________________
(૧૩)
મોક્ષનું પ્રથમ પગથિયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખૂચેલું છે ત્યાં સુધી મોક્ષની વાત કેમ ગમે ? અથવા ગમે તે તે કેવળ કાનને જ-એટલે જેમ આપણને અર્થ જાણ્યા સમજ્યા વિના કોઈ સંગીતને કેવળ સૂર જ ગમી જાય તેમ એવી કર્ણપ્રિય ગમ્મતમાંથી મોક્ષને અનુસરવાનું વર્તન આવતાં તે ઘણે કાળ વહી જાય. આંતર વૈરાગ્ય વિના મોક્ષની લગની ન થાય. એવી વૈરાગ્ય લગની કવિ (શ્રીમદ્દ)ની હતી.
...આ ઉપરાંત એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતે તે સત્ય અને અહિંસા. પિતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા.
... એમના જીવનમાંથી ચાર ચીજો શીખી શકીએ :
(૧) શાશ્વત વસ્તુમાં તન્મયતા; (૨) જીવનની સરળતા; આખા સંસાર સાથે એક સરખી વૃત્તિથી વ્યવહાર, (૩) સત્ય અને (૪) અહિંસામય જીવન.”
કેવળ ફ્લેશ અને દુઃખને દરિયે એવો આ અસાર સંસાર તેમાં જન્મ જરા મરણ, આધિ વ્યાધિ ઉપાધિ, આદિ ત્રિવિધ તાપમય દુ:ખદાવાનળથી પ્રાયે સર્વ જીવે સદાય બની રહ્યા છે. તેમાંથી બચેલા જ્ઞાન અને વૈરાગ્યની મૂર્તિ સમાન, પરમ શાંતિના ધામરૂપ માત્ર એક આર્મ દ્રષ્ટા તત્વવેત્તા સ્વરૂપનિષ્ઠ મહાપુરુષો જ ભાગ્યવંત છે. તેમનું જ શરણ, તેમની વાણનું અવલંબન એ જ ત્રણ લેકને ત્રિવિધ તાપ–અગ્નિથી બચાવવા સમર્થ ઉપકારક છે.
“માયામય અગ્નિથી ચૌદ રાજલોક પ્રજ્વલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે. અને તેથી જીવ પણ તે ત્રિવિધ તાપ–અગ્નિથી બળ્યા કરે છે. તેને પરમ કાયમૂર્તિને બોધ એ જ પરમ શીતળ જળ છે. તથાપિ ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હોવી દુર્લભ થઈ પડી છે.”
તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તે, ત્યાં નેપથ્યમાંથી એ ધ્વનિ જ નીકળશે કે, તમે કેણું છે? કયાંથી આવ્યા છે ? કેમ આવ્યા છે? તમારી સમીપ આ સઘળું શું છે ? તમારી તમને પ્રતીતિ છે? તમે વિનાશી, અવિનાશી વા કોઈ ત્રિરાશી છે? એવા અનેક પ્રશ્નો હદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે. અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાય ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડે અવકાશ રહેશે. યદિ એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે....એ જ વિચારોના મનનથી અનંત કાળનું મૂંઝન ટળવાનું છે ......ઘણા આર્ય પુરુષો તે માટે વિચાર કરી ગયા છે; તેઓએ તે પર અધિકાધિક મનન કર્યું છે. આત્માને શોધી તેને અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે અનેક ક્રમ બાંધ્યા છે. તે મહાત્મા જ્યવાન હે! અને તેને ત્રિકાળ નમસ્કાર હો !”
આંક ૮૩ આમ આવા સમર્થ તત્વવિજ્ઞાની સ્વરૂપનિષ્ઠ મહાપુરુષની અનુભવયુક્ત વાણીનું અવલંબન કે મહાભાગ્ય યેગે જ પ્રાપ્ત થવા ગ્ય છે.
શ્રીમદ્ રાજચંદ્ર તત્ત્વજિજ્ઞાસુઓની જ્ઞાનપિપાસાને પરિતૃપ્ત કરે અને આત્માર્થીઓના હદયમાં આત્મતિ પ્રગટાવે એવા એક સમર્થ તત્ત્વવેત્તા આ કાળમાં આપણું અહોભાગ્યે થઈ ગયા છે. તેમની અમૃતતુલ્ય અમૂલ્ય વાણી આપણા હાથમાં આવે છે એ જ આપણું મહાભાગ્ય છે. તેના વાંચન મનન અને પરિશીલનથી આપણે આપણું શ્રેય સાધી લઈએ તે જ તે પ્રાપ્તિની સાર્થકતા છે.
તેમનું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ છે તે સર્વ આ ગ્રન્થમાં પ્રસિદ્ધિ પામ્યું છે. આ સાહિત્ય તત્ત્વજ્ઞાન વા આધ્યાત્મિક ક્ષેત્રમાં અત્યુત્તમ કક્ષાનું અમૂલ્ય સાહિત્ય છે. તત્ત્વરસિકજનેને તત્ત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org