________________
જિન-મૂર્તિ. બાર બાર ભાગના બે સિંહ, દશ દશ ભાગના બે હાથી, ત્રણ ત્રણ ભાગના બે ચામર ઢાળનારા અને મધ્યમાં છ ભાગની ચકેશ્વરી દેવી, એ પ્રકારે ૮૪ ભાગ લાંબુ સિંહાસન થાય છે. પ. . चक्कधरी गरुडंका, तस्साहे धम्मचक्क-उभयदिसं । हरिणजुअं रमणीयं, गद्दियमज्झम्मि जिणचिण्हं ॥६॥
વાસ્તુશાર વિશ્વપરીક્ષાથ૦, ૦ ૨૮. સિંહાસનના મધ્ય ભાગમાં જે ચક્રેશ્વરી દેવી છે તે ગરૂડની સવારી કરનારી છે, ( તેની ચાર ભુજાઓમાંથી બે ભુજા-હાથમાં ચક્ર, નીચેની જમણું ભુજા-હાથમાં વરદાન અને ડાબી ભુજામાં બિરું રાખવું જોઈએ.) આ ચક્રેશ્વરી દેવીની નીચે એક ધર્મચક્ર બનાવવું, આ ધર્મચક્રની બંને બાજુએ સુંદર એક એક હરિણું બનાવવું, અને ગાદીના મધ્ય ભાગમાં જિનેશ્વર ભગવાનનું ચિહ્ન કરવું જોઈએ. ૬.