________________
માત્ર આ પ્રશ્નનો ઉત્પત્તિ અને આમાં આપેલ વસ્તુઓના સંબંધમાં જ જે કંઈ બે બાબતો કહેવાની હતી તે કહી છે. સુભાષિત સંબંધી ખાસ ઉપઘાત આના ચોથા ભાગમાં આપવાનું હોવાથી અહીં આપેલ નથી.
આ પ્રસંગે મારા તે બે મહાન ઉપકારીઓના ઉપકારને પ્રગટવો નહીં ભૂલું, કે જેઓની અસીમ કૃપા અને અમી દૃષ્ટિએ મારા જેવા અજ્ઞાની તેમજ જડ બુદ્ધિવાળા જીવને ચૈતન્ય અપ્યું છે, અને મારા જીવનની કાયાપલટ કરી મને ઋણી બનાવ્યો છે. તેઓ છે મારા દાદા ગુરુ, જગતપૂજ્ય, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ અને મારા ગુરુવર્ય શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ. મારા ગુરુએ આ ગ્રંથને સુંદર પદ્ધતિસર અને શુદ્ધ બનાવી આપવા માટે શ્રમ સેવ્યો છે, એ બદલ પણ હું તેઓશ્રીને અત્યંત ઋણી છું.
વિષયો અને પેટા વિષયોની ચૂંટણી કરવામાં તેમજ પ્રફે વગેરે તપાસવામાં દહેગામ નિવાસી વ્યાકરણતીર્થ પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહે આપેલા યુગ બદલ તેમને ધન્યવાદ આપવો ભૂલીશ નહીં.
ઉપર્યુક્ત બન્ને ગુરુદેવની અસીમ કૃપા, મારે બાકીનો ચોથો ભાગ અને પ્રાકૃત ગાથાઓને સંગ્રહ જલદી બહાર પાડવાનું સામર્થ્ય અપે, એ અંતરની અભિલાષાપૂર્વક વિરમું છું.
)
ધર્મજયન્તોપાસક
જૈન ઉપાશ્રય,
કરાંચી. કાર્તિક સુદ ૧૫.
(
વી. સં. ૨૪૬પ ધર્મ સં. ૧૭. 5
મુનિ વિશાળવિજય.