________________
સુભાષિત-પદ્ય-રત્નાકર.
શ્રી જિનેશ્વરની મૂર્તિ નેત્રને આનંદ કરનારી છે, સંસાર સમુદ્રને તારવામાં વહાણ સમાન છે, કલ્યાણરૂપી વૃક્ષની મંજરી છે, શ્રીમાન ધર્મરૂપી મહારાજાની નગરી સમાન છે, આપત્તિરૂપી લતાને બાળી નાંખવામાં ધૂમસ જેવી છે, હર્ષના ઉત્કર્ષ સહિત શુભ પ્રભાવની લહેર સમાન છે, તથા રાગ-દ્વેષને જીતનારી છે, આવી જિનેશ્વરની મૂર્તિ પ્રાણુઓને કલ્યાણ કરનારી થાઓ. ૧૬. पाताले यानि बिम्बानि, यानि बिम्बानि भूतले । स्वर्गे च यानि बिम्बानि, तानि वन्दे निरन्तरम् ॥ १७ ॥
પાતાલમાં જેટલાં બિઓ-પ્રતિમાઓ છે, મર્ય–મનુષ્ય લોકમાં જેટલાં બિઓ છે અને સ્વર્ગમાં જેટલાં બિઓ છે, તે સર્વને હું હમેશાં વાંદુ છું. ૧૭. જિનગુણ પ્રશંસા – त्वामामनन्ति मुनयः परमं पुमांस
मादित्यवर्णममलं तमसः परस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र! पन्थाः॥१८॥
- મમરસતોત્ર, ઋો, ૨૩. હે મુનીંદ્ર-જિનેશ્વર ! મુનિઓ તમને પરમ પુરુષરૂપ માને છે કે જે સૂર્યસમાન વર્ણવાળા, નિર્મળ અને અજ્ઞાન થકી દૂર છે. વળી તમને જ સારી રીતે જાણીને મુનિઓ મૃત્યુને જીતે છે, આ સિવાય બીજે મોક્ષને શુભ માર્ગ નથી–આ એક જ માગ છે. ૧૮.