________________
સુભાષિત-પદ્ય-રત્નાકર.
મુખમાં કાંઈ પણ વિકાર નથી. તે એક પરમાત્મા જિનેશ્વર જ અમારી ગતિ (શરણ) છે. ૬. न पक्षी न सिंहो वृषो नापि चापं
न रोषप्रसादादिजन्मा विकारः । न निन्द्यैश्चरित्रैर्जने यस्य कम्पः,
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥७॥
| દાંત્રિશિરા, (હમિદ્રસૂરિ) શો. 3. જેમને પક્ષી, સિંહ, કે વૃષભ વિગેરેનું વાહન નથી, જેણે ધનુષ વિગેરે શસ્ત્ર ધારણ કર્યું નથી, જેને રાગ દ્વેષાદિકથી ઉત્પન્ન થયેલા વિકાર નથી, અને જેને લેકમાં નિંદ્ય ચરિત્રથી થતે કંપ(ભય) નથી, અર્થાત્ જેનું ચરિત્ર શુદ્ધ છે, તે જ એક પરમાત્મા જિનેશ્વર મારી ગતિ (શરણ) છે. ૭. न गौरी न गङ्गा न लक्ष्मीर्यदीयं .
वपुर्वा शिरो वाऽप्युरो वा जगाहे । यमिच्छावियुक्तं शिवश्रीस्तु भेजे, स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥८॥
દ્વાāશિવા, (મદ્રસૂરિ) ઋો. ૨૦. જેના શરીરને, મસ્તકને કે ઉરસ્થળ (છાતી)ને ગરી, ગંગા કે લક્ષમી સ્પર્શ કરતી નથી. પરંતુ ઈચ્છા રહિત થયેલા જેને મોક્ષ લક્ષમી ભજે છે, તે જ એક પરમાત્મા જિનેશ્વર મારી ગતિ (શરણ) છે. ૮.