________________
(૧૧) દ્વિતીયાવૃત્તિની પ્રસ્તાવના दृश्यन्ते भुवि किं न तेऽल्पमतयः संख्याव्यतीताश्चिरम् ये लीलां परमेष्ठिनो निजनिजैस्तन्वन्ति वाग्भिः परम् । तं साक्षादनुभूय नित्यपरमानन्दाम्बुराशिं पुन
રેં નમશ્રમમુહૂળત્તિ સટ્ટા બન્યાહુ તે ટુર્નમ: || -શ્રી જ્ઞાનાર્ણવ જે પુરુષે કેવળ પિતાપિતાનાં વચનથી પરમેષ્ઠીની અર્થાત્ પરમાત્માની લીલાને કે ગુણાનુવાદને બહુકાળ પર્યત વિસ્તાર કરે છે એવા અલ્પમતિ તે આ જગતમાં પ્રાયે શું અસંખ્ય જોવામાં નથી આવતા ? અર્થાત્ એવા છે તે ઘણય લેવામાં આવે છે. પરંતુ જે પુરુષે નિત્ય શાશ્વત પરમાનંદરૂપ અમૃતના સાગર એવા એ શુદ્ધ સહજાન્મસ્વરૂપરૂપ પરમાત્મપદને સાક્ષાત્ અનુભવ કરીને સંસારના ભ્રમને ત્વરાથી તજી દે છે એવા પુરુષે તે આ જગતમાં દુર્લભ જ છે; અને એવા પુરુષે ધન્ય છે, કૃતાર્થ છે, જયવંત વર્તે છે. એવા પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરવા સમર્થ છે. " એવા ધન્યરૂપ સ્વરૂપનિષ્ઠ મહાપુરુષોએ નિષ્કારણ કરૂણાશીલતાથી પ્રકાશેલે વાણીયેગ સત્સાધકવૃંદને સિદ્ધસાધના માટે પરમત્કૃષ્ટ અમૂલ્ય અવલંબનરૂપ જાણી મુમુક્ષુઓ એ એમણે પ્રકાશેલ અમૂલ્ય વચનામૃતને પરમ આદરથી ઉપાસી કૃતાર્થ થાય છે.
प्रबोधाय विवेकाय हिताय प्रशमाय च । સમય તોશાય સતાં મૂક્તિ: પ્રવર્તતે છે
--શ્રી જ્ઞાનાર્ણવ સપુરુષની ઉત્તમ વાણી જીવોને આત્મજાગૃતિરૂપ પ્રકૃષ્ટ જ્ઞાન, વિવેક, હિત, પ્રશમતા અને સમ્યક્ પ્રકારે તને ઉપદેશ થવા માટે પ્રવર્તે છે.
तच्छ्रुतं तच्च विज्ञानं तद्धयानं तत्परं तपः । अयमात्मा यदासाद्य स्वस्वरूपे लयं व्रजेत् ॥
–શ્રી જ્ઞાનાર્ણવ એ જ સદ્ભુત છે, એ જ પ્રકૃષ્ટ જ્ઞાન અથવા વિજ્ઞાન છે, એ જ ધ્યાન છે, અને એ જ ઉત્તમ તપ છે કે જેને પામીને આ જીવ નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં લય પામે, સ્વરૂપનિષ્ટ થાય.
ब्रह्मस्थो ब्रह्मज्ञो ब्रह्म प्राप्नोति तत्र किं चित्रम् ।
વિવ વવાઝfપ ત્રાવિતાસાનનુમવામ: || -શ્રી અધ્યાત્મસાર બ્રહ્મરૂપ શુદ્ધ સહજત્મસ્વરૂપમાં લીન થયેલા, સ્વરૂપનિષ્ઠ બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પામે તેમાં શું આશ્ચર્ય ? પરંતુ એવા બ્રહ્મજ્ઞના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને, આત્મરમણતાને અનુભવીએ છીએ.
અહો શ્રી પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ !
શ્રીમદ્ રાજચંદ્ર એવા વિરલ સ્વરૂપનિષ્ટ તત્ત્વવેત્તાઓમાંના એક છે. શ્રીમદ્ રાજચંદ્ર એટલે અધ્યાત્મગગનમાં ઝળકી રહેલી અદ્ભુત જ્ઞાનતિ ! માત્ર ભારતની જ નહિ પણ વિશ્વની એક વિરલ વિભૂતિ ! અમૂલ્ય આત્મજ્ઞાનરૂપ દિવ્ય જતિના જળહળતા પ્રકાશથી, પૂર્વમહાપુરુષોએ પ્રકાશિત સનાતન મોક્ષમાર્ગનો ઉદ્યોત કરી ભારતની પુનિત ભૂમિને વિભૂષિત કરી આ અવનીતલને પાવન કરનાર પરમ જ્ઞાનાવતાર, જ્ઞાનનિધાન, જ્ઞાનભાસ્કર, જ્ઞાનમૂર્તિ !
શાસ્ત્રના જ્ઞાતા અને ઉપદેશક તે આપણને અનેક મળે પણ જેમનું જીવન જ સશાસનું પ્રતીક બની રહે એવી વિભૂતિ આપણને મળવી વિરલ છે. શ્રીમદ્ રાજચંદ્ર પાસે તે જળહળતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org