Book Title: Subhashit Padya Ratnakar Part 05
Author(s): Vishalvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ III કિંચિત્ વકતવ્ય பாணபரனாரை લગભગ વીસેક વર્ષ પહેલાંની વાત છે. સંસ્કૃત કાવ્ય-ગ્રન્થ અને ચરિત્ર-ગ્રન્થાને અભ્યાસ અને વાચન કરતાં “ભવિષ્યમાં વ્યાખ્યાનાદિ પ્રસંગે કામમાં આવશે” એ ઇરાદાથી કેવળ મારાજ ઉપયોગને માટે નોંધી લેવાતો “લોક-સંગ્રહ” આમ બીજાઓના પણ ઉપયોગ માટે પુસ્તકાકારે બહાર પડશે, એવી સ્વપ્નમાં યે મેં આશા નહિ રાખેલી, દશેક વર્ષના મારા વાચનમાંથી આવા હજાસ્ક લોકોને સંગ્રહ મારી પાસે થયે. એ સંગ્રહને જોનારા પૈકીના ઘણા શુભેચ્છકોની એ ભલામણે વધારે સંગ્રહ કરવા તરફ મને ઉત્સાહિત કર્યો કે–“આવો સંગ્રહ જે પુસ્તકાકારે બહાર પડે તો તે ઘણા ઉપદેશક, ઉપદેશકો જ નહિ; પરન્તુ સામાન્ય વર્ગને પણ ઉપકારી થાય.” પરિણામે અભિનવ ગ્રન્થોનું વાચન અને તેમાંથી સુંદર લાગતા સુભાષિતોને સંગ્રહ હું કરતો જ ગયો. મારા આ સંગ્રહમાં લગભગ ચારેક હજાર લેકેનો સંગ્રહ, કે જેમાં પ્રાકૃત ગાથાઓનો પણ સમાવેશ થાય છે, થતાં તેને છપાવવા માટે તૈયારી કરી કે જેના ફળસ્વરૂપ તેના ત્રણ ભાગે જનતાની સમક્ષ મૂકવા હું ભાગ્યશાળી થયો છું, અને ચોથો ભાગ પ્રેસમાં છે. જે દીવાળી લગભગમાં બનતા સુધી પ્રગટ થઈ જશે. આ ચાર ભાગોમાં પ્રાકૃત ગાથાઓ જવલ્લેજ-કોઈ કાઈ વિષયમાં ખાસ જરૂર પડી ત્યાંજ આપવામાં આવી છે. બાકીની પ્રાકૃત ગાથાએનો એક પૃથક્ ભાગ બહાર પાડવાની ઈચ્છા હોવાથી તેને અલગ રાખવામાં આવેલ છે. આ પ્રાકૃત ગાથાઓને મોટો ભાગ જૈન ગ્રન્થમાંથીજ લીધેલો છે. ઉપર્યુક્ત કોનો સંગ્રહ કરતી વખતે સાથે સાથે તીર્થકર ભગવાન સંબંધી હકીક્તને પૂરી પાડતા લેકેન અને જિનસ્તુતિના

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 210