. ૧૮.
चलनकोटिविघट्टनचञ्चली
कृतसुराचलवीर ! जगद्गुरो!।