________________
૧૨
પિતાનું થડે અંતરે અવસાન થયું. અને બાળક ચંદુલાલ ઉપર શેકની અમાવાસ્યા ફરી વળી. મા-બાપ વિનાને ત્રણ વર્ષનો બાળક સગાંને હાથે ઉછર્યો અને એગ્ય વયે કેળવણી લેવાની પણ શરૂઆત કરી. - પિતાની બુદ્ધિ અને ખંતથી તેઓએ વિદ્યા સમ્પાદન કરી. ધાર્મિક ભાવના તો વારસાથી જ પ્રાપ્ત હતી, તેથી વડીલો પ્રત્યે સન્માન, પ્રભુદર્શન, ગુરુ-વિનય–સેવા, વગેરે ઊંચા સલૂણો તેમનામાં નાની વયે જ ઝળકી ઊઠયા.
યોગ્ય વય થતાં તેમનાં લગ્ન ઓશવાળ જ્ઞાતિના જાણીતા કુટુંબના શેઠ દાલતચંદ ડાહ્યાભાઈની પુત્રી બાઈ ચમ્પા સાથે કરવામાં આવ્યાં.
જીવનમાં તેમણે અનેક જાતની પરિસ્થિતિનો અનુભવ કર્યો હતો. આર્થિક સ્થિતિના ભરતી-ઓટના પ્રસંગે પણ તેમને અનુભવવા પડયા હતા. સુખ-દુઃખના પ્રસંગો વીતાવ્યા હતા. પરંતુ બાલ્યાવસ્થાથી તેમણે સંપાદન કરેલા આદર્શ શિક્ષણના પ્રભાવે જ તેઓ પોતાના કાર્ય પ્રદેશમાં દિન-પ્રતિદિન આગળ વધવા લાગ્યા.
તેઓ સ્વભાવે મિલનસાર–મળતાવડા તથા વિચારશીલ હતા. તેમનામાં ધાર્મિક પ્રેમ તથા કુટુંબ પ્રત્યેનું વાત્સલ્ય આદર્શ હતું. તેઓ બીજાને પોતાથી બની શકતી સહાય આપી આધારભૂત બનતા. સારાનરસા પ્રસંગે તેઓ હમેશાં સર્વથી પ્રથમ આવીને કામ કરવા ઉભા રહેતા.
તેમનામાં ધાર્મિક-ભાવના, શાસન-પ્રેમ અને સમાજ પ્રત્યેની સહાતુભૂતિ અપૂર્વ હતી. તેમણે સં. ૧૯૬૧માં નરેડાનો સંઘ કાઢયો હતો. આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજીના પુણ્ય હસ્તે ચોસઠ-પ્રકારી–પૂજાનો અઠ્ઠાઈ મહત્સવ તેમણે ઉજવ્યો હતો. પાલીતાણામાં તલાટી પરના આબુના દેરે રૂા. ૧૫૦૦) ખર્ચે ભમતીમાં એક દેરી લઈ તેમાં ચાર પ્રતિમાજી તેમણે પધરાવ્યાં છે. છે. તેમને સગાંમાં એક ઓરમાન બહેન નામે સમરતબહેન હતાં. તેઓનાં