________________
(૬૨)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
છે, જેઓ સેંકડે શુભને નાશ કરનાર અક્ષેમ (અકલ્યાણ ) ને નાશ કરવામાં નિપુણ છે, જેઓ કેઈથી લેભ પામતા નથી, જેઓ લુખા કઠેર શબ્દને નાશ કરી મધુર વચનને બોલનારા છે, તેવા મુનિઓ જે ભગવાનના ચરણ કમળને સાક્ષાત્ જોઈને શીધ્રપણે અલક્ષ્મીને નાશ કરે છે, તે જિનેંદ્ર ક્ષશ્યપક્ષ (શત્રુપક્ષ) ને ખપા-નાશ કરે. ૭. જિનવાણી પ્રશંસા – त्रैलोक्यं युगपत्कराम्बुजलुठन् मुक्ताबदालोकते,
जन्तूनां निजया गिरा परिणमद् यः सूक्तमाभाषते । स श्रीमान् भगवान् वचित्रविधिभिर्देवासुरैरर्चितो वीतत्रासविलासहासरभसः पायाजिनानां पतिः॥८॥
वैराग्यशतक ( पद्मानन्दकवि ) श्लो० १. જે આ ત્રણ લોકને હસ્તકમળમાં રહેલા મુક્તાફળ (મોતી) ની જેમ એકી વખતે જોઈ રહ્યા છે, જે સર્વ પ્રાણુઓને પોતે પોતાની ભાષાવડે પરિણામ પામે તેવો સદુપદેશ આપે છે, જેને સર્વ દેવ અને અસુરોએ વિવિધ પ્રકારની વિધિવડે પૂજેલા છે, અને જેનામાં ભય, વિલાસ, હાસ્ય અને રસ–વેગ નાશ પામ્યા છે, તે જ્ઞાનાદિક લફર્મવાળા ભગવાન જિનેશ્વર સર્વનું રક્ષણ કરે. ૮. अवन्तु भवतो भवात् कलुषवासकादर्पकाः,
सुखातिशयसम्पदा भुवनभासकादर्पकाः । विलीनमलकेवलातुलविकासभारा जिना
मुदं विदधतः सदा सुवचसा सभाराजिना।। ९ ॥ પર્વાતિ, g. ૧૦, છોરૂ૦ (બ) સ )