________________
સુભાષિત-પદ્ય–રત્નાકર.
श्रुत्वा वचः सुचरितं च पृथग्विशेषं
(40)
वीरं गुणातिशयलोलतयाऽऽश्रिताः स्मः || २९ ॥ लोकतत्त्वनिर्णय, (हरिभद्रसूरि )
તે ભગવાન્ મહાવીર સ્વામી અમારા બંધુ નથી અને ખીજા બ્રહ્માદિક દેવા અમારા શત્રુ પણ નથી. તથા તે સર્વમાંથી કાઇ પણ એકને અમે સાક્ષાત્ જોયા પણ નથી. છતાં તેમના સામાન્ય અને વિશેષ એવા વચનને તથા સારા ચરિત્રને સાંભળીને અમે એ ગુણાના અતિશયને મેળવવાના લેાભથી શ્રી મહાવીર સ્વામીના આશ્રય કર્યો છે. ૨૯.
सर्वज्ञस्त्वं जिनवरपते ! सर्वदोषोज्झितत्वाद्
निर्दोषस्त्वं सकलविधया माननिर्बाधकत्वात् । सम्यग्वाक् त्वं भवदभिमते न ह्यनेकान्तवादे,
कश्चिद् बाधः स्फुरति तदहो ! त्वां प्रवन्दन्त आर्याः ||३०|| न्यायकुसुमाञ्जलि, (न्यायविजय )
હું જિનેન્દ્ર ! તમે સર્વ દોષ રહિત હાવાથી સર્વજ્ઞ છેા, સમગ્ર પ્રકારે માનનેા નાશ કરેલા હેાવાથી તમે નિર્દોષ છે, તથા અનેકાંત વાદવાળા તમારા મતમાં કાંઈ પણ ખાધ આવતા નથી; તેથી સત્ય વચનવાળા છે. માટે જ હે ભગવાન્ ! તમને આજના વંદના કરે છે. ૩૦.